Kevi Taras Ni Vaat Mari Ankh Ma Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
Kevi Taras Ni Vaat Mari Ankh Ma Gujarati Gazal By Naresh K. Dodia |
केवी तरसनी वाट मारी आंखमां छोडीने गइ तुं
दरियानां दिलमां एकधारी प्यास छोडीने गइ तुं
ए जिंदगीभर एक माणसनी कमी साथे जीवे छे
एने प्रतिक्षानी अजाणी राहमां छोडीने गइ तुं
जीवी नथी शकतो जे माणस एक पळ तारा विनां ज्यां
थोडी पळॉ आपी जीवन जंजाळमा छोडीने गइ तुं
लखतां कदी थाक्यो नही जे शायरी ने काव्य तारा
एनुं जीवन काव्यो गझलना भारमां छोडीने गइ तुं
तारी फिकर साथे पळे-पळ जीववानुं होय जेने
आघे रहीने चाहवानी वातमां छोडीने गइ तुं
जेना गझल काव्यो उपर ललनाओ फीदा छे हजारो
एने ज तारी चाहनां पक्षपातमां छोडीने गइ तुं
वरसो लगी दीदार मांटे जेमने जोवी पडे राह
ए मानवीनी आंखने तलसाटमां छोडीने गइ तुं
आखोनी सामे होय के दूरी बनावे फर्क शुं छे
साक्षात सामे होय एवा ख्यालमां छोडीने गइ तुं
मारी “महोतरमां” तने चाहीने जीवनने में जाण्युं
एकत्वनां ज्यां सत्य छे ए छावमां छोडीने गइ तुं
-नरेश के.
કેવી તરસની વાટ મારી આંખમાં છોડીને ગઇ તું
દરિયાનાં દિલમાં એકધારી પ્યાસ છોડીને ગઇ તું
એ જિંદગીભર એક માણસની કમી સાથે જીવે છે
એને પ્રતિક્ષાની અજાણી રાહમાં છોડીને ગઇ તું
જીવી નથી શકતો જે માણસ એક પળ તારા વિનાં જ્યાં
થોડી પળૉ આપી જીવન જંજાળમા છોડીને ગઇ તું
લખતાં કદી થાક્યો નહી જે શાયરી ને કાવ્ય તારા
એનું જીવન કાવ્યો ગઝલના ભારમાં છોડીને ગઇ તું
તારી ફિકર સાથે પળે-પળ જીવવાનું હોય જેને
આઘે રહીને ચાહવાની વાતમાં છોડીને ગઇ તું
જેના ગઝલ કાવ્યો ઉપર લલનાઓ ફીદા છે હજારો
એને જ તારી ચાહનાં પક્ષપાતમાં છોડીને ગઇ તું
વરસો લગી દીદાર માંટે જેમને જોવી પડે રાહ
એ માનવીની આંખને તલસાટમાં છોડીને ગઇ તું
આખોની સામે હોય કે દૂરી બનાવે ફર્ક શું છે
સાક્ષાત સામે હોય એવા ખ્યાલમાં છોડીને ગઇ તું
મારી “મહોતરમાં” તને ચાહીને જીવનને મેં જાણ્યું
એકત્વનાં જ્યાં સત્ય છે એ છાવમાં છોડીને ગઇ તું
-નરેશ કે.ડૉડીયા

Labels:
Gujarati Gazals
No comments:
Post a comment