"मीरा याज्ञीक की डायरी" बिंदु भट्ट की कीताब - Article By Naresh K. Dodia


 "मीरा याज्ञीक की डायरी" बिंदु भट्ट की कीताब - Article By Naresh K. Dodia
 "मीरा याज्ञीक की डायरी" बिंदु भट्ट की कीताब - Article By Naresh K. Dodia   
 આપણા ગુજરાતી સહિત્યમાં અમુક વિષયો આજની તારીખે પણ વણખેડાયેલા છે.ગુજરાતી સાહિત્યને મર્દાના અંગેજી લેખિકાઓ જે રીતે અંગેજી સાહિત્યને ખેડયું હોય તેવું દ્ખાતું નથી.કદાચ એક કારણ બીજી પણ હોય શકે-ગુજરાતી પુરુષોની માનસિકતા !

ગુજરાતી સાહિત્યના દરેક દસકામાં જોઇએ તો બેથી પાંચ લેખિકાઓ આવતી રહે છે અને ભૂલાઇ જાય છે.છેલ્લા થોડા વર્ષોથી કાજલ ઓઝા વૈધ નામની સાહિત્યકારાએ જમાવટ કરી છે. અમુક અમુક જગ્યાએ “લેડી બક્ષી”નું તત્વ ઝળકતું જોવા મળે છે.

આ સાહિત્યમાં જે વિષય ઉપર વણખેડાયેલો છે તે છે-સમલૈંગીકતા.સ્ત્રી અને સ્ત્રી,પુરુષ અને પુરુષના સંબધો. સ્ત્રી અને સ્ત્રીના સંબધ વિશે બિંદુ ભટ્ટની લધુનવલ.’મીરાં યાજ્ઞિકની ડાયરી’નામનું પુસ્તક ગુજરાતી સાહિત્યમાં એકલવ્ય છે.

શરીર પરના સફેદ ડાઘવાળી સ્ત્રીની વેદનાની ચરમસિમા હોય છે.બસમાં જે સીટમાં એ બેસે છે તેની બાજૂમાં ભાગ્યે જ કોઇ બેસે છે..એક સ્ત્રી,તે લાચાર નથી.

હ માત્ર અન્ન માંગતો નથી.દેહને ખિલાવટ જોઇએ છીએ.એમાં પણ સ્ત્રીનું શરીર.ઇશ્વર કે સૃષ્ટીના સર્જનહારનું શ્રેષ્ઠતમ સર્જન-સ્ત્રીનું શરીર.એ સ્ત્રીનું શરીર જ્યારે તલસે છે.વલખા મારે છે.તડપે છે.ઉછાળા મારે છે.અભિવ્યકિતનું શ્રેષ્ઠતમ ઉદાહરણ એટલે બિંદુ ભટ્ટનું,”મીરાં યાજ્ઞિકની ડાયરી.”

સાહિત્યકારા લખે છે,’બધું જ મળીને રાખ થઇ જશે ચિતામાં…સિવાય કે મારા હોઠ ને આ ટેરવા…આ તરસની ક્યાય તૃપ્તી નથી.’ ‘આ મારો સુપિરિયોરિટી કોમ્પલેકસ તો નથી બોલતો ને ! એમ હોય તો પણ,તે બરાબર નથી.ગ્રથિ કોઇ પણ હોય,એ તમને ગુમરાહ કરે છે.’

‘મને લાગે છે કે હવે આ સ્ત્રી પુરુષના વાડાથી ઉપર ઉઠીને નિર્ભેળ મનુષ્યત્વની પ્રતિષ્ઠા કરવાની જરૂર છે.એમાં સ્ત્રીએ સ્ત્રીત્વ વટાવવાની વૃતિ છોડવી પડશે.પોતાની જાતને પુરુષની જુદી નહીં માનીને પહેલ કરી શકાય.’

‘સાંભળ્યુ છે કે અપેક્ષાઓ પણ પ્રિય પાત્રને પકડી રાખવાનું માધ્યમ છે.આગળ જતાં’પાત્ર’ રહે છે,’પ્રેમ’નહીં.’

‘મેં પીધા એની નાભિના ઉંડાણ..દુર દુર ખેંચી જતાં,રોમરોમથી જકડી લેતાં,વીંટળાયને વળતાં જંગલી વેલાની જેમ..મારતે ઘોડે દોડતાં શિકારીની બેફામ ગતિમાં અમે..એક વંટોળ ઉઠતો,ડાળીઓ ગુંથાય જતી,થડમાં જતો લાવા.મહેકીને મસળાય જતાં ફુલો..ભર વરસાદમાં ભીંજાતા,ઝાપતા ઝીલતાં પડયા રહેતાં વળગીને એકબીજાને..ફુંલાત.. ચુમી લેતા એકમેકના સ્તનો…તળાવના તળીયેથી વારેવારે સપાટી ઉપર આવતિ માછલીઓ જોવાં અમે….’

ગુજરાતી સાહિત્યકરા બિંદુ ભટ્ટે આ કૃતિમાં વેદનાઓને તિરસ્કૃત કરતી નહી,પણ વેદનાઓને એક કથ્ય તથ્યમાં વર્ણવવાની જાનદાર કોશિશ કરી છે,અને બિંદુ ભટ્ટની આ કોશિશ એક પરિણામ લાવી છે.

સાહિત્યની ચરાહગાહમાં અંસખ્ય આખલાઓ ચરતા હોય અને એકાદ બે ગાયોનું આગમન થાય અને તમામ ચરતા આખલાઓનું મુખ ઉંચું થઇને હવાને સુંઘવાને કોશિશ કરે છે,અને તમામ આખલાઓ જે ગંધના આદી હોય છે તેને બદલે કંઇક અલગ પ્રકારની ગંધ આખલાઓના નાકમાં પ્રવેશે એટલે આખલાઓનો જુસ્સો ટૂટી જાય છે.આ ગાયો આરામથી સાહિત્યની ચરાહગાહ પર ચરે છે.કોઇ આખલો આ ગાયો પાસે જવાની હિમ્મત કરતો નથી. તેવું જ આ બિંદુ ભટ્ટની કૃતિનું છે.આ કૃતિના વિષયને સ્પર્શ કરવાની કોઇ પણ પુરુષ સાહિત્યકારે હિમ્મત કરી નથી.

બે શરીરના મિલનની વાતો છે પણ વિલાસ નથી વેદનાઓ છે.બે શરીરના મિલન વખતના આવતા અવાજોની ખુમારી નથી પણ એક અજાણી ખામોશી છે.દિલને ચીરી નાંખે તેવી કસક છે.

સાહિત્યકારા લખે છે,’શીયાળાની રાત બહું જલ્દી ‘રાત’લાગવા માંડે…એમાં ય જો એકલતા ઘેરી વળે તો બિહામણી પણ લાગે.’ ‘સંભવ છે આ અમારા સંબધની પ્રગાઢતાનું જ એક ડાયમેન્સન હોય..કે પછી ડાયવર્ઝન ? પરંતુ ઘણીવાર એવું કેમ બને છે કે તીવ્ર ભાવાવેગની અભિવ્યકિત માટે શબ્દને બદલે સ્પર્શનો સાથ જોઇએ ??’

 ‘તો શું કોઢને કારણે મારું ભુખ્યુ મન વૃંદા તરફ વળ્યું હશે ?પરંતુ મને ક્યારેય નથી લાગ્યું કે હું બીજા કરતાં ઉણી છું…કયારેક તો ‘પેલી’ સ્ત્રી જાગતી હશે.’

‘હું અહીં રાહ જોતી તેનું કાંઇ નહીં ?’કહેતાં મેં જોયું તો એ કપડા બદલતી હતી.ઉઠીને હું એને વળગી પડી..’તું છોકરી મને પાગલ કરી મુકીશ…’ઓહ..ફરી એક વાર ધક્કા સાથે ફેંકાય ગયા,ઉછળતાં પ્રવાહ પર ..હાલક ડૉલક…અવશ અમારા શરીર એકબીજાને ફંફોસતા,ભીંસાતા-ભીંસાતા..કેટલાય મોજાના ચઢાણ ચઢતા-ઉતરતા ઓગળ્યે જતાં હતાં…અને એની તરસ હતી આંધળીભીત….

આ કૃતિમાં અક્ષરે-અક્ષ્રરનું થ્રી-ડાયમેન્સન પરિમાણ છે.એક સ્ત્રીની ખામોશ આંખોમાંથી નીકળતા લયબધ્ધ રીતે ઝંકૃત થતાં અરમાની ભાવો.જેની અભિવ્યકિત ઉચ્ચતમકક્ષા સાહિત્યકારા બિંદુ ભટ્ટની કલમમાંથી લસરતી ગઇ છે.

સાહિત્યકારા આગળ લખે છે,’મારી આંગળીઓ આપોઆપ એના ચહેરાને ટ્રેસ કરવા લાગી.એની સુડોળ ભ્રમર,મોટી આંખોને ઢાંકતી લાંબી પાંપળ,અણિયાણુ નાંક,માંસલ હોઠ… હું એનાં હોઠ ચુમવા ઝુંકી ત્યા મને હાથતાળી આપતા એણે મારા સ્તન ચુમી લીધા..મારા હાથ ભારે થતા જતાં હતાં.કેડના વળાકમાંથી કશુંક આળસ મરડીને ઉભું થતું હતું.

પુરુષ લેખકોમાં મુનશી,મેઘાણીથી લઇને બક્ષી સુધીના લેખકોએ સ્ત્રી સૌંદર્ય,સ્ત્રીના અંગ વર્ણનો,સ્ત્રીના શણગારને વાંચા આપવા માટે પોતાની કલમને અરબી અશ્વની જેમ બે-લગામ દોડાવી છે. …પણ જ્યારે એક સ્ત્રી લેખિકા બીજી એક સ્ત્રીનું વર્ણન કરે ત્યારે લેખિકાનું સ્ત્રીત્વ વચ્ચે આવી જાય છે.

‘ સાંજે વૃંદા આવી ત્યારે હું ખૂરશી પર બેસીને વાંચવાનો પ્રયત્ન કરતી હતી.પીઠ પથરાયેલા નિંતબપુર વાળ અને પેરટગ્રીન બેકગ્રાઉન્ડ પર હળદર પીળા રંગની બોર્ડરવાળી મમ્મીની અતિ પ્રિય એવી સિલ્કની સાડી.મુડને કંઇક ઠેકાણે લાવવા કરેલો ઠઠારો….! ‘આથમતા સુર્યના રેશમી અજવાળામાં ડોલતું રાયનું ખેતર..’

આ પુસ્તકની પ્રથમ આવૃતિ ૧૯૯૨માં બહાર પડી હતી,ત્યાર બાદ ૧૯૯૬ અને ૨૦૦૩માં દ્રિતિય અને તૃતિય આવૃતિ બહાર પડી હતી.તેના ઉપરથી આ પુસ્તકની લોકપ્રિયતાનો અંદાજો આવી જાય છે.

સાહિત્યના બાગમાં અનેક વાંકી નાળિયેરીના ઝાડ ઉભા છે એ બધા નર-વૃક્ષો છે.ક્યાંક એકાદ બે એ નરનાળિયેરીથી થોડા અલગ દેખાતા નાજૂક પ્રકારના વૃક્ષો છે એ માદા નાળિયેરીના છે.
- નરેશ કે.ડૉડીયા    
Advertisement

No comments:

Post a Comment