Je Divas Thi Vicharo Ma Tane Gholi Hati Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
Je Divas Thi Vicharo Ma Tane Gholi Hati Gujarati Gazal By Naresh K. Dodia |
जे दिवसथी में विचारोमां तने घोळी हती
ए दिवसथी प्रेमना रंगोनी रंगोळी हती
एक दि खाली नथी तारी मुलाकातो वगर
वातनी मीठाशमां जाणे पूरणपोळी हती
साचवी राखी छबी तारी ह्रदयना कोणमां
ते छतां चारे दिशामा यादनी होळी हती
ए मने कायम लईने जाय छे तारा सुधी
गेरहाजर होय तुं पण यादनी टोळी हती
लागणीना थड समो हुं ने,तु वेली थइ अडी
रोज लीलीछम रहे भीनाशमां बोळी हती
आ जगतनां केटलां सुंदर वदन जोयां पछी
शब्द साथीनी जरूरत पडता खोळी हती
ओ ‘महोतरमा’ तने बस एटलुं क्हेवुं हवे
छे गुमानी जातमां पण दिलनी तुं भोळी हती
- नरेश के. डॉडीया
જે દિવસથી મેં વિચારોમાં તને ઘોળી હતી
એ દિવસથી પ્રેમના રંગોની રંગોળી હતી
એક દિ ખાલી નથી તારી મુલાકાતો વગર
વાતની મીઠાશમાં જાણે પૂરણપોળી હતી
સાચવી રાખી છબી તારી હ્રદયના કોણમાં
તે છતાં ચારે દિશામા યાદની હોળી હતી
એ મને કાયમ લઈને જાય છે તારા સુધી
ગેરહાજર હોય તું પણ યાદની ટોળી હતી
લાગણીના થડ સમો હું ને,તુ વેલી થઇ અડી
રોજ લીલીછમ રહે ભીનાશમાં બોળી હતી
આ જગતનાં કેટલાં સુંદર વદન જોયાં પછી
શબ્દ સાથીની જરૂરત પડતા ખોળી હતી
ઓ ‘મહોતરમા’ તને બસ એટલું ક્હેવું હવે
છે ગુમાની જાતમાં પણ દિલની તું ભોળી હતી
- નરેશ કે. ડૉડીયા
જે દિવસથી મેં વિચારોમાં તને ઘોળી હતી
એ દિવસથી પ્રેમના રંગોની રંગોળી હતી
એક દિ ખાલી નથી તારી મુલાકાતો વગર
વાતની મીઠાશમાં જાણે પૂરણપોળી હતી
સાચવી રાખી છબી તારી હ્રદયના કોણમાં
તે છતાં ચારે દિશામા યાદની હોળી હતી
એ મને કાયમ લઈને જાય છે તારા સુધી
ગેરહાજર હોય તું પણ યાદની ટોળી હતી
લાગણીના થડ સમો હું ને,તુ વેલી થઇ અડી
રોજ લીલીછમ રહે ભીનાશમાં બોળી હતી
આ જગતનાં કેટલાં સુંદર વદન જોયાં પછી
શબ્દ સાથીની જરૂરત પડતા ખોળી હતી
ઓ ‘મહોતરમા’ તને બસ એટલું ક્હેવું હવે
છે ગુમાની જાતમાં પણ દિલની તું ભોળી હતી
- નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment