Aa Jindgi Che,Koi Rokai,Koi Jata Rahe Gujarati Gazal By Naresh K. Dodia

Aa Jindgi Che,Koi Rokai,Koi Jata Rahe Gujarati Gazal By Naresh K. Dodia
Aa Jindgi Che,Koi Rokai,Koi Jata Rahe Gujarati Gazal By Naresh K. Dodia
आ जिंदगी छे,कोइ रोकाइ,कोइ जाता रहे
जे आपणा थइ ना शके ए अलविदा थाता रहे

आ ओरडासम जिंदगीमा थाय अकळामण पछी
दीवाल पर माणस छबी थइ रोज टींगाता रहे

कोईमा भळवुं केटलुं अधरुं छे आ दुनियामां दोस्त
तेथी ज बीजाने मुलववामां सौ अटवाता रहे

आखुं जगत धीरे रहीने टेरवे आवी गयुं
संबंधना दरिया हवे बथमा समेटाता रहे

कैं राजकारणमां बधां कौंभांड थोडा थाय छे?
कौंभाड तो संबंधमां पण रोज सर्जाता रहे

तारी अने मारी वचाळे छे नही संबंध तोय
तुं जोइ ले!कीस्सा मजाना रोज चर्चाता रहे

इच्छा कदी बोजो गणी फेकीं शको तो जोइ शुं?
बोजो खभे लइ एक बीजा रोज अथडाता रहे

मध्या बनी पण मुग्धभावोमा सतत राच्या करे
मारी महोतरमां गझल वांचीने शरमाता रहे
-नरेश के.डॉडीया
આ જિંદગી છે,કોઇ રોકાઇ,કોઇ જાતા રહે
જે આપણા થઇ ના શકે એ અલવિદા થાતા રહે

આ ઓરડાસમ જિંદગીમા થાય અકળામણ પછી
દીવાલ પર માણસ છબી થઇ રોજ ટીંગાતા રહે

કોઈમા ભળવું કેટલું અધરું છે આ દુનિયામાં દોસ્ત
તેથી જ બીજાને મુલવવામાં સૌ અટવાતા રહે

આખું જગત ધીરે રહીને ટેરવે આવી ગયું
સંબંધના દરિયા હવે બથમા સમેટાતા રહે

કૈં રાજકારણમાં બધાં કૌંભાંડ થોડા થાય છે?
કૌંભાડ તો સંબંધમાં પણ રોજ સર્જાતા રહે

તારી અને મારી વચાળે છે નહી સંબંધ તોય
તું જોઇ લે!કીસ્સા મજાના રોજ ચર્ચાતા રહે

ઇચ્છા કદી બોજો ગણી ફેકીં શકો તો જોઇ શું?
બોજો ખભે લઇ એક બીજા રોજ અથડાતા રહે

મધ્યા બની પણ મુગ્ધભાવોમા સતત રાચ્યા કરે
મારી મહોતરમાં ગઝલ વાંચીને શરમાતા રહે

-નરેશ કે.ડૉડીયા
Advertisement