द्रोपदी एवी नारी हती जे भगवान श्रीकृष्णनां देवत्व सामे टक्कर लइ शकती हती Gujarati Article By Naresh K. Dodia


द्रोपदी एवी नारी हती जे भगवान श्रीकृष्णनां देवत्व सामे टक्कर लइ शकती हती Gujarati Article By Naresh K. Dodia
द्रोपदी एवी नारी हती जे भगवान श्रीकृष्णनां देवत्व सामे टक्कर लइ शकती हती Gujarati Article By Naresh K. Dodia

पूराणॉमां जो मने सौथी वधुं स्त्री पात्रो होय तो द्रोपदी अने राधा.आम जुओ तो बंने भगवान श्रीकृष्णनी परम सखीओ हती,पण ज्यारे द्रोपदी-कृष्णनी मैत्रिनो उल्लेख आवे छे त्यारे पुराणॉ द्रोपदीना परम सखा तरीके उल्लेख जोवा मळे छे.ज्यारे राधानो उल्लेख आवे त्यारे कृष्णनी परमसखी तरीके उल्लेख आवे छे.


પૂરાણૉમાં જો મને સૌથી વધું સ્ત્રી પાત્રો હોય તો દ્રોપદી અને રાધા.આમ જુઓ તો બંને ભગવાન શ્રીકૃષ્ણની પરમ સખીઓ હતી,પણ જ્યારે દ્રોપદી-કૃષ્ણની મૈત્રિનો ઉલ્લેખ આવે છે ત્યારે પુરાણૉ દ્રોપદીના પરમ સખા તરીકે ઉલ્લેખ જોવા મળે છે.જ્યારે રાધાનો ઉલ્લેખ આવે ત્યારે કૃષ્ણની પરમસખી તરીકે ઉલ્લેખ આવે છે.

આધુનિકામાં પણ આધ્ય કહી શકાય એવી મહાન સ્ત્રીઓ આજે પણ ઇતિહાસમાં અમર છે.બંનેના જીવનચરિત્ર એક સામાન્ય ઘરખ્ખુ ગૃહિણીથી તદ્દન ઉલટા છે.સામાજિક રીતિરીવાજોથી ઉલટી દિશામાં આખું જિવન વહેતું જોવા મળે છે,બંને મહાન સ્ત્રીઓનાં જીવનકાળમાં.

પાંચાલી કહેવાતી દ્રોપદી પાંચાલ પ્રદેશનાં રાજા દ્રુપદની પૂત્રી હતી.દેખાવે બહું રૂપાળી નહોતૉ.એ ઘંઉંવર્ણી કે શ્યામાં હતી,એના કેશ નિંતંબ સુધી લાંબા હતાં.તેની ચાલવાની છટામાં સ્ત્રીસહજ લજ્જાને બદલે સ્ત્રીગર્વ દેખાતો હતો,એક એવું વિલાશી સૌંદર્ય હતું,જે પહેલી વખતે જોતા,સામાન્ય લાગે પણ એક વાંર એ આંખમાં પરોવાઇ જાય તો અસામાન્ય બની જાય.તેની બોલવાની છટ્ટામાં નારી સહજ કોમળતાનાં ભાવને બદલે ઘનુષ્યટંકાર જેવો રણકાર થતો હતો.

પુરાણૉમાં પુરુષો ફાવે તેટલી પત્નીઓ રાખી શકતાં હતાં એવો ઉલ્લેખ આપણાં મોટાભાગનાં પૂરાનૉમાં જોવા મળે છે,પણ આજ સુધીનાં હિંદુસ્તાની ઇતિહાસમાં પાંચ પતિઓની સહિયારી પત્ની દ્રોપદી એકમાત્ર અપવાદ છે.

એ દ્રોપદીમાં એવી કંઇ શકિત કે કલા હશે કે મહાબાહુંઓ કહેવાતાં પાંચે પાંડવોને પોતાનાં વશમાં રાખી શકતી હતી,અને પાંચો પાંડવો એનો પડ્યો બોલ જીલવાં તૈયાર રહેતાં હતાં.શાસ્ત્રનાં અનૂસાર દ્રોપદી સતી હતી.

મહાભારતમાં નિયોગપ્રથાનો ઉલ્લેખ છે.’નિયોગ’એટલે જે પતિ દ્રારા એમની પત્ની ગર્ભવતી ના બની શકે એ પત્ની અન્ય પુરુષ સાથેનાં સમાગમ ગર્ભવતી બને એ પ્રથાને નિયોગ કહેવાઇ છે.કુંતિનાં પાંચે પાંડવ,વિચિત્ર વિર્યની અંબા,અંબાલિકા અને દાસીના,ધૃતરાષ્ટ્ર,પાંડુ અને વિદુર જેવા પાત્રો આ નિયોગ પ્રથાને કારણે જ્ન્મ પામ્યાં હતાં.નિયોગપ્રથા આજનાં જમાનાની,જે વિર્યબેંક જેવી ઉદાતસેવા ગણવી પડે.

ભગવાન શ્રીકૃષ્ણ દ્રોપદીનાં પરમસખા હતાં.દ્રોપદી, યાજ્ઞસેની સિવાઇ કૃષ્ણા તરીકે પણ ઓળખાતી હતી.દ્રોપદી વેદવિધ્યા,રાજનીતિ,કુટિલતા,સાહિત્યનું ઉચ્ચતમ જ્ઞાન ધરાવતી હતી.દ્રોપદીના અભિમાનની વાતો મહાભારતમાં જોવા મળે છે.કહેવાઇ છે કે દ્રોપદીના અભિમાનને ભગવાન શ્રીકૃષ્ણ પોસતા હતાં.

એનો પુરાવો છે,જ્યારે દ્રોપદીનો સ્વયંવર હતો,ત્યારે કર્ણનો વારો આવે છે.જેવો કર્ણ મત્સયવેધ માટે ઉભો થાઇ છે ત્યારે દ્રોપદીને કર્ણને એમ કહીને રોકે છે કે-‘આ સ્વયંમવર ક્ષત્રિયો માટે છે અને અંગનરેશ કર્ણ સુતપુત્ર હોવાથી એ સ્વયંમવરમાં ભાગ નહીં લઇ શકે.

હક્કીત ત્યારે એ હતી કે દ્રોપદીને એમ હતી કે જો કર્ણ મત્સયવેધ માટે ઉભા થશે તો જરૂર એ મત્સયવેધ કરશે અને મારે કર્ણને વરવું પડશે,એ સમયે દ્રોપદીને એમ હતું કે આમ કરવાંથી ખુદ ભગવાન શ્રીકૃષ્ણ ઉભા થશે અને મત્સયવેધ કરશે.પણ ભગવાને એવું કરવાને બદલે બ્રાહ્મણવેશે આવેલા અર્જૂન પાસે મત્સયવેધ કરાવ્યો,પછી દ્રોપદીને ખબર પડી કે એ કુંતિપુત્ર અર્જુન છે.

દ્રોપદી એ પછી સાથે જાય છે અને પાંચ પાંડવોની સહિયારી પત્ની બનવું પડે છે,એ કથા તો બધા જાણે છે.ત્યારે દ્રોપદી વિચારે છે કે ,’પાંચ પુરુષોની પત્ની બનવું એ કેવા દુર્ભાગ્યની વાત!!?સમગ્ર ભારતવર્ષમાં આવું દુર્ભાગ્ય મારા સિવાઇ કોઇને મળશે નહી અને કોઇને મળશે પણ નહી.અભિમાનથી પોકારી ઉઠી હતી-સમ્રાટ દ્રુપદની પુત્રી હું યાજ્ઞસેની!!

ખરેખર તો દ્રોપદી ભગવાન શ્રીકૃષ્ણને મનોમન ચાહતી હતી.શ્રીકૃષ્ણની સિધ્ધિઓ અને વિજયોને કારણે સમગ્ર ભારતવર્ષ તે સમયની વિરતાઓ કૃષ્ણનાં પરાક્રમો સામે ઝાંખા પડતા હતાં.દ્રોપદીએ સાંભળ્યું હતું કે કૃષ્ણ તો યોગેશ્વર છે,કામવિજેતા છે, અને છતાં પણ તરૂણીઓને આંનદ આપવામાં સદા તત્પર રહે છે.આ બધી વાતો દ્રોપદી એ મહર્ષિ ગાર્ગેય અને વેદવ્યાસ પાસેથી સાંભળી હતી.

દ્રેપાયન સાથે ચર્ચા કરતી વખતે જ્યારે વાસુદેવ કૃષ્ણની વાતો થતી ત્યારે દ્રોપદી કૃષ્ણમય બની જતી હતી.એક વાર દ્રેપાયન દ્રોપદીને પુછે પણ છે,”તું કૃષ્ણને ચાહે છે…સાચું બોલ તું વાસુદેવને ચાહે છે ને કૃષ્ણા..?

આ સાંભળીને તંદ્રાવસ્થામાં બહાર આવેલી દ્રોપદીને દ્રેપાયન આગળ બોલે છે,” જે કૃષ્ણને ચાહે છે તે મુમુક્ષુ છે,જે કૃષ્ણ ને ચાહે છે એને કૃષ્ણ પણ ચાહે છે.તું એની સખી બની રહેજે,તેની પ્રિય સખી,તેના માર્ગે ચાલજે.શ્રીકૃષ્ણ તને એવી સંપતિ આપશે,જેનો નાશ કરવાની કોઇ પણની શકિત નથી,તું વિશ્વની સર્વોપરી નારી બનશે,યુગો-યુગાન્તર સુધી તારી કિર્તીની યશગાથા ગવાશે

એ પછી દ્રોપદી શ્રીકૃષ્ણને મળે છે ત્યારે શ્રીકૃષ્ણને કહે છે કે,”આર્યસંસ્કૃતિમાં આજ સુધીં કોઇ નારી પાંચ પતિઓને વરી છે?

ત્યારે કૃષ્ણ જવાબ આપતા કહે છે,”પરંપરા તોડવા માટે,નવા મુલ્યોની સ્થાપના કરવાં માટે કોઇકે તો આગળ આવવું જ પડે,પાંચાલી!”

દ્રોપદી કહે છે,”તો આવાં મુલ્યોની શરૂઆત મારાથી જ શા માટે?”

“કારણ કે તારામાં એ શકિત અને વિલક્ષણતા છે.”શ્રીકૃષ્ણ જવાબ આપે છે.

દ્રોપદી ગુસ્સે થઇને કૃષ્ણને કહે છે,”હું તમારી નીતિને અનૂસરવાં તૈયાર નથી.શ્રીકૃષ્ણ કહે તેમ મારે કરવાનું..?હું નારી છું.મારા નારિત્વને ઓળખું છું.ઇતિહાસમાં હું હાંસિપાત્ર બનવા માંગતી નથી.તમે કહો તેમ પાંચ પાંડવોને વરીને હું જગતનાં ઇતિહાસમાં અમર બની જાંઉ..?પણ મારા નારિત્વનાં ભોગે હું અમર બનવાં માંગતી નથી.મારો આ નિર્ણય સાંભળી લીધો,વાસુદેવ…..હવે આપ જઇ શકો છો..!”

જતાં જતાં દ્રોપદીને કૃષ્ણ શાંતભાવે પુછે છે,”કૃષ્ણા!તું શું ઇચ્છે છે?”

દ્રોપદી થોડું વિચારીને જવાબ આપે છે,”મારી જે ઇચ્છામૂજબ ના થતું એટલે,મત્સયવેધ અર્જુને કર્યો હતો એટલે હું અર્જુનને વરીશ.”

શ્રીકૃષ્ણ પ્રત્યતુરમાં કહે છે,”તું શું ઇચ્છતી હતી અને તને શું મળ્યું એ બધું હું જાણું છું,કૃષ્ણા..તું મને વરવાં ઇચ્છતી હતી.મત્સયવેધ મારા માટે સહજ કહેવાઇ.પરંતું હું તને દ્રારીકાનાં સુર્વણ-પિંજરની સારિકા બનાવવાં ઇચ્છતો નહોતો.

દ્રોપદી અચરજભાવે કૃષ્ણ સામે જોઇને બોલે છે,”સારિકા!?”

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપે છે,”દ્રારીકાના સુર્વણમહાલમાં અત્યારે અનેક સારિકાઓ છે.રૂકિમણી,મિત્રવૃન્દા,જામ્બવંતી,કાલિન્દી,સત્યા અને હેમવતી..આ બધી સારિકા નથી તો શું છે? એ બધી પોતાની આત્મગૌરવ ખોઇ બેઠી છે.જે નારીઓ લગ્ન પછી વરઘેલી બની જાય અને ભૌતિકસુખમાં આળૉટવા માંડે.જે નારીઓ દેહસુખને સર્વોપરી ગણે છે અને નારિત્વને ભૂલી જાય.એ બધી સારિકાઓ નથી તો બીજૂં શું છે?

કૃષ્ણા,મે તારી અંદરનાં નારિત્વને ઓળખ્યું છે.એ માટે જ માટે જ તને મારી પત્ની બનાવાં ઇચ્છતો નહોતો.તને સારિકા બનાવવાં ઇચ્છતો નહોતો.તારો હુંકાર,તારો અંહકાર,તારો મદ,તારો ગર્વ,તારો તાપ,તારો ક્રોધ,અગ્નિશીખા જેવો તારો દેહ,તારા કોમાર્યનો પરિમલ,તારું સતીપણું,તારી નિર્ભયતાં,પુરુષોને ડરાવતા અને સંમોહિત કરે એવા નેત્રો .આ બધું માત્ર તારા એકમાં જ છે.તારામાં દેવીત્વ છે.મે તારામાં સાક્ષાત દેવીદુર્ગાનાં દર્શન કર્યા છે.હું તને સદા મારી પ્રિય સખી બનાવવાં માંગું છું.તું ભૂકંપ સર્જવાને માટે સક્ષમ છે.તારામાં યુગ પલટો કરવાની શકિત છે.તું કૃષ્ણને નહી પણ કૃષ્ણત્વને પામ..કૃષ્ણા..!!!

કૃષ્ણ સામે દ્રોપદી વધું ગુસ્સે થઇ ગર્જી ઉઠી,”મારે પાંચે પુરુષોને પતિ તરીકે સ્વીકારવાના..!! વાસુદેવ,તમે મને વેશ્યા સમજો છો..?

શ્રીકૃષ્ણ એકદમ શાંતભાવે દ્રોપદીની આંખમાં આંખ મેળવીને કહે છે,”યાજ્ઞસેની,અનાર્યો જેવી ભાઆ ના બોલો..તમે પંડીતા છો,વેદો-ઉપનિષદો અને સંહિતાની જાણકાર છો.હું પણ જાણું છું.બહું પતિત્વ અર્નાયોની પ્રથા છે.

કૃષ્ણની દ્રષ્ટિનો તાપ ના જીરવાતા દ્રોપદી નીચું જોઇને કહે છે,”ક્ષમા કરો વાસુદેવ!હું રાજનીતિની સોગઠી બનવાં માંગતી નથી.”

શ્રીકૃષ્ણ દ્રોપદીની હડપચીને પોતાનાં હાથથી ઉંચી કરી અને આંખ સામે આંખ મેળવીને કહે છે,”કૃષ્ણા,મારી પ્રિય સખી!તને વાલ્મિકીની સીતા બનાવવી નથી.દેવમંદિરમાં તારી પૂજા કરાવવી નથી.તને મહાભારતની અમર નાયિકા બનાવવી છે.એક રણયજ્ઞની ખપ્પર યોગીની બનાવવી છે.”

ઉપરોકત સંવાદો પર જોઇએ તો દ્રોપદીની એ કેવી નારી હશે કે ભગવાન શ્રીકૃષ્ણનાં દેવત્વ સામે ટક્કર લઇ શકતી.નારિત્વનો મહાકાય પરચો હશે.છતાં પણ શ્રીકૃષ્ણનાં સંમોહન સામે દ્રોપદીને ઢીલું પડવું પડ્યું.

મહાભારતનો સૌથી મોટો વળાંક અહિંયા આવે છે.જ્યારે પાંડવો કૌરવો સામેનાં ધૃતમાં દ્રોપદીને હારી જાઇ છે,ત્યારે દુઃશાસન દ્રોપદીને દુર્યોધનની સભામાં ખેંચી લાવે છે.ત્યારે તેના કેશ છુટા હતા.એને કચુંકી પણ પહેરી નહોતી.પોતાનાં બંને વક્ષને ફકત સાંળુથી ઢાક્યા હતાં.ત્યારે દ્રોપદીએ સભામાં બેઠેલા ભીષ્મ,વિદુર,ભુરીશ્રવા,આચાર્ય કૃપ,જયદૂધ,દ્રોણ,અશ્વત્થામા અને કર્ણ પર નજર નાંખી અને નીચી દ્રષ્ટિ કરીને પાંચે પાંડવોને જોયા અને કુદ્રષ્ટિ નાખતા દુર્યોધન પર એક નજર નાંખી.

અને દ્રોપદી સીધો દુર્યોધનને સવાલ પુછે છે,”મહારાજ દુર્યોધન,આ વાત સાચી છે કે હું તમારી દાસી છું.?

દુર્યોધન ખંધાઇથી જવાબ આપે છે,”તારા પાંચે પતિઓને પુછીને તું સત્ય જાણી શકે છે.”

ગુસ્સાથી લાલચોળ દ્રોપદી યુધિષ્ઠીર પર વેધક દ્રષ્ટિ નાંખી પુછે છે,”મહારાજ યુધિષ્ઠીર!તમે મને ધૃતમાં હારી ગયાં છો?..હવે હું ધૃતરાષ્ટ્રનાં પુત્રોની દાસી છું.?

નત મસ્તકે યુધિષ્ઠીર જવાબ “હા”માં આપી આગળ કહે છે,દાસીઓને પુછવાનો અધિકાર નથી,ધર્મ પણ આમ કહે છે અને ધર્મગ્રંથો પણ આમ કહે છે.”

ફુત્કારી ઉઠતા દ્રોપદી યુધિષ્ઠિરને સામે ત્રાડ નાખતા બોલે છે,”ધિક્કાર છે તમારા ધર્મને અને એ જ્ઞાનને,તમે કુંતિની કુખે જન્મયા જ શા માટે?ક્યાં ધર્મમાં એવું લખ્યું છે કે પત્નીને દાવમાં મુકી ને હારી જવી!તમારું ધર્મનું જ્ઞાન સાવ જડ શુષ્ક છે.કશા જ પરિણામનો વિચાર ના કર્યો.

તમારૂં જ્ઞાન,ધર્મ,પવિત્રતા,નારી ગૌરવ,તેની પવિત્રતા,તેનું સતીત્વ,આ બધું તમે એકી સાથે દાવ પર મુકીં દીધું..સંસાર શું કહેશે,એ વિશે તમે વિચાર્યું નહી?

દ્રોપદી ભીષ્મ પાસે જઇને કહે છે,”આ સારથી પુત્રએ મારું અપમાન કર્યું છે.તેને હણી નાંખો.આચાર્ય દ્રોણ,મહાબલી ભુરીશ્રવા,ભીમસેન,તમે આ કર્ણનાં ટુકડા કેમ નથી કરી નાખતા?

ભીષ્મ ત્રાડ નાખતા કહે છે,”પાચાંલી…..!

દ્રોપદી ભીષ્મને કહે છે,”હે મહાદેવ!આ હું શું સાંભળું છું?પિતામહ,તમારે મન નારી અને નારીત્વનું મૂલ્ય શું છે?તમે સ્વયંમ નારીઓને કદી ન્યાય કર્યો છે?તમારા મુખે ‘ધર્મ’શબ્દ શોભતો નથી.યાદ રાખજો પિતામહ!!!! કુરુવંશનું નિકંદન નીકળી જવાનું છે.

દ્રોપદીની વાતો સાંભળીને દુર્યોધન દ્રોપદી પર ગુસ્સે થઇને કહે છે,”તું દાસી છો,હવે તને બોલવાનો અધિકાર નથી.તું મારું ઉપવસ્ત્ર જ છો.

દુર્યોધનનો કટાક્ષ સાંભળી ભીમથી ન રહેવાયું,ભીમ ત્રાડ નાખીને દુર્યોધન કહે છે,”હું ભલે તારો દાસ છું,પણ મારી ગદાનાં પ્રહારથી તારા હાડકાનાં ચુરેચુરા કરી નાખીશ.”

દુશાસનને પણ ભીમ કહે છે,”તે પાંચાલીના કેશ ખેચ્યાં?તું કાયર છે,તે નારી પર હાથ ઉપાડ્યો.યાદ રાખજે!હું તારું રકત પી જઇશ.”

કર્ણ વચ્ચે પડતા ભીમને કહે છે,”યાદ રાખ ભીમ,તું અત્યારે દાસ છે અને તને બોલવાનો અધીકાર નથી.”

દુર્યોધનનો ભાઇ વિકર્ણ વચ્ચે પડે છે અને કર્ણને ચુપ રહેવાનો આદેશ આપે છે.વિકર્ણ દુર્યોધન અને આખી સભાને સંબોધીને કહે છે,”આ ધૃતની રમત અસંગત છે.પાંડવો તો સ્વયંમ એમની જાતને હારી ગયા હતાં અને દાસ બની ગયા હતા એટલે દાસ હોય એમને કુરુંવંશની કુલવધું પર હક્ક રહેતો નથી.એટલે પાંચાલીને દાવ પર લગાડવાનો અધિકાર નહોતો.કૃષ્ણાભાભી દાસી નથી,અને આ સુતપુત્ર કર્ણ કુરુવંશની કુલવધુંને દાસી કહે એ હું સહન નહીં કરી શકું.”

વિકર્ણ કર્ણને ઉદેશીને કહે છે,”કર્ણ!તું તો શ્વાનના મોતે મરવાનો છે.ધર્મનાં આંડબર નીચે બ્રહ્મચર્યને પોષતા પિતામહને પણ ધિક્કાર છે.એક કુલવધુંની મર્યાદા લોપાઇ ત્યારે ધર્મની વાત…એક સતીનું સતીત્વ નંદવાઇ ત્યારે ધર્મની વાત…જરા તો વિવેકબુધ્ધિ રાખો તમે બધા..આ શું માંડયું છે..?

કર્ણ ગુસ્સે થઇને વિકર્ણ તરફ ધસી જાય છે ત્રાડ નાખતા વિકર્ણને કહે છે,વિકર્ણ!તું કુરુંસામ્રાજયનો સેવક છો,તારી જીભ શાસનતળે બંધાયેલી છે અને તને સભામાં બોલવાનો અધિકાર નથી.તું એક વેશ્યાનો પક્ષ લઇને તારા ભાઇઓ સામે થાય છે,હું તને હણી નાખીશ .

આ દરમિયાન દુશીલાનો હાથ પકડીને ગાંધારીનું સભામાં આગમન થાય છે.ગાંધારી કર્ણને કહે છે…કર્ણ!તારી જીભ વશમા રાખ…તું અધમ ,દુષ્ટ અને પાપી છે.તું ચાંડાલ છે.તું સુતપુત્ર નથી પણ રાક્ષસ છે.નારી ભલેને વેશ્યા હોય પણ વેશ્યાને વેશ્યા કહીને સંબોધન ક્રરવું આ આર્ય સંસ્કૃતિમાં નથી આવતું.તે મારી પુત્રવધુંને વેશ્યા કહ્યું છે.તારો અંત નજીકમાં છે.તું રાધાનો પુત્ર નથી.તું કોઇ પીચાશ કે રાક્ષસનો પુત્ર છે..ખબરદાર!!હવે એક શબ્દ આગળ બોલશે તો…ભગવાન શંકરનાં સમ..મારી આંખેથી પાટા ઉતારીને તારો વધ કરી નાખીશ…સુતપુત્ર તું તારું આસન સંભાળ.

ગાધારી આગળ વધી દ્રોપદી પાસે જઇને એના માથા પર હાથ ફેરવે છે અને આશ્વાસન આપે છે.અને દ્રોપદીને કહે છે,”કૃષ્ણા!આ પાપીઓ પાસેથી,આ ચાંડાલો પાસેથી;આ નપુંશકો જેવા કુરુવંશીઓ પાસેથી,કહેવાતા એવા બ્રહ્મચારી પિતામહ પાસેથી,તું નારી ગૌરવની આશા રાખે છે.તારા પાંચેય પતિઓ ષંઢ છે.શા માટે ધૃત રમ્યાં? તે કે કુંતિએ એમને રોક્યા કેમ નહી? આ અંધકુરુસમ્રાટ અને દુર્યોધન પાસેથી ન્યાય માંગી રહી છો,જે અંધસમ્રાટ સદા પોતાના પુત્રોનું હિત જુવે છે અને તારા પાચેય પતિઓને ધિક્કારે છે એ લોકો તને શી રીતે ન્યાય આપી શકશે?

ગાંધારી દુર્યોધનને સંબોધીને કહે છે,”દુર્યોધન!હજું તું કુરુસામ્રાજયનો યુવરાજ જ છે,અને હું કુરુસામ્રાજયની મહારાણી છું અને મહારાજા જેટલો જ અધિકાર ધરાવું છું,મારો હુકમ છે અને આ બધું બંધ કરો અને આ પાંચેય પાંડવોને દાસત્વમાંથી મુકત કરું છું…પણ તેઓ ધૃતમાં હાર્યા અને રમ્યા એટલે એમને શિક્ષા અવશ્ય થશે માટે તેઓને સજા રુપે હુકમ આપું છું કે તેઓ કુરુસામ્રાજયની હદ છોડીને ચાલ્યા જાય.”

ત્યારે દ્રોપદી ગાંધારીને યાચના કરતા કહે છે,”દેવીમાં!અમોને કંઇક તો આપો,અમે રઝડતા ભીખારી બની જઇશું.”

ગાંધારી દ્રોપદીને ઉભી કરીને કહે છે,”કૃષ્ણા!તું ભીખ માંગે છે?તું તારું આત્મગૌરવ જાળવ,તારું સ્વમાન,પવિત્રતાને જાળવ.નારી જો આ બધું જાળવી રાખશે તો ગમે તેવાં સામ્રજયો એમની વક્રદ્રષ્ટિથી ઉથલી પડે છે.તુ કોણ છે? રાજ દ્રુપદની પુત્રી,મહા ધનુર્ધર ધૃષ્ટધુમની ભગિની!તું કુરુવંશીઓને નારીના ગૌરવનું ભાન કરાવી દે.”

આખી સભા એક શબ્દ બોલ્યા વિનાં ગાંધારીની વાણી સાંભળતા રહે છે.

ગાંધારી દ્રોપદી કહે છે,”કૃષ્ણા!તારે ભૌતિકસુખ ભોગવવા માટે ધન કે ભૂમિની લાલચ હોય તો તું અવશ્ય દુર્યોધન પાસે ભીખ માંગી શકે.”

ગાંધારીની વાણી સાંભળીને દ્રોપદી આત્મજ્ઞાન થાઇ છે.તેની ભાવનાઓ,તેનું નારીત્વ સઘળું એકી સાથે જાગી ઉઠે છે.દ્રોપદી આત્મવિશ્વાસ સાથે ગાંધારીને કહે છે…

“માતા!તમે મને જે જ્ઞાન આપ્યું તે વેદવિધ્યામાંથી પણ મને મલ્યુ નથી.મારા પરમસખા શ્રીકૃષ્ણ પાસેથી પણ મને મળ્યું નથી.માતા!તમે આજે મારી ત્રીજી આંખ ખોલી નાંખી છે.

સટીક…જાણે એમ જ લાગે કે આ પ્રંસંગથી પુરા મહાભારતની ધટનાઓનો બોજ દ્રોપદીના ખંભે આવી ગયો.હિંદુ સંસ્કૃતિનાં ઉતમ મહાકાવ્યોના બે યશસ્વી પાત્રો દ્રોપદી અને ગાંધારી આધુનિક નારીઓમાં આધ સમા લાગે છે.

યાજ્ઞસેની,કૃષ્ણા,પાંચાલી અને દ્રોપદી જેવા નામ ધરાવતી એક સ્ત્રી આર્યવંશી હિંદુકુળનું ગૌરવવંતું પાત્ર છે.

મહાભારત-પૃથ્વિકાળનું શ્રેષ્ઠ મહાકાવ્ય.આ મહાકાવ્યનાં આધારે કવિવર રવિન્દ્રનાથ ટાગોરથી લઇને મુનશી લઇને ગુણવંતશાહથી કાજલ ઓજા વૈધ સુધીના સાહિત્યોકારો પોતાની કલ્પનાંનાં રંગો ભરીને આ મહાકાવ્યની શોભામાં અભિવૃધ્ધિ કરતા રહ્યા છે અને છતાં પણ દર વખતે એમાં નાવિન્ય દેખાઇ આવે છે.એક અંનંતધારા જેવું જે સતત ખળખળતા તાજા નીર જેવું લાગે છે.જેને પીવાથી સતત પ્યાસ વધતી રહે છે.
અસ્તું
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment