Manas Ne Manas VIna Jindgi Ma Rehvu Kevu Akru Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
Manas Ne Manas VIna Jindgi Ma Rehvu Kevu Akru Gujarati Kavita By Naresh K. Dodia |
माणसने जिंदगीमा माणस विना रहेवुं केवुं अधरू
खुदथी आगळ जइने बीजानुं बनवुं केवुं आकरू
प्रेम,मित्रता,जेवा ढांचामां ढळीने जीववानुं
आपणू,पोतानु,बीजानु,त्राहीतनुं हित जाळवीने
संबंधोमां मेळववानी साथे गुमाववानुं केटलु??
आ मेळववानी अने गुमाववानी गणतरीमां
क्यारेक विचारीए के आपणा बांधेला संबधोमां
आपणा सैरवैयानो ताळामेळ बेसेे छे..?
अने ज्यारे विचारीए छीए के एक माणस छे
जे आपणी जिंदगीमां लागणीथी लइने संवेदना सुधी
आपणी पासेथी सतत लेतो रह्यो छे...
अने ए माणस दोस्तथी लइने प्रेमी सुधी फावे ते
व्याख्यामां फीट बेसी शके छे...
आपणी जिंदगीनां सैरवैयानां बधा ताळामेळ
जे माणस खोटा पाडी ने एमा मोटा गाबडा पाडे छे.
ज्यां आंखो बंध करीने आपणी पासे जे कांइ छे
ए मांगे त्यारे आपवुं गमे छे..
आ रीते संबंधोमां देवाळीया बनी जवानुं
बधानां नशीबमां होतुं नथी..
छेतराइ जवुं ए आपणी भूल छे..
अने सामे वाळानी चालाकी छे
अने जाणी जोइने छेतराता रहेवुं
यह अंदर की बात है...
ए बधा नथी समजी शकता..
कोक एकाद जण मळी जाय,
अंदर की बात समजनारो तो,
तो...महोतरमा,
जिंदगी विरानमांथी उपवन बनी जाय छे..
-नरेश के.डॉडीया
માણસને જિંદગીમા માણસ વિના રહેવું કેવું અધરૂ
ખુદથી આગળ જઇને બીજાનું બનવું કેવું આકરૂ
પ્રેમ,મિત્રતા,જેવા ઢાંચામાં ઢળીને જીવવાનું
આપણૂ,પોતાનુ,બીજાનુ,ત્રાહીતનું હિત જાળવીને
સંબંધોમાં મેળવવાની સાથે ગુમાવવાનું કેટલુ??
આ મેળવવાની અને ગુમાવવાની ગણતરીમાં
ક્યારેક વિચારીએ કે આપણા બાંધેલા સંબધોમાં
આપણા સૈરવૈયાનો તાળામેળ બેસેે છે..?
અને જ્યારે વિચારીએ છીએ કે એક માણસ છે
જે આપણી જિંદગીમાં લાગણીથી લઇને સંવેદના સુધી
આપણી પાસેથી સતત લેતો રહ્યો છે...
અને એ માણસ દોસ્તથી લઇને પ્રેમી સુધી ફાવે તે
વ્યાખ્યામાં ફીટ બેસી શકે છે...
આપણી જિંદગીનાં સૈરવૈયાનાં બધા તાળામેળ
જે માણસ ખોટા પાડી ને એમા મોટા ગાબડા પાડે છે.
જ્યાં આંખો બંધ કરીને આપણી પાસે જે કાંઇ છે
એ માંગે ત્યારે આપવું ગમે છે..
આ રીતે સંબંધોમાં દેવાળીયા બની જવાનું
બધાનાં નશીબમાં હોતું નથી..
છેતરાઇ જવું એ આપણી ભૂલ છે..
અને સામે વાળાની ચાલાકી છે
અને જાણી જોઇને છેતરાતા રહેવું
યહ અંદર કી બાત હૈ...
એ બધા નથી સમજી શકતા..
કોક એકાદ જણ મળી જાય,
અંદર કી બાત સમજનારો તો,
તો...મહોતરમા,
જિંદગી વિરાનમાંથી ઉપવન બની જાય છે..
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment