Intejaar Gujarati Kavita By Naresh K. Dodia

Intejaar Gujarati Kavita By Naresh K. Dodia
Intejaar Gujarati Kavita By Naresh K. Dodia
इंतेजार..
——–
ज्यां सुधी तुं लोगइन ना करे त्या सुधी
कलाको गणतां रहेवानां,वारे वारे घडियाळमां जोवुं
थोडी थोडी वारे
फेसबुकमां
बस तारूं एकटीव टाइम जोता रहेवुं

अने

वोटसएपमां
वाइबरमां
बस तारू लास्ट ओनलाइन स्टेटस जोता रहेवुं

जेवुं तारूं ओनलाइन थवुं
फेसबुक..वोटसएप..अने वाइबरमां
मारा मोर्निंग मेसेजनां रीप्लाइ आप्या बाद
पळे पळे जोया करूं
क्यारे तुं तारा प्रातहकालनां नित्यक्रममां परवारे
अने
क्यारे मारी साथे वातो करवांनो रोजिंदो समय आपे

क्यारेक क्यारेक आ रोजिंदा कार्यक्रममां विक्षेप पडे छे
क्यारेक तारो मुड ना होय
क्यारेक तारी पासे समय होतो नथी
क्यारेक मारी पासे समय होतो नथी..
परिणामे एक बे दिवस आपणे बंनेनो रोमान्स
संवाद विहिन “साइलन्ट मोड” थइ जाय छे

आ वसमी धडीमां वारमवार विरहउथला मार्या करे छे….
अने शब्दोनां गोळीबारनो तारे सतत सामनो करवो पडे छे

त्यारे तारी परिस्थितिनो विचार कर्या विनां
बस मारी वातनुं एकधारूं रटण कर्या करू छु.

अने त्यारे तारूं मौननुं हथियार बाखुबी उपयोग करे छे
अने थोडी पळॉमां हुं ढीलोढस बनी जांउ छु

त्यारे विचार आवे छे के दुनियामां बे ज वस्तुं एवी छे
प्रेम अने समय पैसाथी खरीदी शकाता नथी…

त्यारे आपणा बंनेनी लाचारी मने समजाय छे
बंने दुनियानो अमुल्य एवो प्रेम एक बीजाने आपीए छीए

पण समय..
तारी अने मारी मजबूरीनो दिलफाडीने लाभ उठावे छे.

त्यारे विचार आवे छे..काश
जो समय पैसाथी खरीदी शकातो होत तो

अत्यार सुधीनी तारी साथे गुजारेली प्रत्येक पळॉनी
दुनियानी सौथी किंमती एवी मिलकतनो मालिक होत
-नरेश के.डॉडीया
ઇંતેજાર..
——–
જ્યાં સુધી તું લોગઇન ના કરે ત્યા સુધી
કલાકો ગણતાં રહેવાનાં,વારે વારે ઘડિયાળમાં જોવું
થોડી થોડી વારે
ફેસબુકમાં
બસ તારૂં એકટીવ ટાઇમ જોતા રહેવું

અને
વોટસએપમાં
વાઇબરમાં
બસ તારૂ લાસ્ટ ઓનલાઇન સ્ટેટસ જોતા રહેવું

જેવું તારૂં ઓનલાઇન થવું
ફેસબુક..વોટસએપ..
મારા મોર્નિંગ મેસેજનાં રીપ્લાઇ આપ્યા બાદ
પળે પળે જોયા કરૂં
ક્યારે તું તારા પ્રાતહકાલનાં નિત્યક્રમમાં પરવારે
અને
ક્યારે મારી સાથે વાતો કરવાંનો રોજિંદો સમય આપે

ક્યારેક ક્યારેક આ રોજિંદા કાર્યક્રમમાં વિક્ષેપ પડે છે
ક્યારેક તારો મુડ ના હોય
ક્યારેક તારી પાસે સમય હોતો નથી
ક્યારેક મારી પાસે સમય હોતો નથી..
પરિણામે એક બે દિવસ આપણે બંનેનો રોમાન્સ
સંવાદ વિહિન “સાઇલન્ટ મોડ” થઇ જાય છે

આ વસમી ધડીમાં વારમવાર વિરહઉથલા માર્યા કરે છે….
અને શબ્દોનાં ગોળીબારનો તારે સતત સામનો કરવો પડે છે

ત્યારે તારી પરિસ્થિતિનો વિચાર કર્યા વિનાં
બસ મારી વાતનું એકધારૂં રટણ કર્યા કરૂ છુ.

અને ત્યારે તારૂં મૌનનું હથિયાર બાખુબી ઉપયોગ કરે છે
અને થોડી પળૉમાં હું ઢીલોઢસ બની જાંઉ છુ

ત્યારે વિચાર આવે છે કે દુનિયામાં બે જ વસ્તું એવી છે
પ્રેમ અને સમય પૈસાથી ખરીદી શકાતા નથી…

ત્યારે આપણા બંનેની લાચારી મને સમજાય છે
બંને દુનિયાનો અમુલ્ય એવો પ્રેમ એક બીજાને આપીએ છીએ

પણ સમય..
તારી અને મારી મજબૂરીનો દિલફાડીને લાભ ઉઠાવે છે.

ત્યારે વિચાર આવે છે..કાશ
જો સમય પૈસાથી ખરીદી શકાતો હોત તો


અત્યાર સુધીની તારી સાથે ગુજારેલી પ્રત્યેક પળૉની
દુનિયાની સૌથી કિંમતી એવી મિલકતનો માલિક હોત
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment