recent
Breaking news
Trending

My Articles

Gujarati Articles

"अभियान" २०१४ ना दिवाळी अंक मां प्रसिध्ध थयेली नवलिका - अंतर नी आग Story By Naresh K. Dodia


"अभियान" २०१४ ना दिवाळी अंक मां प्रसिध्ध थयेली  नवलिका - अंतर नी आग Story By Naresh K. Dodia
"अभियान" २०१४ ना दिवाळी अंक मां प्रसिध्ध थयेली  नवलिका - अंतर नी आग Story By Naresh K. Dodia      

વાર્તા – અંતરની આગ –

બરડા ડુંગરની ઉગમણી કોર પોહ ફાટતાં ઉષારાણીના કેસરિયારૂપ  ઓળઘોળ થઇને રવાપર ગામ ઉપર ઓવારણા લે છે.અજવાળું નીકળતા જ ગામની સ્ત્રીઓ અને કુમારીકાઓ પોતપોતાનાં કામમાં લાગી જાય છે.નણંદ ભોજાઇની જોડીયું,કોઇ એકલી વહુવારૂ નદી કાઠે લુગડા ધોવા ભેરી થાય.ત્યારે અલક મલકની વાત્યુનાં હેલારા બોલતા હોય.કોઇ બાઇ ધણીનાં પ્રેમની વાત્યુ લલકારતી હોય,તો કોઇ બાઇ ધણીનાં અવગુણ ગાતા થાકતી ના હોય.સુકુમાર બાળાઓ ભાભલડીઓની વાત્યું સાંભળીને હૈયામાં નવા નવા શમણાંઓની નોખી નોખી ભાત્યું પાડતી હોય.
આમાંની કોઇ બાયું શાંત નદી જેવી હોય.કોઇ બાયું બે કાઠે વહેતી ભાદરને વાત્રકનાં વહેણ જેવી હોય.અને એકાદ બે બાયું તો જાણે સુકાયેલા ઝરા કે બાવળિયાનાં ઠુંઠા જેવી હોય.અને કુવાંરીઓ છોડીઑને આવી વાત્યું સાંભળીને છબછબીયાનો આંનંદ લેવાનો હોય.
રવાપર આમ તો પહોચતું પામતું ગામ.મેર અને પટેલનાં ખોરડા વધારે,એકાદ બે આયરનાં ખોરડા,બાકીનાં સઇ,સુતાર,વહવાયા અને ધાંઇજાનાં ખોરડા.સંપ સારો,ગામડાના દસ બાર ભાઇડાઓ ઇઝરાઇલમાં નોકરી કરવાં ગયેલા હતાં.
ગામને છેવાડે ચાલી-પચા વીધાની એક વાડી વીરમબાપાની હતી.વીરમબાપાનો એકનો એક છોકરો બાબુ પણ ઇઝરાઇલ નોકરી મળતા બાપાની હા..નાં સાંભળ્યા વિનાં ઇઝરાઇલ પોગી ગયો.વીરોબાપો મનોમન સમસમી ગયો,આવડી મોટી વાડી,વરહનાં ત્રણ વાર ફાલ ઉતરે.લગનનાં ચાર વરહ થયાને જુવાનજોધ પરણેતર શાંતાને રેઢી મેલીને ચાલ્યો જાય.કપાતરનાં પેટનો.ઇ ના જાણ્યુ કે એની માં મરી ગઇ એનાં ત્રણ વરહ માથે થઇ ગયા
શું કમી હતી બાબુડાને?પરદેશ તો હાલ્યો ગયો,એનાં ત્રણ વરહ થયાં તોય પાછું આવવાનું નામ નથી લેતો.
લગન થયાનાં સાતમાં મહિને જ બાબું એના બે દોસ્તારનિ હારે ઇઝરાઇલ જવાં નીકળી ગયો.શાંતાં બચારી બોલે પણ શુ?કહેવાં માટે તો ઘણું બધું હતું,કેટલાય હૈયામાં દાબેલા કોયડાઓનાં ઉકેલ જાણવા હતા.સાત મહિનાંમાં પરણેલી સ્ત્રી બચારી જાણે પણ શુ?હજુ તો મુગ્ધાવસ્થાનો એકાદો આંટો ચડેલો હોય.પણ અસ્ત્રીની જાત અને એક વાર પુરુષનો સ્વાદ ચાખી ગઇ હોય એટલે એમ જ સમજવું કે વિફરેલી વાધણ.એક વાર વાઘણ માનવમાંસનો સ્વાદ ચાખી જાય પછી આ વાઘણને વાંરમવાર ગામમાં આંટો દેવા આવું જ પડે.આવુ જ કંઇક શાંતાની હારે બનતું હતું.
સાડા ત્રણ વર્ષથી વિજોગણ અવસ્થામાં જીવતી શાંતાનું દુઃખ તેનાં સસરા વીરાબાપાની નજરમાં આવી જતું ત્યારે બાપો પણ નિસાસા નાખતો.જમાનાનો ખાધેલ વીરોબાપો પણ પોતાના દીકરાનાં પગલાનાં કારણે મનોમન કોચવાતો હતો.
ગઇ કાલે રાતે જ શાંતાનાં અંગેઅંગમાં અંગારા ચાપી દીધા હોય તેમ તડપતી રહી.આખી રાત બચારીએ પડખા ફેરવીને માંડ માંડ કાઢી હતી.ઉપરવાળાને પ્રાથનાં કરતી હતી,”હે દિનાનાથ!પુરુષનાં સુખ નો’તા દેવા તો કા,આવા નઠારા ભાઇડા હારે ભરાવી દીધી.મારો શું ગુનો મારા નાથ?
સવારે શાંતા લુગડા ધોવા તળાવે ગઇ તો બચારીને અસુખ થાય અવી જ વાતો બધી બાયુને મોઢે સાંભળવા મળી..અને શાંતા મનોમન બબડી,”ઓલી સમુડી તો જાણે લગન કરીને સરગમાં આંટો દેવા ગઇ હોય તેવી વાત્યું કરે!ઇને એકને જ ભાઇડૉ હોય જાણે!”
ઓલી ઉકાબાપાની રમલીને લગન પાંચ વરહ થીયા તોય નવી નવી પઇણી હોય એવી વાત્યુ કરે…પાછી બોલવામાં શરમાઇ નઇ..બધી બાયુ સામે ખિખિયાટા કરી જાણે સાવજ માઇરો હોય એવી વાત્યું કરે..”મારો ધણી તો બપોરનાં ભાતાની રાહ જોઇને જ બેઠૉ હોય…મારો સસરો ઘરે ગુડાણૉ હોય અને વાડીએ અમે બેઇ માણા એકલા હોય અને ભાતું કોણ ખાય?..લુખુ સુખુ લસ લસ ખાઇને ઉતાવળે પાણી પીધું નથીને પીઠડીયાનાં જીભના લબકારા..જાણે એરુની જીભ જેમ લસર લસર થીયા કરે..પછી બાયું કાંઇ કેવાનું હોય !કાંઇ ના કેવાઇ,ભગવાને આ સોનલે અને રૂપલે મઢેલા દેહને ઓછા મનખા આઇપા સે?પછી તો પછીત,ખડકી,કડબની ભારીયુ,પીઠડીયો ને હું..હેંચકા ખાય ઉપર નીચે….હે બાયુ,આવું તે સુખ હોતું હશે?
તળાવને કાઠે બેઠેલી એકાદી બે ડોસીઓ આ વાત સાંભળીને રમલી સરખી રીતે ટપારે,”મર…મર..રાંડય…આંઇ આટલી કુવારી છોડીઓનો વિચાર તો જરા કર વાલામુઇ..તારો પીઠડીયો કાંઇ નવી નવાઇનો ભાઇડૉ નથી..”
આ રમલી પણ બધાયને ટપી જાય એવી હતી.સામો ડૉસીને એવો જ જવાબ વાળે,”એ ધોરા બાલવારી ડોહીઓ,સાવ હાચી વાત કેજો?તમુને આ અમસ્તા ધોરા આઇવા સે?
રમલીની વાત સાંભળીને ડૉહીઓને ગઇઢે ગઢપણ શરમનાં શેરડા ફૂટી જાય છે..અને એની જુવાનીની વાત કરવામાં એમ કાંઇ થોડી જાઇલી રે..અને એક ડોહી રમલી ઉતર વાળે છે,”એમ કાંઇ જુવાની ભૂલવી થોડી સહેલી છે…એલી રમલી,તારી નફ્ફટાઇની તો હદ નથી..અતારનાં ડૉહલા એની જુવાનીમાં અતારનાં જુવાનીયાને પાડી ડે તેવા ભૂરાટા આખલા જેવા હતા.લાલ લુગડુ ભાઇળુ નથીને હળી કાઇઢી નથી…મર મર વાલામુઇ રમલી,ભજનીયા ગાવાની ઉમરે અમને આવી વાતું બોલાવીને અપવિતર કરે છે.”
શાંતા બચારી તો આ બધી વાતો સાંભળીને મનમાંને મનમાં કોચવાયા કરે.અંતરની આગ રોજ લબકારા દેતી હોય..અને પુરુષ દેશાવર..કોણ આગ ઠારે?
મોઢું નીચું કરીને શાંતા ઢીલા પગે વાડીએ પુગે.વીરોબાપો રોજની જેમ રાહ જોતો હોય.વહું આવેને ચા પાણી પીવાનો રોજનો નિયમ.
એક દિવસ શાંતા વીરાબાપાને પુછે છે,”બાપુ….,ઇનાં કાંઇ ખબરખત કે સમાચાર આઇવા છે?
“સાંભળ વહુ બેટા……,મેં તો મારા દીકરાની આશા જ મેલી દીધી છે.આ તો તારી દયા આવે છે એટલે આંઇ પઇડૉ છું.”
બાપુ,હવે તો બારના દેશમાં વાત્યુ કરવી સાવ સવલત વાળી છે.ગામાનાં હંધાઇ જુવાનીયા પાહે મોબાઇલ ફોન આવી ગીયા છે.ઓલા સુતારીયા,વહવાયાના છોકરાવ હાથમાં મોબાઇલ લઇને ઘુમરા મારતા દીઠે છે.”
“તારી વાત હાવ હાચી છે,આપણે લઇ આવીએ,એટલે તારા નઘરોળ ભાઇડા હારે વાત્યુ કરવા સવલત મળે.”
બીજે દીવસે વીરોબાપો પોરબંદર જઇને નવો મોબાઇલ ફોન અને એમાં હજાર રૂપિયાની બેલેન્સ ભરાવી આવે છે.
શાંતાંના હાથમાં મોબાઇલ ફોન આવતા રાજી રાજી થઇને ભગવાનને પ્રાથના કરે છે,”હે દીનાનાથ….હવે મારી હાઇરે મારા બાબુડાની વાત રોજ કરાવજે..ઇ બહાને અંતરમાં ટાઢકના શેરડા પડશે.”
ઠામુકાનું મોબાઇલ ફોન આવ્યા પછી શાંતાની આગમાં વધારાનું ધી હોમાયુ.બાબુડા હારે વાત કરીને શાંતા નામનાં ઝરાનું રહ્યુ સહ્યું પાણી પણ સુકાવા માંડ્યું હતુ.બાબુડાએ તો શાંતાને ચોખ્ખે ચોખ્ખુ સંભળાવી દીધુ,”સાંભળીલે શાંતાડી,તારા ભાઇડાની નોકરીને તઇણ વરહ થીયા સે,બાકીનાં બાર મહિનાં પૂરા થાય પછી દેશ આવવા મળે…અને સાંભળ,ખોટા કામ વગરનાં ઠામુકા ફોન કરીને મારા બાપનાં રૂપિયા બગાડતી નઇ.”
શાંતા વિચાર કરતી,”આના કરતા તો બાપુએ મને ન પઇણાવી હોય તો સારૂ હતુ.આ નશ્વર દેહનાં ખોટા વિચાર કરીને પાપમા પડવુ…કોક દી તો ભાઇડાનાં રૂદિયામાં રામ વહસે!!”
બે પાંચ દિવસ તો શાંતાને મોબાઇલ ફોન આવતાં મજા પડી ગઇ.પાચ દિવસ પછી રમલીની વાતો સાંભળીને શાંતાનું મન પાછું ચકરાવે ચડી ગયું.રમલીએ શાંતાને કીધુ,”સાંભળતો ખરી શાંતા……,પીઠડીયો બે દી પેલા પોરબંદર ગયો’તો,ઇયાં જઇને એના મોબાઇલમાં શરમનાં શેઇડા ફૂટે એવી ઉઘાડી ફિલમ નખાવીને આઇવો…પીઠડીયો આઇવો તો ખરી!તે દી’ રાતનાં ઇ ફિલમ ભાળીને હું હાવ ગાંડા થઇ ગયા.”
અચરજની મારી શાંતા રમલીને પુછે છે,”હે બાઇ!એવું શું ભાઇળુ ફિલમમાં.?”
“કાંઇ ના પુછ શાંતા!!!ઓલા ધોરીયાવની બાઇડી અને ભાઇડાની હાવ ઉધાડી ફિલમ!પીઠડીયો તો રસનો ધોયો!એને તો આવી પાંચ સાત ફિલમ નખાવી દીધી..
એ શાંતા!ફિલમ જોઇને મને અને પીઠડીયાને મજો મજો થઇ પઇડૉ!શું વાત કરૂ?અડધી રાત સુધી ધુબાકા માઇરા!સવારે તો હું હાવ લોટનાં પીંડા જેવી થઇ ગઇ ! પીઠડીયા જેવા ભાઇડા હોય પછી આપણો દેહ થોડો દુખિયારો રહે!!!!
“બસ બસ રમલી…હવે હાંઉ કર..આવી વાત્યુંથી મારી આંતરડી બળે છે.”કંઇક અણગમાં સાથે શાંતા બોલી.
“એમ કાંઇ આવી વાત્યું થોડી થાય શાંતા!ભાઇડૉ નજર સામે જ આંટા દેતો હોય અને એમ કાંઇ જુવાની થોડી જાઇલી રે…પાંચ દહ વરહ ભોગવી લેવાના..પછી તો છોકરાછૈયા થાયને,મોટા થાય એને પઇણાવવા,બીજા પરસંગ ઉકેલવા..આમને આમ આયખું પૂરૂં થઇ જાય..હાલ્ય શાંતા હું વેતી થાંઉ છુ.”કહીને શાંતાની આગમાં ઘી હોમીને રમલી નીકળી ગઇ.
તે દીવસે રાત  શાંતાએ પડખા ફેરવીને કાઢી.સવારે શાંતાની તબિયત લથડી ગઇ.શહેરનાં ડૉકટર પાસે લઇ ગયા.ડોકટરે એક અઠવાડીયા આરામ કરવાનું કહ્યુ અને થોડી શક્તિની દવા આપી.
શાંતાની નરમ તબિયતનાં સમાચાર સાંભળીને એની નણંદ કંચન ખબર કાઢવા આવે છે.કંચનને જોતા વેંત શાંતા એને વળગીને હિબકે ચડે છે.સાંત્વન આપતાં કંચને કહ્યું,”રો નહી શાંતા!તારું શું દુઃખ છે ભાભી?”અને શાંતાની ખાલિપો ભરેલી આંખો જોઇને બાઇમાણાહની વેદનાનો પૂરેપૂરો ચિતાર કંચન ભાળી ગઇ..
“સમજી ગઇ ભાભી! બાઇમાણાનાં દુઃખ જ એવા હોય!સુખ હોય તો દુઃખ ભેગું જ આવે અને દુઃખ હોય તો ય દુઃખ ભેગું હોય.આપણી કાયા જ અભાગણી હોય તો ભગવાન બચારો શું કરે?”કંચન શાંતાને સાંત્વન આપતા આપતા એના બરડે હાથ ફેરવે છે..
અચાનક શાંતા કંચનનો હાથ પકડીને આજીજીની ભાષામાં કહે છે,”કંચનબુન,આઇવા છો તો બે દી વધારે રોકાય જાવ..પછી તમારે ગામ હાલ્યાં જજો.”
“હા ભાભી,તું નાહકની ચિંતા રેવા દે,તું કે એટલા દી હું રોકાઇશ.”
રાત પડતા વીરોબાપો વાડીનું રખોપા કરવાં ખાટલો ઢાળીને નીચે સુવાં ચાલ્યો ગયો.બાપો નીચે જતા નંણંદ અને ભાભી વાતોએ વળગ્યા.
શાંતાની નણંદ કંચનને આમ તો  બધી રીતે સારૂં હતું.સાસરૂં બહું મોટું અને એનું નામ પણ મોટું.બે વાડી.કંચનનો ભાઇડો લખમશી ગામનો સરપંચ.બે દેર હતા એ શહેરમાં રહેતાં હતાં.                                                                                                                                                                                                                                                         કંચનને એકેય વાતનું દુઃખ નહોતું.લખમશી સરપંચ પાછો પંચાયત પ્રમુખનો જમણૉ હાથ.આજુબાજુનાં ગામમાં વર્ચસ્વ પણ સારુ.એટલે લખમશીને પક્ષનાં કામે બહું ગામતરા કરવા પડતા.કંચનને એક જ વાતનું દુઃખ હતુ કે લખમશી છેલ્લા બે વરસથી માંડ અઠવાડીયામાં એક કે બે દીવસ ધરમાં રહેતો હતો.એ વાતનો કંચનને ખટકો રહેતો હતો.એના કારણે લખમશી સાથે ખટરાગ પણ ચાલતો રહેતો..અને આ ખટરાગનાં કારણે લખમશી શાંતાથી આધો રહેવા લાગ્યો હતો.
“કંચનબુન,આમને આમ કેટલા દી કાઢવા?દાકતરને બતાયવે કાંઇ ફેર પડવાનો નથી.આવા રોગની થોડી દવાં હોય?આં તો બાપુનાં કેવાથી શહેરમાં ગીયા હતાં.પુરુષનાં વિયોગની કાંઇ દવા ખરી!ઇ દાકતર પાહે થોડી મળે?”
બાબુડૉ આવતા વરસે પાછો આવે એટલે એને પાછો જાવા નથી દેવો.”શાંતાને ધરપત     આપવા કંચન બોલી.
કંચનબુન,મારું દુઃખ કોને કેવા જાવુ?…એમ થાય કે મંદિરે જઇને દીનાનાથની ફૂલમાળા બનાવુ,દીનાનાથની ઘરની સાફસુફી કરૂ.પણ ઇયાં મંદિરમાં ઓલા જુના પુજારી દુલાબાપાનો દિકરો ચંદો નવો પુજારી થઇને આઇવો છે.ઇ ચંદાની આંખોએ મને ભાઇળી નથીને ચકળ વકળ ફરવી ચાલું થઇ જાય છે!બે દી’પહેલા પશાબાપાનો કમલો મને કેતો હતો કે..હાલ્ય ભાભી,મારી હારે,ભવનાથનાં મેળામાં અને મારા ગાડામાં બેહીજા…બે દી મેળામાં મૌજમાં રેશુ…બે દી’બાબુડાનાણ દુખને ભૂલી જાજે.કમલો તો બચારો હસતા હસતા કેતો’તો,ત્યારે તો થયું કે બે દી’કમલા ભેરી હાલી નીકરૂ!પણ થાય શુ….અસ્ત્રી ધરમ એમ થોડા ચુકાય”આટલું કહેતા શાંતાની આંખોમાંથી દડ દડ આંસુ પડે છે.અને એનાં મુખેથી નીકળતા ભડ ભડ શબ્દ કંચનને પણ દઝાડતાં હતાં.
“શાંતા….સાવ સાચી વાત છે તારી,જેવું તારૂં દુઃખ છે એવું જ મારૂં દુઃખ!શરમનાં માઇરા કોને કહેવા જાંવુ?શરતો અસ્ત્રીની જાતનું પુછડુ!હારે હારેને ફઇરા રાખે જ્યાં જાય ત્યાં ભેરૂને ભેરૂ!”
હા..કંચનબુન સાવ સાચી વાત!ઓલો ચંદો ગાયનાં દુધનાં બહાને આપણી વાડીએ આવે ત્યારે પેલા ઇ પુછે કે,બાપા દેખાતા નથી..બાપા ના હોય તો મુવો પાછો મરકીને કીએ કે,કાંઇ કામકાજ હોય તો શરમાતી નઇ!…પાછો ધોતીયુને બંડી પેરીને આપણી સામે આવે,એટલે મારે શરમનાં માઇરા કેવું પડે કે,જાવ ચંદાભાઇ બાપા ધીરે નથી..વાત્યુ પછી કરજો.”
શાંતાની વિજોગણી કાયા અને આંખોની માયા પુરુષને જોતા જ અવળા વિચારે ચડી જાય..આવી વાતોમાં મગજ અને હ્રદયને છોડીને બીજા જગ્યાએ વિચારો જન્મતાં હોય છે.
કંચન ઉભી થઇને શાંતાને કહે છે,”હું કપડા બદલાવી લંઉ પછી આપણે સુંઇ જઇ.વાત્યુંમા રાત બહું થઇ ગઇ.”
શાંતા કંચનની સાથે ઉભી થાય છે અને પાણીનો કળશિયો ભરવાં જાય છે.કળશિયો ભરીને ઉપર આવે છે તો નણંદને કપડા બદલતી જોઇને શાંતાંનું મન અવળા વિચારે ચડે છે.અને રમલીની વાત યાદ આવે છે,”ઓલા ધોરીયાવની બાઇઓ પણ શરમ વગરની હાવ નફ્ફટ..બે બાઇઓ ભેગી થઇને…અરેરે સાવ નઘરોળ…રે કળજુગ..ભાઇડાનાં થોડા દુકાળ પઇડા છે તો આવા કામ કરવાં પડે?”
રમલીની વાતુએ શાંતાનાં અંગેઅંગમાં ચેતનાં ભરી દીધી.કળશિયાને એક બાજુ મુકીને પોતાની નણંદની અડધી ઉઘાડી કાયાને ચોટી પડે છે.
હેબતાય ગયેલી કંચને શાંતાની આંખોની વેદનાં અને લાચારી જોઇને એક શબ્દ બોલ્યા વગર શાંતાને બરડે હાથ ફેરવીને સાંત્વનાં આપતાં કહે છે,”શાંતા!મહાણમાંય બાઇમાણાહની કાયા અડધી જ બળે…આવા સુખ પણ અડધા..કાંઇ નઇ બોલુ,તારૂં દુઃખ ઇ મારૂં દુઃખ..આવાં પુરુ વગરનાં સુખનાં દી જોવા ઇ એક લહાવો છે..આજે તું તારે લઇલે લહાવો.”
દસ મહિના પછી બાબુનો ઇઝરાઇલથી ફોન આવે છે,”આંઇ ઇઝરાઇલમાં મારે હજુ ચાર પાંચ મહિનાં રોકાવું પડશે…આંઇ આરબાવ હારે લડાઇ ચાલુ છે,એટલે મારી રજા કેન્સલ થઇ.”
શાંતાએ બાબુને જવાબ આપતાં કહ્યુ,”કાંઇ વાંધો નઇ….તમતમારે જ્યારે ઇચ્છા થાય ત્યારે દેશમાં આવજો…અમારે તમને થોડા હળમાં જોડવા છે તો ઉતાવળ હોય!!!
વીરમબાપો વિચાર કરે છે કે દહ મહિનાં પહેલા સાંવ નંખાય ગયેલી વહુંમાં લોહી ભરાઇ ગયુ ને હાડેતી થઇ ગઇ છે…અને બહું મૌજમા રે છે.?”
થોડા દિવસ પછી કંચન પાછી આવે છે,ત્યારે વીરોબાપો પુછે છે,”કંચનબેટા…,તું દર  મહિને બે ત્રણ ચાર ધક્કા ખાવાનું રેવા દે,હવે તો બાબુડાની વહુંને સારૂ થઇ ગયુ છે.નાહકનાં હવે ધક્કા ના ખા.ક્યાક તારા હાહરાવાળાને પાછો વાંધો આવશે!!
કંચન બાપાને જવાબ આપે છે,”આ તો ભાભીને એકલું ના લાગે એટલે મારી ફરજ સમજીને અહીંઅ આવું છુ.મારું ગામ થોડું છેટું છે…તમારા જમાઇની બે બે મોટર શું કામની છે?
-નરેશ કે.ડૉડીયા                                                                       
Advertisement

No comments:

Post a Comment