recent
Breaking news
Trending

My Articles

Gujarati Articles

Sher Aswad Article By Naresh K. Dodia


Sher Aswad Article By Naresh K. Dodia
Sher Aswad Article By Naresh K. Dodia
શેર આસ્વાદ (૧)
ક્યારેક ફેસબુકમાં મિત્રોની પોસ્ટ વાંચતા હોઇએ ત્યારે ઘણી વાર એક બે શેર કે નાની કવિતા વાંચીએ ત્યારે એક કવિ દ્રષ્ટીએ વિશાળ ભાવ વિશ્વ ખૂલી જાય છે.ઘણી પંકતિઓ દિલમાથી નીકળતી હોય છે એવી પંકિતોમાં માત્ર છંદ નહી કયારેક લાગણીઓની લયબધ્ધ એને કવિતા બનાવી છે.છંદ એક બંધારણ છે એ ભાવ નથી.મારું એવું માનવું છે.
આવી એક કોઇ મિત્રએ પોસ્ટ કરેલી કવિતામાં કવિશ્રી હેમેન શાહની વાંચી.કવિ લખે છે કે,
“બે ફૂલો મળે ત્યારે સિધ્ધાંતોની
ગરમાં ગરમ ચર્ચા નથી કરતાં
માત્રે એ સુંગધની આપ લે કરે છે..

કેટલી મોટી વાત કહી છે.દુનિયામાં સંબંધોનાં દાવે બે માણસો તો ધણા મળતા હશે.પણ જ્યારે બે ફૂલો જેવા કોમળ હ્રદયનાં માણસો મળે,કે એવા બે માણસો,જેનાં અહંમનું કોઇ નામોનિશાન નથી,માત્ર એની લાગણીમાં નિતરતી નરી સંવેદનાં અને પોતિકાપણાનો અહેસાસ દેતી લાગણી છલકતી હોય,આવા બે માણસો બે મિત્રોથી લઇને બે પ્રેમી પણ હોઇ શકે..કોઇ બે મોટા શાયર મળે ત્યારે બંનેનાં પદ કે સ્ટેટસની ચર્ચા નથી કરતા,એ બંને શાયર શાયરી અને ગઝલોની નજાકત વિશે ચર્ચા કરે એવું થયુ..કે પ્રેમમાં ગળાડુબ હોય એવી બે વ્યકિત મળે છે ત્યારે બસ આ જ સુંગંધની આપ લે કરવાનો માહોલ સર્જાય છે.કારણકે પ્રેમમાં ગળાડૂબ વ્યકિતને પોતે કોણ છે,ક્યાં સ્થાને બિરાજે છે.એ બધું પોતાનાં પ્રેમી પાત્ર સામે ભૂલી જાય છે અને એક સાચો પ્રેમી જ્યાં અહમ અને પદ એ બધું એક બાજુ મુકીને પોતાને પ્રિય પાત્ર સામે એક નખશીખ માનવિય પ્રેમથી છલકતો અહંકાર શૂન્ય માણસ હોય છે.પોતાની અંદરની સારપનો બીજા અંદર રહેલી સારપનો અદલાબદલી કરવી,એટલે માનવિય સુંગધની આપ લે કરવી.
શોભિત દેશાઇનો એક શેર છે,એ કહે છે કે
હું નહીં આવી શકું મારા અહમને છોડીને,
મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે.

કવિ પોતે પુરુષ છે અને કુદરતી છે કે પુરુષોને થોડો અહંમ તો હોવાનો.એ પ્રિય પાત્રને ખૂમારી પૂર્વક જતાવે છે.હું તો નહી જ આવી શકુ,પણ તારા પ્રત્યક્ષ કે પરોક્ષ ગેરહાજરીમાં મારામાં જે ખાલીપો સર્જાયો છે એ તું સમજતી નથી,પણ જ્યારે એ ખાલીપો સમજાય તો તું આવજે.કવિની વાત સાચી છે એક પ્રેમી જ પોતાનાં પ્રિયની દૂરતાને સમજી શકે છે..કોઇ પણ કારણસર જ્યારે સંવાદોની આપલે બંધ થાય છે ત્યારે જેની આદત હોય એ વ્યકિત ના મળે ત્યારે હ્રદય આકુળવ્યાકુળ બની જાય છે.જાણે કે જે માણસમાં એનું વિશ્વ એકાકાર થઇ જતું હતું એ જ વ્યકિત મારાથી દૂરી બનાવીને બેઠી છે..આ એક નાજુક હ્રદયનાં કવિથી કેમ સહન થાય મિત્રો!!
ગઇ કાલે રેખા પટેલની વોલ પર એક શેર વાંચ્યો.અને દરેક કવિની પોતાની કવિતાની પોતિકી અનૂભૂતિ હોય છે,શેર છે.
क्या कभी खुदपे मर मिटने का जी करता है ?
छोड़कर मोती फुलोंको चूमने का जी करता है .
रेखा

કવિયીત્રી લખે છે કે,” क्या कभी खुदपे मर मिटने का जी करता है?” આમ જોઇ તો દરેક માણસ ખુદને ચાહતો હોય છે.રોજ અરીસા સામે જોઇને પોતાની જાતને નીહાળી લેતો હોય છે..પણ જ્યારે આ અનૂભૂતિ આવે તમારી જાત પર કુરબાન થઇ જવાની ઇચ્છા થાય છે. વિચારીએ તો આપણે તો આવો વિચાર આવે જ નહી.જ્યારે કોઇ અન્ય વ્યકિત આપણામાં રહેલી અથવાં છુપાયેલી અલૌકિક શકિતને સામે લાવી દે ત્યારે આપણી જાત માટે ખુદને અભિમાન થઇ જાય અને આપણા સ્વમુખેથી આ શબ્દો સરી પડે,”” क्या कभी खुदपे मर मिटने का जी करता है?”…અને કોઇ પણ માણસને આ અનૂભૂતિ કરાવે શકે એવા માણસો જીવનમાં બહું જ ઓછા હોય છે..જે આપણામા છુપાયેલું છે જેની આપણે ખબર નથી અને આપણી અન્ય વ્યકિત આપણામાથી શોધીને સામે મુકી દે છે.એ એક ચત્મકારીક ધટનાં જેવું લાગે.
આ જ શેરની બીજી લાઇન છે,”छोड़कर मोती फुलोंको चूमने का जी करता है.” મે ઉપરોકત કહ્યુ તેમ દરેક કવિની પોતિકી અનૂભૂતિ હોય છે.આ લાઇન વાંચીએ ત્યારે એમ વિચાર આવે કે ગળે વળગેલા સોનાંનાં કિમતી હારમાં મઢેલા નિર્જીવ મોતિને ચૂમવાથી કોઇ કોમળ અનૂભૂતિનો અહેસાસ થતો નથી..શું ક્યારેક અલ્પજીવી છતાં સજીવ એવા ફૂલોને ચુમવાનું મન થાય છે..આ ગહેરો મર્મ ત્યારે જ સમજાય છે જેનાં કવિદ્રષ્ટી છે.થોડી ક્ષણો માટે કોમળતાની અનૂભૂતિ કરાવી દે એવા ફૂલોની સામે કિમતી મોતિની નિર્જીવતાં શુ કામની.થોડી ક્ષણો તો થોડી ક્ષણો માટે કોઇ વ્યકિત કોમળતાનો અહેસાસ કરાવી દે તો એની સામે આપણે કિમતી મોતિને આપણે ભૂલી જઇએ છીએ.
આવો જ એક શેર વાંચ્યો ગઝલકાર આકાશ ઠક્કરનો.ગઝલકાર કહે છે..
ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે,
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે.

માણસની ઉમરનો એક પડાવ આવે છે,ત્યારે અંદરથી બુઠો અને બુઢો થઇ જાય છે.શરીરથી ભલે યુવાન લાગતો હોય પણ અંદરની ઝંખનાઓ અને સવેંદના અને લાગણીઓ ધીરે ધીરે ક્ષીણ અથવાં ઝાંખી થતી જાય છે.બાહ્ય સુંદરતાં ગમે તેવી હોય પણ અંદરનું દિલ બચ્ચા જેવું કે તરૂણ જેવું થનગનાટ કરતું ના હોય તો એ માણસ કે મશીનમાં ફર્ક શું..હથેળી અને મેંહેંદીનો સંબંધ સ્થીર અથવાં કાયમી હોતો નથી.યુવાનીની જેમ અલ્પજીવી હોય છે જેમ જેમ દિવસો પસાર થાય છે એમ એમાં ઝાંખપ આવતી જાય છે અને અંતે હથેળી કોરી રહી રહી જાય છે…જ્યાં ભૂતકાળમાં સ્પર્શથી આંગ લાગી જાતી હતી ત્યાં આજે ધુર્જતાં હાથે લાકડીની નિર્જિવતાનો વર્તમાન છે
આવું જ કૈક અશોકપુરી ગૌસ્વામી લખે છે. એ કહે છે કે.
આયનામાં કાલ જે જીવતો હતો,
એ જ માણસ આખરે ફોટો થયો.
– અશોકપુરી ગોસ્વામી

ગઝલકાર કહે છે એક માણસ જે અરીસામાં જોઇને ફૂલફટાક સજીધજીને એનાં તોરમાં અને માભામાં જીવતો હતો…જે વય અને સમયની આંધી સામે વેરવિખેર થઇને આખરે લાશ થઇને એક ફોટોમાં સચવાય ગયો.સૌંદર્ય અને ખૂબસૂરતી વચ્ચે બહું મોટો ફર્ક છે.સૌંદર્ય એ તમારો આંતરિક શૃંગાર છે.તમારા આતમને ટાપટીપ ગમે છે.ખૂબસૂરતી એ બાહ્ય પરિમાણ છે..જેને સમય જતાં લુણો લાગે છે પણ જ્યારે આત્માનું સૌંદર્ય તો તમારી ચિતા સાથે ભસ્મીભૂત થાય છે.આતમ જો સુંદર હશે તો કોઇ માણસને દિલથી ગમી જશો.બહારથી ખૂબસૂરત હશો તો કોઇ માણસની આંખોને ગમી જશો…કદાચ સાચો પ્રેમ અને આકર્ષણનો
આજ મૂળભૂત ફર્ક છે..આંખોથી કોઇનું ગમવુ એ આકર્ષણ અને દિલથી કોઇને ગમવું એ પ્રેમ.
મને મારો એક શેર ગમે છે..શેર છે

એક વખતે આંખ નમતી જોઇ ત્યારે આપના,સમ
વિશ્વના સુંદર પ્રસંગોમા તમે ભળતા રહો છો
–નરેશ કે.ડૉડીયા?


જે વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોય,એ વ્યકિત આપણને વિશ્વની સૌથી સુંદર લાગે છે.એની પ્રત્યેક અદાથી લઇને એની લગતી દરેક બાબત વિશ્વની સર્વોતમ છ એવું હમેશાં લાગે છે.બે પ્રેમી પહેલી વાર મળે છે અને અવઢવ અને શરમ વચ્ચે જ્યારે પ્રેમી એની આંખોમાં આંખો મેળવવાનો પ્રયત્ન કરે છે ત્યારે અનાયાસે પ્રેમીકાની નજર ઝૂકી જાય છે…બસ આ નમતી નજરને નમણી અદાને એક શેરમાં વિશ્વનાં એક સુંદર પ્રસંગ સાથે સાકળી લીધૉ છે.ભાવ વિશ્વની દુનિયા એક અનેરી છે.જેનાં હ્રદયમાં છલોછલ સંવેદનાં અને લાગણી સાગર ઉછળે છે એવી વ્યકિત આવા કવિ હ્રદયનાં નાજુક ભાવને આબાદ જીલી શકે છે.
છેલ્લે એક મારો ગમતો એક શેર છે.જે સંજુ વાળાનો છે.સંજુભાઇ કહે છે કે
કાજળ બનીને આવો કે જળ બની પધારો,
પાંપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે?

પોતાનાં પ્રિય પાત્રને આમત્રંણ બે રીતે આપે છે.આવો તો આંખોમાં કાજળ રૂપે છવાઇ જાઓ અને નહી આવો તો આંખોમાં જળ રૂપે રેલાઇ જવાનાં એ વાત નક્કી છે.કાં ખૂશી રૂપે સન્મુખ બની સામે રહો અથવાં દૂરતાં રાખશો તો પણ તમારા નામની વિરહની વ્યથાં જળ રૂપે પાપણે જ ટાંગવાની છે..અને હાં કવિની પાપણૉ હોય કે હ્રદય હોય એનાંથી નમણી જગા વિશ્વમાં કોઇ પ્રિયતમાને મળવાની નથી..ખૂશી હોય કે વિરહ શબ્દોનાં ઉપહાર પોતાનાં પ્રિયપાત્રને દૂરતા હોય કે સમિપતાં હોય એ તો મળતાં જ રહેવાના છે…
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment