" बंगाली वाधण " Gujarati Story By Naresh K. Dodia


" Bangali Vaghan" Gujarati Story By Naresh K. Dodia
" Bangali Vaghan" Gujarati Story By Naresh K. Dodia


સમીર કુમાર પંચાલની ઓફિસ આજે ઉજાણીમાં મુડમાં હતી.સ્ટાફનાં લોકો સમીરની રાહ જુએ છે.સ્ટાફમાં સમીરનું સ્થાન બોસ કરતા મિત્ર જેવું હતું.૨૭ વર્ષનાં નવયુવાન સમીરનાં લગ્નને આજે બીજુ વર્ષ પૂરું થયું હતું.સાંજે પાંચ વાગ્યાની આસપાસ સમીર અને તેની બંગાળી પત્ની “અનુપમા ઘોષપંચાલ’નું આગમન થાય છે.સ્ટાફ ખૂશખૂશાલ થઇને બંનેને અભિનંદન આપે છે.આજે સમીર કરતાં તેની પત્ની કમ લેખિકા અનુપમાનું આગમન સ્ટાફ માટે મહત્વનું છે.અને શા માટે ના હોય? ગુજરાતી સાહિત્યની ખ્યાતનામ અને બોલ્ડ વિચારો ધરાવતી અનુપમાં બંગાળી વાધણનાં નામથી પ્રખ્યાત છે.

ક્યારેક ક્યારેક અનુપમાનું ઓફિસમાં આગમન થાય ત્યારે પૂરા સ્ટાફને મજા પડી જતી હતી.થોડીવારની મુલાકાતમાં પણ અનુપમાં સ્ટાફને સંમોહિત કરી જતી અને પોતાના ફેવરીટ ડીઓની ખૂશ્બૂ છોડી જતી.આજે અનુપમાં થોડી વાર વધું રોકાવાની છે એટલે સ્ટાફનાં લોકોએ અનુપમાનું વક્તવ્ય સાંભળ્યા બાદ તેને એક સહિયારી ભેટ આપવાનું આયોજન કરેલું છે.

અનુપમાને પહેલી નજરે જોતા જ કોઇ પણ સામાન્ય અને વિચારશીલ ના હોય તેવા રસહીન અને સૌંદર્ય બુધ્ધિનું ભાન ન હોય તેવા પુરુષોને કલ્પનાના ઘોડા દોડાવવા મજબૂર કરી નાખે તેવું હેરતપ્રેરક સૌંદર્ય હતું.અને બુધ્ધિશાળી,દેખાવડા અને સ્માર્ટ પુરુષને પોતાની સૌંદર્ય વિશેની કલ્પનાને ડિજિટલ ટચ આપવો તેટલી હદે મગજને કોમ્પયુટરાઇઝડ કરવું પડે છે.

સમપ્રમાણ ઉંચાંઇ,કાળા ભમ્મર વાળ,આસમાની આંખો,મારકણી અદા અને આંખોમાંથી ઝરતો આહવાન આપતો પૌરુંષિક રસ,કોઇ પણ પુરુષને વિચલિત કરી નાંખે એવી ગોરી નહી અને કાળી નહી તેવી ધવલશ્યામ ત્વચા નવીન લાગતી હતી.તડકામાં નિખાર જુદો,રાત્રીનો નિખાર જુદો.ટુકમાં પુરુષોને આ રંગને આંખે અડાડવો પડે.કુદરતનાં અનુપમ રહસ્યોમાનું એક ખાસ પ્રકારનું રહસ્ય અનુપમાની કાયામાં ધરબાયેલું હતું.તેનું વાણી સૌંદર્ય પુરુષોને પંસંદ આવે તેવું લસરતું,અને એવું રસઝરતું લેખન.સાહિત્યનાં ખાં સાહેબોને પણ આ વૈચારિક સૌંદર્ય વિશે વિચારવા મજબૂર કરે છે.જોબન અને કાયાનો ઉધાડ જોતા જ અષાઢી વરસાદ પછી આસમાન સાફ થાય અને ઠંડી હવા સાથે સ્વચ્છ આસમાન નજરે પડે ત્યારે જે અનુભૂતિ થાય તેવું લાગે.કોઇ પણ પ્રકૃતિપ્રેમી પુરુષ આ કુદરતનાં કારનામાને જોઇને પોતાની પ્રકૃતિ ભૂલી જાય.

કેશકલાપ,કપડા,અત્તર,ડીઓ,કાન નાકમાં પહેરવાનાં ખાસ પ્રકારનાં અલંકારો તેની પહેચાન બની ગયા હતા.લાંબાં એરીંગ પહેરવા એનો ખાસ શોખ હતો.જમણી બાજુ વિંધાયેલા નાકમાં સતત ચમકતો મોંધા ભાવના ડાયમંડનો દાણૉ તેના દેખાવમાં અનુપમ ભાત પાડતો હતો.

સ્ત્રીઓ પુરુષ કરતાં શ્રેષ્ઠ છે તે વિચારો સાથે થોડી અસહમતી પણ ખરી.પણ સ્ત્રીઓના હક્ક માટે પુરુષોને પછડાટ આપે તેવી લખાણશૈલી સમાજનાં બે ચહેરાવાળા પુરુષોને ક્યારેક વિચારવા મજબૂર બનાવતી.

આ બંગાળી કાયાનું સ્ટ્રકચર જોતા જ લાગે કે આ સામાન્ય કાયા નથી પણ કોઇ ઉચ્ચ પ્રકારની શારીરિક એન્જિનયરિંગ ટેકનોલોજીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જીન્સ,પંજાબી,સાડી કે વિલાયતી ડ્રેસ પણ સુધીનાં કોઇ પણ વસ્ત્ર પહેરે ત્યારે અનુપમાની ડ્રેસ સેન્સ વિશે ફેશન પરસ્ત લોકોને ચર્ચા કરવાનો એકાદ મુદ્દો તો મળી જ રહે.

ઘણીવાર સમીરનાં દોસ્તો,તેનાં ધંધાદારી મિત્રો વિચારતાં સામાન્ય બંગાળી ધરની ગુજરાતમાં જન્મેલી ગુજરાતી ભાષા પર જોરદાર પ્રભુત્વ ધરાવતી અનુપમાંનાં સમીર સાથે લગ્ન થયા પછી કંઇ રીતે આટલી બધી ખીલી છે?તેનું રહસ્ય શું છે?

સમીર પચાલ તો એન્જિનયરિંગ લાઇનનો માણસ.સાહિત્ય સાથે કોઇ સ્નાનસુતકનો સંબંધ નહી.છતાં પણ બંગાળી વાધણ સમીર પાસે બકરી જેવી બની જતી.જે એક ચર્ચાનો વિષય હતો.ક્યારેક સમીરનાં ધરે મિત્રોની મહેફિલ જામતી ત્યારે અનુપમાં સમીરની દાસી હોય એ રીતે સમીરનાં એક એક બોલ જીલવા આતુર રહેતી.અનુપમાની રસોઇ બનાવવાની માસ્ટરી એટલે મીસ્ટી મીસ્ટી,ખટ્ટી ખટ્ટી.સમીરનાં મિત્રોની પત્ની ના છુટકે અનુપમાનાં આ રસોઇનાં સહિત્ય પર વિચારવાં મજબૂર કરી દેતી.

લેખિકા હોવાથી અનુપમાને પહેલેથી નવા નવા માણસોને મળવાનું આકર્ષણ પણ ખરૂં અને મળતાવડૉ સ્વભાવ પણ કારણભૂત બનતો.સમીરની વટવાની ફેકટરીના ટ્રેઇની એન્જીનયર આશુતોષ બોઝની નાની બહેન અનુપમાએ અઢાર વર્ષની ઉમરે પહેલું પુસ્તક લખેલું ત્યારથી સમીરની ઓળખાણ અનુપમાં સાથે થઇ હતી.

વાત જાણે એમ હતી કે,પાર્થ પ્રકાશનાં માલિક રસિકભાઇ સમીરનાં મામા થતા હતાં.અઢાર વર્ષની લેખિકાનો પરિચય સમીરે એના રસિકમામા સાથે કરાવ્યો હતો.કદી પણ પુસ્તકોને હાથ ના લગાડનાર સમીરે પહેલીવાર અનુપમાની કૃતિ વાંચી હતી.તે દિવસથી સમીરને લાગ્યુ હતું કે એન્જિનયરિંગની દુનિયા સિવાય એક એવી દુનિયા છે,જેમાં હયુમન એન્જિનયરિંગ નામનું નવું પરિમાણ છે.માનવીઓનાં મગજનું અક્ષરો થકી લાગણી અને ભાવનાઓનું પ્રોડકશન કરતું હયુમન એન્જિનયરિંગ એટલે લેખન.

બસ…તે દિવસથી સમીરના દીમાગ અને નસેનસમાં અનુપમાં છવાઇ ગઇ હતી.અઢાર વર્ષની ઉમરે અનુપમાનું તેજાબી લખાણ જોતા સમીરને લાગ્યુ કે જે કૌવત અનુપમાની કલમમાં છે એવું કૌવત બીજી કોઇ બાયમાં નહી હોય.એ સમયે સમીરની ઉમર ૨૨ અને અનુપમાં ફકત ૧૮ વર્ષની.એ જોતા સમીર અવઢવમાં રહે છે.અને આમને આમ ત્રણ વર્ષનાં વ્હાણા વિતિ જાય છે.

એક દિવસ સમીનાં મમ્મી કહે છે,”સમીર!અમારા સખીમંડળે ત્રણ દિવસ માટેનાં કલ્ચરર પ્રોગ્રામનું આયોજન કર્યુ છે.જેમાં ગુજરાતની ખ્યાતનાંમ મહિલાઓનું સન્માન કરવાનું પ્રોયોજન કરેલ છે.તેમાં આશુતોષની બહેન અનુપમાં ઘોષનું પણ સન્માન કરવાનું નક્કી કરેલ છે.
“તો હું શું મદદ કરી શકુ છુ?”સમીર હસતા હસતા તેની મમ્મીને જવાબ આપે છે.

“બેટા….,રાત્રે અથવાં સાંજનાં સમયે જ્યારે ફ્રી થાય ત્યારે આપણે આશુતોષનાં ઘરે જઇને અનુપમાને આમત્રંણ દઇ આવીએ.”
“જી…માતારાણી..આપકા હુકમ સર આંખો પર.”આમ કહીને મમ્મી સાથે સમીર બાઅદબ જુક્યો.
મમ્મીની વાત સાંભળીને સમીર મનોમન ખૂશ થાય છે.વિચારે છે કે છેલ્લા ત્રણ વર્ષની અંદર અનુપમાને જોવાનો મોકો અલપ જલપ મળ્યો હતો.ત્રણ વર્ષ પહેલાની અનુપમાં નજરે પડે છે.અને મનોમન બોલી ઉઠે છે,”અનુપમાં જેવી રોસોગુલ્લા જેવી બંગાળી મીસ્ટી મળી જાય તો સમીરનો બેડો પાર થઇ જાય…સમીર બેટા તૈયાર થઇ જા.”
સાંજનાં સાડા છ વાગ્યે સમીર ધરે પહોંચે છે.નવા કપડા પહેરીને વ્યવસ્થિત તૈયાર થઇને નીચે ઉતરે છે.નવી લીધેલી હુન્ડાઇ કાર બહાર કાઢે છે.મમ્મીને સાથે લઇને સમીર આંબાવાડીના “સુમેરુ” બિલ્ડીંગનાં ચોથા માળે અનુપમાના ઘરે પહોંચે છે.
સમીર સાથે એનાં મમ્મીને જોઇને અનુપમાને અને એના માતા પિતાને હેરત થાય છે.અનુપમાંના પહેલા પુસ્તકનાં પ્રકાશક સમીરનાં મામા હોવાથી અનુપમાનાં માતા પિતાને સમીરનાં પરિવાર માટે અહોભાવ હતો.એના કારણે સમીરનાં મમ્મીનું આમત્રણ સહર્ષ સ્વીકાર કરે છે.
રસ્તામાં સમીર તેની મમ્મીને કહે છે,”મમ્મી!તમારા સખીમંડળમા કાર્યક્રમમાં મારે હાજરી આપવાની ઇચ્છા છે.”
“તો આવજેને બેટા,તારી મમ્મી જ કાર્યક્રમનો બધો ભાર સંભાળેે છે.મમ્મીનો જવાબ સાંભળીને સમીર મનોમન વિચારે છે.અનુપમાના ઘરેથી વિદાઇ લેતી વખતે જ્યારે અનુપમાની માતાએ સમીરનાં મમ્મીને ઉદેશીને કહેલું કે,”આ રીતે અમારા ધરે આવતા જતાં રહેજો.”ત્યારે સમીરનાં મમ્મીએ જવાબ આપ્યો હતો કે,”હવે જ્યારે અનુપમાના લગ્ન કરો ત્યારે અમે બધાં આવીશુ.”ત્યારે અનુપમાનાં ચહેરા સિવાય બધાના ચહેરા પર હાસ્ય હતુ.અને અનુપમાનાં ગોરા ચહેરા પર લાલાશ હતી.જે સમીરની ચકોર આંખોએ નિહાળી હતી.એ લાલાશમાં સમીરને એવું લાગ્યુ કે આ લાલાશનો રંગ પોતિકો લાગે છે!ત્યારે સમીરે અનુપમાને ઉદેશીને કહ્યુ,’હવે ક્યારે લગ્ન કરે અનુપમાં.?’

બસ….ત્યારે જ અનુપમાની રહસ્યમય ખામોશીમાં સમીરને જવાબ મળી ગયો.જતાં જતાં સમીરે કોઇને ના સંભળાય એ રીતે અનુપમાને કહ્યુ હતુ,”તું કહેતી હોય તો હું છોકરો શોધી આપુ-બંગાળી કે ગુજરાતી?”

સમીરને ફરી વિચાર આવે છે,’મર્દાના લેખિકા થઇને લગ્નની વાત આવતા અનુપમાં આટલી કેમ શરમાય ગઇ?’ફરી પાછો વિચાર કરે છે,’ઓહ…!!આ તો હજારો વર્ષ જુની હિંદુસ્તાની નારીઓની પેઢી દર પેઢી ચાલી આવતી પરંપંરા છે.’સમીર મનોમન હસ્યો.ચાલતી ગાડીએ સમીરનું મનોમન હસવું મમ્મીને નજરે ચડી ગયું.

સમીર આમ તો થોડો શરમાળ પ્રકૃતિનો માણસ,પણ અનુપમામાં કંઇક એવું જોયું કે તેની પ્રકૃતિ વિરુધ્ધ વર્તન કરવાં ફરજિયાત મજબૂર બનવું પડ્યુ..

એક વાર જો કોઇનાં નયન ઝૂકે
ગુજારીશું જિંદગી તેના સુખે દુઃખે

સમીર મનોમન નક્કી કરે છે કે લેખિકાને સીધેસીધો પ્રેમનો પ્રસ્તાવ કરવો કે કેમ?
કદાચ ઉલટું પરિણામ આવશે તો?આજે અનુપમાનું નામ થોડુ વજનદાર છે.માટે કંઇક એવું કરવું પડશે કે જેથી અનુપમાં જેવી મર્દાના સ્ત્રીને પણ મર્દ વિશે એક વાર વિચાર કરવાં મજબૂર બનવું પડે.સમીરને તેનાં જુનાં પ્રોફેસર ડોલરરાય પંડ્યાની યાદ આવે છે.મમ્મીને ઘેર ઉતારીને સમીર સીધો ડૉલરરાયને ઘરે પહોચ્યો.

ડોલરરાયને બધી હક્કીત જણાવી.સમીરની વાત સાંભળીને ડોલરરાયે કહ્યુ,’સમીર બેટા,આ અનુપમાં સામાન્ય છોકરી નથી.આજે અનુપમાં બહું નાની ઉમરમાં મોટું નામ ધરાવે છે.અને ‘બંગાણી વાધણ’ તરીકે પ્રખ્યાત છે.જોજે ક્યાક આડુ ન વેતરાય જાય એ ધ્યાન રાખજે.”
સમીર જવાબ આપે છે,”સર!તમે જે વિચારો છો એવું કશું જ બનવાનું નથી.મને લાગે છે કે આ બાબતે મારે આગળ વધવું જરૂરી છે..”
પ્રોફેસર સાહેબ કહે છે,’બોલ સમીર!હું શું કરી શકું છુ?’
સમીર જવાબ આપે છે,’સર…,તમે તો સાહિત્યનાં મોટા જાણકાર છો.માટે મને એક એવો પ્રસ્તાવ લખી આપો કે એ વાંચીને અનુપમાને એવું લાગવું જોઇએ કે તેનું પુરુષ વિશ્વ એક માત્ર સમીર પૂરતું જ મર્યાદિત છે.”

પ્રોફેસર સાહેબ સમીરની વાંત સાંભળી ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ,’સમીર….,હવે બરાબર આંટીમાં આવી ગયો છે.આ તો બધાય પ્રેમ ગાળિયા છે,જેના ગળે બંધાય ત્યારે ખબર પડે કે કેટલો મુંજારો થાય છે..?’

પ્રોફેસરનો જવાબ સાંભળીને સમીર પણ હસી પડયો,’સર!બે દિવસ પછી સખીમંડળનું ફંકસન છે.માટે આવતી કાલે રાત્રે હું તમારી પાસે આવીને બંધ કવરમાં પ્રસ્તાવ લઇ જઇશ,અને એક વાતનો ખ્યાલ રાખ જો,તમારા બંધ કવરમાં મારૂ વિશ્વ સમાયેલું છે.”
પ્રોફેસર હસતા હસતા બોલ્યા,’બેટા!કવર ખુલતાની સાથે જ તારૂં અને અનુપમાંનું વિશ્વ એક થઇ જશે.”

સમીર મનોમન ખૂશ થાતો ઘરે પહોચ્યો.આખી રાત અનુપમાનાં પાણીદાર સપનાં આવ્યા.અનુપમાનાં મેધધનુષી રંગ કરતાં પણ વધું રંગ વાળા આવ્યા.સવારે ઉષાની કેસરી લાલીનો સમીરનાં મોઢા ઉપર પડતા સ્વપનની દુનિયામાંથી બહાર આવ્યો.
આખો દિવસ ફેકટરીમાં વીતી જતાં સાંજે ડોલરરાયનાં ઘરે પહોચી અનુપમાને આપવા ડોલરરાય લિખિત પ્રસ્તાવ લઇને ઘરે આવે છે.

સખીમંડળ આયોજિત કાર્યક્રમમાં સમીર સમયસર પહોચી જાય છે.અનુપમા આવી ન હોવાથી સમીરનાં મમ્મી જાણી જોઇને કહે છે,’સમીર બેટા!અનુપમા હજુ નથી આવી.તુ કેમ આટલો વહેલો આવી ગયો.?’
સમીરનાં ચહેરાના ભાવ બદલાય છે.અને મમ્મીને કહે છે,’મમ્મી હું થોડો અનુપમાં માટે આવ્યો છુ.?હું તો મારી મમ્મીનાં ફંકસનમાં આવ્યો છુ.
સોરી બેટા!મને ખબર નહોતી’કહીને મમ્મી બીજા કામમાં લાગી ગઇ.

અનુપમાની સન્માન વિધિ પૂર્ણ થયા પછી અનુપમાએ આપેલું વ્યક્ત્વ એટલું ચોટદાર હતુ કે સ્ત્રીઓએ અને થોડા ધણાં પુરુષો જે હાજર હતા એ બધા એ સામુહિક રીતે વધાવી લીધુ.શબ્દો એટલા અસરકારક હતા.કે સમીર ઉભો જ રહી ગયો.જ્યારે બાકીના બધા બેસી ગયા હતા.જે દ્રશ્ય અનુપમાએ નોંધ્યું હતું.
અનુપમાએ બોલેલા અમુક અંશ તો સમીરનાં દીમાગમાં જડાઇ ગયા હતાં.
“આધુનિક સ્ત્રીઓ એમ જ માને છે કે અમો પુરુષ વિના ચલાવી લેશુ.આજ સુધી એવું બન્યું છે ખરૂ?કે એક પણ સ્ત્રીને કદી પુરુષનો વિચાર ના આવ્યો હોય!એ તો ઠીક….એ સ્ત્રીને પુત્રી તરીકે માતા જેટલો જ કદાચ માતાથી અધિક પ્રેમ પિતા એ આપ્યો હશે!માટે માતાઓ અને બહેનો,આપણું વિશ્વ ફક્ત સ્ત્રીઓનું નથી.અડધું પુરુષોનું છે અને કદાચ અડધાથી અધિક.
‘જ્યારે સામાન્ય ગૃહિણીઓ મળૉ છો ત્યારે મોટે ભાગે પતિઓની ખામીઓની ચર્ચા કરો છો.અરે!માનુનીઓ કદીક તો પતિઓનાં સારા ગુણૉની ચર્ચા કરતાં શીખો.અગર તમે સ્ત્રી છો તો શા માટે પુત્ર તમને વ્હાલો લાગે છે?તેનું કંઇક કારણ તો હશે જ?આખરે પુત્ર પણ પુરુષ છે.છે કોઇ સ્ત્રી પાસે આનો જવાબ?

“તમે પત્નીઓ ડગલેને પગલે પતિઓનો અવિશ્વાસ કરો છો…પણ તામારા કેટલાકના પતિઓ તમારો જેવો અવિશ્વાસ ધરાવે છે?અત્રે ઉપસ્થિત સન્નારીઓમાથી કોઇ સાચો જવાબ આપી શકશે?નહી આપી શકે!કારણકે લગ્નજીવન ભાંગવામાં એક પુરુષો જ જવાબદાર નથી.આપણે આપણે સ્ત્રીઓ પણ જવાબદાર છીએ.

અત્યાર સુધી લખાણો થકી સમીરનાં દિલમાં સમાયેલી અનુપમાને આજે પ્રત્યક્ષ સાંભળીને સમીરનાં દીમાગ પર કબજો જમાવી દીધો હતો.

અનુપમાને વિદાઇ આપતી વખતે સમીરે કવર આપતી વખતે ફકત અનુપમાને સંભળાય એ રીતે કહ્યુ,’આ કવર તારા માટે પર્સનલ છે માટે તું એકલી હોય ત્યારે જ ખોલીને વાંચજે.’

આટલું કહ્યાં પછી સમીરની જબાન પર બ્રેક લાગી ગઇ.અત્યાર સુધી ભાષણ આપતી વખતે જે ચહેરો લાલઘુમ હતો તે ચહેરા પર ગુલાબી સુર્ખી છવાઇ ગઇ હતી.ચાલાક અને બાહોશ લેખિકા અનુપમાં પૌરૂષિક નજરનો તાપ ન જીરવી શકી.એક હડબડાટથી પુરુષની એક નજર સ્ત્રીના સમગ્ર સ્ત્રીનાં અસ્તિત્વને ઉખેડી નાખે છે.અનુપમાં એક ધારદાર નજરથી સમીર સામે જુએ છે.સમીરની આંખોએ એક પણ પલક માર્યા વિના અનુપમાની નજરને વધાવી લીધી.ત્યારે અનુપમાની આંખો અનાયાસે નીચે ઢળી ગઇ.

અનુપમાએ રાત્રે બેડ પર સુતા સુતા સમીરે આપેલું કવર ખોલ્યુ.કવરમાંનાં કાગળનું લખાણ વાંચતાં જ ઓલિવ રંગની બંગાળી વાધણ કબુતરીની જેમ ફફડવા લાગી.

પંચોતેર વર્ષનાં ડોલરરાયે તેની યુવાનીનાં સમયનાં સ્મરણૉને આધુનિક બનાવી બંધ કવરમાં પૂરી સમીરનાં પ્રેમને સાહિત્યમય બનાવી નાખ્યો હતો.ન્હાનાલાલ અને રમણલાલ વ.દેસાઇનાં સાહિત્યનાં શોખીન ડોલરરાયનું લખાણ વાંચતાં અનુપમાની વંસત અડધી રાતે આવે છે.

“અનુપમાં ઘોષ”
કદાચ હવે પછી અનુપમાં ઘોષ જેવું લાંબુ નામ નહી બોલવુ પડે.તે આશાએ “તમને” સોરી
…તમને નહી તને લખેલો આ પત્ર મારા પ્રેમનો પ્રસ્તાવ છે.મારા જાણવાં પ્રમાણે અનુપમાએ સાહિત્ય સિવાઇ એક સાહસિક પુરુષનો વિચાર કરવો જરૂરી છે.કદાચ એ પુરુષ સમીર પંચાલ બનવાં માટે ક્ષમતાં રાખે છે.

તારો મર્દાના અંદાજ જોઇને પુરુષને શું થતું હશે તે તું સમજી શકે નહી.કારણકે,સ્ત્રીઓ તો પુરુષોનો મર્દાના અંદાજ જોઇને પીગળી જાય છે.માટે તું વિચાર કરજે કે મર્દાનાં પુરુષોને શું થતું હશે?કદાચ આ પ્રેમ તો નથીને..?

રૂપનો નશો તો દરેક રૂપગર્વિતાઓને હોય છે.તો આપને એવું લાગવું જોઇએ કે સાહિત્ય,રૂપ સિવાય એક નશા કરવાનો આદી બનવું જોઇએ.એ નશો છે પુરુષનાં પ્રેમ રસનો નશો.જે તમારા વિશ્વને સંપૂર્ણ બનાવે છે.તો આપને લાગતું નથી કે આ પ્રસ્તાવનાં આપને માટે આવકારદાયક હોવી જોઇએ.?

મારા જીવનની ગાડીમાં હું એન્જીન તો છુ.પણ એન્જીનને ધબકવાં માટે પેટ્રોલ જેવા
જ્વનલશીલ પદાર્થની જરૂર છે.જે પોતે બલીને બીજાનાં જીવનને ધબકતું રાખે છે.એ પદાર્થ બહું અનુપમ છે.કદાચ મને અનુપમાં મળી જાય તો એ અનુપમ પદાર્થ પણ મને મળી જશે.

અમારા પુરુષોનાં સમર્પણભાવનો ક્યારેક તો વિચાર કરવો જોઇએ.ન્હાનાલાલનું એક વાકય અત્રે લખેલુ છુ.
” પુરુષના સમર્પણે ક્ય્હા ઓછા છે?સારો ય દિવસ પ્રાણનો પરસેવો કરો છો,દુનિયાની દિવાલો વચ્ચે અથડાઓ છો,જનતાના ખડકો ઉપર પછડાઓ છો.તહ્મ્ને વાગતા હશે કે નહીં વાગતા હોય દેહને દેહીને સંસારના ઘા?ઉર્પાજી ઇર્પાજીને ધનના ઢગલા કરો છો,અમને શણગારો છો..પડળ પડ્યા હશે કો રૂપગર્વિલીને રૂપના તે પેખતી નહીં હોય પુરુષના સમર્પણ..વસાવૉ ઘડીક જુદા ગામમાં વરના મુલ્ય સમ જે …પુરુષદ્રોહી સ્ત્રીઓને પુરુષશૂન્ય સ્ત્રીનગરીમા વર્ષભર રહેવાની સજા ફરમાવો..પછી જુઓ મજા એ રૂપગર્વિલીઓની તાલાવેલીની…”

લોકો કહે છે કે એન્જીનયરોને શોખ નથી હોતા અને લેખકોને સુખ નથી હોતા.આવું તે કાંઇ હોતું હશે?મારો શોખ છે તારૂ સુખ અને તારૂ સુખ છે મારો શોખ તો શા માટે આપણે પ્રતિશોધ કરવી જોઇએ.અમે ઇજનેરો તો આપીને રાજી થઇએ છીએ.તમે જેના પર મુસ્તાક છો એ કલમ પણ ઇજનેરી કમાલ છે.તમારા દિલની ધડકન ધડકે છે એ પણ આ ઇજનેર સમીર પંચાલની છે.તમે લેખિકાઓ માટે કલમ,કાગળ અને છાપખાનાં સુધીનો તમામ વસ્તુઓ પણ ઇજનેરી કૌશલ્ય છે.જે તમારી કલમને ધારદાર બનાવશે.

પ્રેમની મૌસમ તો બારેમાસ,ચોવીસે કલાક,સાંઠ મિનિટ અને સાંઠ સેકન્ડ માટે હોય છે.મને રાહ જોવાની આદત નથી.તો જલદીથી પ્રેમનો એકરાર કરવો.તેમ હું નથી કહેતો.તમારા સાહિત્યકારો કહે છે.વળતો જવાબ મારા મોબાઇલમાં આપવાં માટે કલમની નહી પણ કહ્યાગરી કામિનીની જરૂર છે.

=સતત અનુપમાને ઝંખતો સમીર પંચાલ

રાત્રીના સાડાબાર  આસપાસ સમીરનો મોબાઇલ રણકે છે.અનુપમાનો અવાજ આવેે.”કી હોય સોમીરબાબુ!”

અનુપમાનો અવાજ સાંભળીને સમીર પથારીમાંથી ઉભો થઇ જાય છે અને હાથમાંથી મોબાઇલ પડી જાય છે.અને હાથમાંથી મોબાઇલ પડી જાય છે.મોબાઇલ ઉઠાવીને સમીર જવાબ આપે છે.”અનુપમા…હવે આગળ બંગાળી નહી બોલતી.”

“સમીર!મારી અઢાર વર્ષની ઉમરથી જ મારૂં પુરુષ વિશ્વ તું જ હતો.પણ આપણે બંનેી આ વાતને કબુલ કરવામાં ઘણૉ સમય લીધો.તું બહું શરમાય છે.
‘તુ તો શરમાળ નથી અનુપમા…તો શા માટે આટલો સમય લીધો?

અનુપમા કહે છે,હું લેખિકા છું.એટલે મારે પણ પ્રેમ અને વિરહ બંનેને માણવા હતા અને ન્હાનાલાલને શબ્દોને સાચા પાડવા હતા એટલે મારા સોમીરબાબુ!”

સમીર જવાબ આપે છે,ઓહ ! રોસોગુલ્લા આઇ લવ યુ.”

અનુપમાં કહે છે,”સમીર!અનુપમાનો પ્રેમ બહું ખર્ચાળ છે.પત્ની તરીકે અનુપમાં આથી વધું ખર્ચાળ સાબિત થઇ શકે છે!હું રૂપિયા ખર્ચવામાં કદી પાછીપાની નથી કરતી.મને મારી પંસંદગીની વસ્તુઓ પ્રત્યે સખત લગાવ છે.બિલકુલ તારી જેવો!!”

તારો સમય સારો ચાલે છે અનુપમા.કારણકે તું સમીર પંચાલને પ્રેમ કરે છે.તું મહિનામાં જેટલો ખર્ચ કરશે.એનાંથી હું સવાયું આપીશ.કારણકે ગુજરાતીઓને હારવાની આદત નથી.તે મારૂ દિલ જીત્યું છે.તારા માટે કચ્છ કાઠીયાવાડ અને ગુજરાત તારા પર કુરબાન,મારી મીઠડી બંગાલણ.”

“સમીર!ન્હાનાલાલનાં કહેવા મુજબ પ્રથમ નજરે તને જોયાં પછી લગાતાર ત્રણ વર્ષ સુધી હું પુરુષશૂન્ય વિશ્વમાં રહીં છું.એટલે હું તને ઝંખુ છુ.’અનુપમાના અવાજમાં કંપનો સ્પષ્ટ વર્તાછે જે સમીર પામી જાય છે.

“કેમ મારી મર્દાના લેખિકાને શું થયુ?”
“ઓગળી રહી છુ…પીગળી રહીં છુ…”
“પછી?”
“સમીર….સમીર…હું તારા માટે સંપૂર્ણ સ્ત્રી બની ગઇ છુ.સમીર આપણે એક મહિનાની અંદર ઝટપટ લગ્ન કરી લેવાં જોઇએ.
- નરેશ કે.ડૉડીયા  

(જીતાઇ નહી એવી સ્ત્રીને વશ કરવી હોય તો એનું અતિ સન્માન કરવું જોઇએ.એ જ ઇલાજ બાકી રહેતો હોય છે..રમણલાલ વ.દેસાઇ.) 
Advertisement

No comments:

Post a Comment