Tari Hatheli Ne Gujarati Kavita By Naresh K. Dodia

Tari Hatheli Ne Gujarati Kavita By Naresh K. Dodia
Tari Hatheli Ne Gujarati Kavita By Naresh K. Dodia
तारी हथेळीनी हस्तरेखाने
एक वार मारा टेरवाए अडकी हती
ए पछी कोण जाणे केटला
जन्मारानी मारी तरस भडकी हती.

तारी आंखोनां दरियामां
एक वखत डुबवानो अवसर मळ्यो’तो
ए पछी केटली नदीओ
मारी पाछळ पाछळ फरती हती

तारा अवाजनी नर्मीला अहेसासनी
गहेराइमां एकवखत खोवायो हतो
ए पछी केटलीय कोकिल कंठी
मानुनीओ घ्रुस्के घ्रुस्के रडती हती.

तारा पंखुडी समा अधरनी लालीमां
एक वखते मारी सांज आथमी हती
ए पछी मारी हर सांज तारा आगमनने
वधाववा अवनवा कारसा घडती हती

तारा खळभळतां एकांत साथे
एक वखते मारो परिचय थया पछी
तुं पण मारा शब्दोनां साथीदार बनीने
हुं विचारूं एवुं मने गमतुं लखती हती

तारा ह्रदयनी सिमारेखामां
एक वखत तारी जाण बहार प्रवेश्यो हतो
ए पछी तारा ह्रदयनां खूणे खूणे मारी
लागणीओनी पेशकदमी वधती हती

तारा समयनुं अनुकुलन खोरावायुं
ए पछी पाछोतरी यादोमां प्रवेश्यो हतो
ए समयने पाछो लाववानां प्रयासो सामे
तुं विनाकारण मारी सामे लडती हती

ज्यारथी “महोतरमां” बनी मारी
ए पछी तारी पळेपळनी उर्मिओने
शब्दमां शणगारी ए पछी”जान ए बहार”
तुं एक शायरनुं ख्वाब थइ हसती हती.
-नरेश के.डॉडीया
તારી હથેળીની હસ્તરેખાને
એક વાર મારા ટેરવાએ અડકી હતી
એ પછી કોણ જાણે કેટલા
જન્મારાની મારી તરસ ભડકી હતી.

તારી આંખોનાં દરિયામાં
એક વખત ડુબવાનો અવસર મળ્યો’તો
એ પછી કેટલી નદીઓ
મારી પાછળ પાછળ ફરતી હતી

તારા અવાજની નર્મીલા અહેસાસની
ગહેરાઇમાં એકવખત ખોવાયો હતો
એ પછી કેટલીય કોકિલ કંઠી
માનુનીઓ ઘ્રુસ્કે ઘ્રુસ્કે રડતી હતી.

તારા પંખુડી સમા અધરની લાલીમાં
એક વખતે મારી સાંજ આથમી હતી
એ પછી મારી હર સાંજ તારા આગમનને
વધાવવા અવનવા કારસા ઘડતી હતી

તારા ખળભળતાં એકાંત સાથે
એક વખતે મારો પરિચય થયા પછી
તું પણ મારા શબ્દોનાં સાથીદાર બનીને
હું વિચારૂં એવું મને ગમતું લખતી હતી

તારા હ્રદયની સિમારેખામાં
એક વખત તારી જાણ બહાર પ્રવેશ્યો હતો
એ પછી તારા હ્રદયનાં ખૂણે ખૂણે મારી
લાગણીઓની પેશકદમી વધતી હતી

તારા સમયનું અનુકુલન ખોરાવાયું
એ પછી પાછોતરી યાદોમાં પ્રવેશ્યો હતો
એ સમયને પાછો લાવવાનાં પ્રયાસો સામે
તું વિનાકારણ મારી સામે લડતી હતી


જ્યારથી “મહોતરમાં” બની મારી
એ પછી તારી પળેપળની ઉર્મિઓને
શબ્દમાં શણગારી એ પછી”जान ए बहार”
તું એક શાયરનું ખ્વાબ થઇ હસતી હતી.
-નરેશ કે.ડૉડીયા
Advertisement