Kundali Joya Vina Je Jodai Che Gujarati Gazal By Naresh K. Dodia

Kundali Joya Vina Je Jodai Che Gujarati Gazal By Naresh K. Dodia
Kundali Joya Vina Je Jodai Che Gujarati Gazal By Naresh K. Dodia
कुंडळी जोया विना जे जोडाय छे       
ए ज संबंधोमां मनगमतुं थाय छे     
             
एमने कायम मने मळवुं ना गमे
ए ज इच्छा एमनी क्यां रोकाय छे!

जे अजाण्यो पाथ जाणी चाल्या हतां
साद जाणीतो सतत त्यां अथडाय छे

जे वचन आपी निभावी जाय छे
दिलनी भाषा ए ज रीते बोलाय छे

छेक भीतर खळभळी ऊठे लागणी
प्रेमनुं  वादळ पछी गोरंभाय छे

रोज नकशो पाथरी शोधुं एमने 
ने पगेरूं दिलमा मारा झडपाय छे

साद पाडुं एटली दूरी ना गमे  
बे-करारी एमने क्यां समजाय छे?

चीतरूं एनी छबी हुं शब्दमां
शब्द देहे एज रीते अडकाय छे

आ”महोतरमां”नी लगनी लागी मने
प्रेमनो पारो सतत चडतो जाय छे
- नरेश के. डॉडीया  
કુંડળી જોયા વિના જે જોડાય છે 
એ જ સંબંધોમાં મનગમતું થાય છે

એમને કાયમ મને મળવું ના ગમે
એ જ ઇચ્છા એમની ક્યાં રોકાય છે!

જે અજાણ્યો પાથ જાણી ચાલ્યા હતાં
સાદ જાણીતો સતત ત્યાં અથડાય છે

જે વચન આપી નિભાવી જાય છે
દિલની ભાષા એ જ રીતે બોલાય છે

છેક ભીતર ખળભળી ઊઠે લાગણી
પ્રેમનું વાદળ પછી ગોરંભાય છે

રોજ નકશો પાથરી શોધું એમને 
ને પગેરૂં દિલમા મારા ઝડપાય છે

સાદ પાડું એટલી દૂરી ના ગમે 
બે-કરારી એમને ક્યાં સમજાય છે?

ચીતરૂં એની છબી હું શબ્દમાં
શબ્દ દેહે એજ રીતે અડકાય છે

આ”મહોતરમાં”ની લગની લાગી મને
પ્રેમનો પારો સતત ચડતો જાય છે
- નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment