क़ुराननो शाब्दीक अर्थ थाय छे - जाहेरमां वांची शकाइ ए धर्मग्रंथ Article By Naresh K. Dodia


क़ुराननो शाब्दीक अर्थ थाय छे - जाहेरमां वांची शकाइ ए धर्मग्रंथ Article By Naresh K. Dodia
क़ुराननो शाब्दीक अर्थ थाय छे - जाहेरमां वांची शकाइ ए धर्मग्रंथ Article By Naresh K. Dodia  
तवारीख के पन्नो से, Post No - 34     
કુરાન શબ્દ 'કેરા'શબ્દ ઉપરથી આવ્યો છે.તેનો અર્થ થાય છે-જાહેર કરવું કે વાંચવું.સંસ્કૃત શબ્દ છે 'ક્રંદ'.અંગેજી 'ક્રાઇ'.અરબી શબ્દ 'કેરા'.કુરાનનો શાબ્દીક અર્થ છે-જાહેર થઇ શકે અથવા જાહેરમાં વાંચી શકાય તે,ધર્મગ્રંથ.

ઇસ્લામ પહેલા યહુદીઓ પોતાના ધર્મગ્રંથને'કરાહ'તરીકે ઓળખતા હતાં.યહુદીઓની ભાષા 'ઇબરાની' અને આરબોની ભાષા એકમેકને મળતી આવે છે.કરાહ અને કુરાનનો અર્થ સમાન છે .ખુદ કુરાનમાં પોતાના પહેલાના ધર્મોગ્રંથોને કુરાન નામ આપવામાં આવ્યુ છે.(૧૫-૮૦,૯૧)

મહમદ સાહેબ તથા બીજા સર્વે ઉપદેશો,વાતો તથા દતંકથાઓને 'હદીસ'કહેવામાં આવે છે.તે ઇશ્વરીય સંદેશ ગણવામાં આવતા નથી.

મહમદ સાહેબની આજ્ઞા પ્રમાણે તાડપત્રો,ચામડાના ટુકડાઓ કે લાકડાની પેટી કે પથ્થર પાટૉ પર ઉતારી લેવામાં આવતા હતાં.આ બધા ચર્મપત્રો કે તાડપત્રોને એક પેટીમા ખડકી દેવામાં આવતાં હતાં.એમાનાણ કેટલાક ભાગોને મહમદસાહેબની સુચના મૂજબ જુદી જુદી સુરાઓ(અધ્યાય)માં સાંકળી લેવામાં આવ્યા હતાં.

કુરાનમા કહેવામાં આવ્યુ છે કે,"અલ્લાહ ચાહે તો તે આયાતોને રદ કરી શકે છે અને લોકોના સ્મરણપટમાંથી ભૂંસી શકે છે.અથવા એનાથી વધુ સારી આયાતો મુકી શકે છે;કારણકે અલ્લાલાહ સર્વશકિતમાન છે."(૨-૧૧૦)

પેંગબર સાહેબની હયાતીમાં જ ૬૦ જેટલી આયાતો રદ થઇ હતી.કુરાનની આયાતો અને આપણા વેદોની ઋચા આમ જુઓ તો સમાન અર્થી છે.
પેંગબર સાહેબ પછી પહેલા ખલિફા અબુબક્ર સાહેબે પેટીમાં ભરેલા બધા ટૂકડાઓને અને અમુક કંઠસ્થ ભાગોને એકઠા કરીને ૧૧૪ સુરાઓનો સંગ્રહ તૈયાર કર્યો અને પેંગબર સાહેબની વિધવા હિફસા પાસે રાખ્યો.

આમાનાં કેટલાક ભાગોની નકલો બીજા પાસે પણ હતી.પરિણામ એ આવ્યુ કે મક્કા,મદિના અને ઇરાકમાં અન્ય કુરાન અસ્તિત્વમાં આવ્યા.છેવટે ત્રીજા ખલિફા ઉસામાએ જે આવૃતિ અબુબક્રએ તૈયાર કરાવી હતી તેને પ્રમાણભૂત કરવામાં આવી.અન્ય પ્રાંતોમાં જે અન્ય કુરાન ઉપલબ્ધ હતાં તે પરત મંગાવીને રદ કરવામાં આવ્યા.(વિઝડમ ઓફ કુરાન.લે.મહમદ મુહતર પાસા.પાનાનં-૪૫)

આટલુ કર્યા પછી પણ આજે ૧૪૦૦ વર્ષ પછી સાત જાતના કુરાન ઉપલબ્ધ છે.ફર્ક માત્ર એટલો છે કે કોઇકમાં એક આયાતોની બે આયાતો કરવામાં આવી છે.એક કુરાનમાં ૬૦૦૦ આયાતો છે,એકમાં ૬૨૧૪,એકમાં ૬૨૧૯,એકમાં ૬૨૨૬,એકમાં ૬૨૨૫ આયાતો છે.પંરતુ લખાણ એનુ એ જ છે

   કુરાનની પહેલી સૂરા(અધ્યાય)નું નામ છે-અલફાતેહા..આ સૂરાને 'કુરાનલ અઝીમ'(૧૫-૮૭)એટલે કે મોટું કુરાન.પણ કહેવાય છે..જે રીતે આખા ગ્રંથને કુરાનનું નામ અપાય છે તે જ રીતે દરેક સૂરાને પણ કુરાન કહેવાય છે..ખુદ મહમદ સાહેબ આ સુરાને
'ઉમ્મુલ કુરાન'(કુરાનની માં) કહેતા હતાં...આ સૂરા કુરાન ગ્રંથના સાર રૂપે મનાય છે,અને દરેક મુસલમાન પોતાની પ્રાથનાઓમાં આ સૂરા વાંરવાંર ઉચ્ચારે છે..

'અલફાતેહા'નો અર્થ 'ઉઘડવું' અથવા 'શરૂ' થવું એમ છે.

ઇસ્લામનાં મૂળભૂત સિંધ્ધાંતો..

* આ ગ્રંથ એવા નીઃસંદેહ લોકો માટે છે કે જેઓ બુરાઇથી બચવા માંગે છે...એમના માટે આ ગ્રંથ ભોમિયારૂપ છે..

મુસલમાન,યહુદી,ઇસાઇ કે સાબી* ભલે ગમે તો હોય જેઓ એના ઇશ્વરમાં માને છે.એનાં કર્મફલમાં સિંધ્ધાતોમાં માને છે

(*સાબી-એ સમયે ઇશ્વરના પ્રતિકરૂપે ચાંદ અને સૂરજને પૂજતી હતી)

*મહમદ સાહેબ એક આયાતમાં ખુદ સ્વિકાર્યું છે કે,"મારી પાસે ઇશ્વરનો ખજાનો છે,કે નથી મને કોઇ અગમ્ય જ્ઞાન કે હું એમ નથી કહેતો કે હું ફરીશ્તા(દેવદૂત)છું...મને તો જે ખુદાએ જે ઘટમાં ઉતાર્યું છે એનું અનૂશરણ કરું છું..(૬-૫૦)

*જે લોકો ઇશ્વરમાં સોંગદ ખાઇને કહે છે કે અમને કોઇ ચમત્કારો દેખાડે તો અમે તમારી વાતો માની લઇએ..એ લોકોને કહી દો કે ઇશ્વર સિવાઇ કોઇ ચમત્કાર કરી શકતો નથી..અને કોઇ માણસમાં ચમત્કાર કરવાનો કોઇ ઇલમ નથી(૬-૧૧૦)

*જે મસ્જિદમાં ઝઘડૉ,ફૂટફાટ ચાલતી હોય ત્યાં નમાજ પઢવા જવું ના જોઇએ(૯-૧૦૭-૧૦૮)

*પેગંબર સાહેબ કહે છે,"ધર્મના મામલામાં બળજબરીને સ્થાન નથી(૨-૨૫૬)

*જો તમારો ખુદા એવું ઇચ્છતો હોત તો સૌવને એક જ માન્યતા તથા એક જ સંપ્રદાયવાળા બનાવી દીધા હોત પરંતું અલગ સંપ્રદાયોને કારણે એની વાતોને કારણે મતભેદ તો રહેવાના..(૧૧-૧૧૭-૧૧૮)

*તમારા અલ્લાહની ઇચ્છા હોત તો સમસ્ત માનવજાત ફકત તમારી જ વાત લેત..જો તે આવું આવું ના કરે તો તમે એ લોકો ઉપર બળજબરી કરશો કે એ તમારી વાત માની જાય??(૧૦-૯૯)

*પેંગમ્બર સાહેબ કહે છે,"ઇશ્વરે દરેક ધર્મમાં પોતાનાં ધર્મપ્રવર્તકો મોકલ્યાં છે કેટલાકની હક્કીત કહી છે અને કેટલાકની કહી નથી...એમાં કોઇ શક નથી મહમદ સાહેબ પહેલા પણ સર્વ કોમમાં પેગમ્બરો આવ્યા છે..(૬-૪૨)

*પેગમ્બર સાહેબ એમનાં અનુયાયીઓને કહે છે,"જેમણે ધર્મના ટુકડા કર્યાં છે,અને ધર્મને પીંખી નાંખ્યો છે.અને પોતપોતાના વાડાઓ બનાવીને બેસી ગયા છે...એવા લોકો સાથે તમારો કોઇ સંબધ નથી...ખુદા જ એમનો ન્યાય કરશે..(૬-૧૬૦)

*પેગમ્બર સાહેબ કહે છે,"જે જુદા ધર્મનાં છે,જેના જુદા ધર્મગ્રંથો છે એમની સાથે વાદવિવાદ ના કરો,કદાચ ચર્ચા કરો તો મીઠાશથી કરો...ફકત એવા લોકોથી દૂર રહો જેઓ જોરજુલ્મ કરે છે..અન્ય ધર્મના લોકોને મીઠાશથી કહો કે અમે એ ધર્મગ્રંથમાં માનીયે છીએ..જે અમોને આપવામાં આવ્યો છે...અને અન્ય ધર્મગ્રંથોમાં પણ એટલો જ વિશ્વાસ રાખીયે છીએ...જે તમારી પાસે છે....આપણા બધાનો ઇશ્વર એક જ છે....જેની ઇચ્છાને આપને અનૂસરીએ છીએ..

*પેગમ્બર સાહેબ કહે છે,"જ્યારે આ આરબોમાં છોકરી જ્ન્મે તો ત્યારે તેનું મોઢું કાળું પડી જાય છે..તેને ક્રોધ ચડે છે..તે લોકો પુત્રીજ્ન્મને ખરાબ માને છે..તે કોઇને મોઢું દેખાડતો નથી...ઘણીવાર છોકરીને જ્ન્મતાવેત દાટી દે છે...આ વિચારો અને આ પ્રથા દુષ્ટતા છે
(૧૬-૫૮-૫૯)

મહમદ સાહેબ આવ્યા પહેલા આરબ સમુદાયમાં સ્ત્રીઓને કોઇ પ્રકારનો અધિકાર નહોતો..મહમદ સાહેબે કુરાનમાં ફરમાવ્યું છે કે," જે રીતે પુરુષનો સ્ત્રીઓ પર અધિકાર છે એટલો જ અધિકાર સ્ત્રીઓનો પણ પુરુષ પર છે.(૨-૧૮૭)

સ્ત્રીઓ સાથે હમેશાં સદભાવના ભર્યું વર્તન કરવું..સ્ત્રીઓના જાનમાલનું રક્ષણ કરવું,સ્ત્રીઓની નીજી મિલકત પર પુરુષોનો કોઇ અધિકાર નથી..(૨-૨૨૯)

મા-બાપ અથવા અન્યનાં વારસામાં મળેલી મિલકત પર દીકરી અને દીકરાનો સરખો સમાન હિસ્સો રહેશે....ભલે મિલકત થોડી હોય કે વધું હોય..(૪-૭)

સ્ત્રીઓને યોગ્ય માર્ગે કામ કરીને ધન કમાવાનો પુરો અધિકાર છે...અને તેને કમાયેલા ધનની તે માલિક કહેવાશે..(૪-૩૨)

તલ્લાક સંબધી અને પતિ-પત્નીના ઝઘડા બાબતે પેંગમ્બર સાહેબે લખ્યું છે કે,"કુરાન આદેશ આપે છે કે એક પંચ પતિ તરફથી અને એક પંચ પત્ની તરફથી હોવું જોઇએ અને આ પંચનું કામ બને વચ્ચે સુલેહ કરાવવાનું રહેશે....છતા જો મેળ ના થાય તો જ વિશિષ્ઠ સંજોગોમાં અમુક શરતોને આધિન તલ્લાકની છુટ કુરાન આપે છે....ગર્ભવતીને તલ્લાક દેવા પર કુરાન પાંબધી ફરમાવે છે...છુટાછેડા પામેલા સ્ત્રીની ભરણપોષણની જવાબદારી પુરુષની રહેશે....(૪-૨૮..૬૫-૪...૨-૨૪૧)

ચાર લગ્ન કરવાની છુટ આપી છે એ આયાતો ઓહાદની પ્રખ્યાત લડાઇ પછીની છે..ત્યારે મોટા ભાગનાં મુસ્લિમ પુરુષોની કત્લ થઇ હોવાથી...વિધવા અને અનાથોની સંખ્યાઓમાં મોટો વધારો થયો હતો....ત્યારે આ વિધવાઓ અને અનાથોનાં ભરણ પોષણ થઇ શકે ..

ત્યારે પેંગમ્બર સાહેબે લખ્યું છે કે,"અને તમોને એવી શંકા થાય કે અનાથોનું પોષણ આ સિવાઇ નહી થઇ શકે તો તમને યોગ્ય જણાય તેમાંથી એક,બે કે ત્રણ કે ચાર સાથે લગ્ન કરી શકો છો...પણ જો તમને એમ લાગતું હોય કે તમે સૌવની સાથે સરખી રીતે નહી વર્તી શકો ને સૌને એકસરખો સંતોષ નહી આપી શકો..તો માત્ર એકની સાથે જ લગ્ન કરો અથવા ત્યાં જ અટકો...એક સ્ત્રીને પરણવું ઉત્તમ છે..જેથી ધર્મનાં માર્ગેથી ચળી ના શકો..(૪-૩)

 
વ્યભિચાર બાબતે મોહમદ સાહેબ લખે છે,સ્ત્રી કે પુરુષ કોઇ પણ વ્યભિચાર કરે તો એને જાહેરમાં સો ફટકાની સજા કરવામાં આવે...પણ સાથેસાથે એ પણ ચોખવટ કરી કે જો કોઇ પુરુષ કોઇ સ્ત્રી ઉપર ખોટો વ્યભિચારનો આરોપ લગાડે તો એને જાહેરમાં ૮૦ ફટકા મારવાની સજા છે..
(૨૪-૧થી૪)

જેહાબ સંબધી મોહમદ સાહેબે જે વાતો લખી છે.અને કુરાનમાં ઘણી જગ્યાએ "જિહાદ ફી સબીલલ્લાહ"નો ઉલ્લેખ છે,એનો મતલબ "અલ્લાહનાં માર્ગે પ્રયત્ન કરવો".

ઇસ્લામનાં શરૂઆતી કાળમાં કુરેશોનાં જુલ્મથી ધર્મને બચાવવા જે મુસલમાનો મક્કા છોડીને ચાલ્યા ગયા હતા,તેમના માટે,અલ્લાહના માર્ગે જાનમાલને બચાવવા કોશિશ કરવાનું કહેવાયું છે..(૮-૭૨,૭૪,૭૫)

કુરાનમાં જેહાદનો કોઇ પણ અસ્ત્રશસ્ત્ર સાથે સંબધ નથી...તે સમય સુધી તો લડાઇની પરવાનગી પણ અપાઇ નહોતી..ઉલટું મોહમદ સાહેબે એમ કહ્યું હતું,"મુસલમાનોએ શત્રુઓના જુલ્મને ધૈર્ય અને શાંતિથી કોઇ પણ પ્રકારનો બદલો લીધા વિના સહન કરતા રહે અને બને ત્યાં સુધી બૂરાઇનો બદલો ભલાઇથી આપતા રહો.. કુરાન કેટલાક ઠેકાણે મહમદ સાહેબને કહેવામાં આવ્યું છે કે હજું પણ અમુક લોકો તમારી વાતોમાં વિશ્વાશ રાખતા નથી જેઓ મુસલમાન બન્યા થયા છતા સચ્ચાઇ તથા પવિત્રતાથી તમારી સાથે વર્તતા નથી..એટલે કે એ લોકો સાથે જેહાદ ચાલુ રાખો,એટલે કે સૌને સમજાવવાના પ્રયત્નોમાં કોઇ પણ પ્રકારની કચાશ ના રહેવા દો....અહીં 'જેહાદ'નો સંબધ હથિયારબંધ લડાઇ સાથે નથી...અને આ આયાતમાં જે મુસલમાનોનો ઉલ્લેખ છે તેમની વિરુધ્ધ ન તો કદીયે શસ્ત્ર ઉગામવાની રજા અપાઇ હતી ન તો હથિયાર વપરાયા હતા...(૯-૭૩ ; ૬૬-૯)

કુરાનની ૨૫મી સૂરાની બાવનમી આયતમાં મહમદ સાહેબને કહેવામાં આવ્યું છે કે,"લોકો સાથે કુરાન મારફત 'જિહાદ કબીર'એટલે કે ભારે જિહાદ કરો."એનો અર્થ એ થાય છે કે પોતાની પુરી શકિતિ લગાડીને લોકોમાં કુરાન પ્રચાર કરો....જે લોકો મુસલમાન બન્યા પછી પેગમ્બરની સાહેબની વાતોમાં પુરો વિશ્વાસ નહોતા ધરાવતા એવા લોકો માટેની વાત છે.

જેઓ શત્રુઓનાં કેરથી બચવા બીજે ક્યાંક ઠેકાણે ભાગી જાય છે પંરતું સત્યનો સાથ છોડતા નથી અને ધૈર્ય રાખે છે અને સ્વધર્મનું પાલન કરે છે..એમના આ કાર્યને જિહાદ કહે છે..(૧૬-૧૧૦)

પુરા કુરાનમાં જેહાદ શબ્દ એવા પ્રંસંગોમાં વપરાયો છે કે જેનો કશોએ સંબધ લડાઇ કે હથિયાર સાથે નથી...ફકત ધર્મનાં કાર્યો માટે જ જેહાદ શબ્દ વપરાયો છે

જ્યારે કુરેશોએ પહેલી વખત મદિના ઉપર ચડાઇ કરી ત્યારે કુરાનમાં પહેલી વખત તલવાર ઉપાડવાનું ફરમાન કરવામાં આવ્યુ.

ફરમાન આ રીતે લખેલુ છે,"લડાઇ માટે આપના ઉપર ચડાઇ કરવામાં આવી છે.જેનાં કારણે મારા અનુયાયીઓ ઉપર સંકટ આવી પડયુ છે.આ કારણસર મારાં અનુયાયીઓને લડાઇ લડવાની પરવાનગી આપુ છું.કારણકે આ નિર્દોષ લોકો ઉપર જુલ્મ છે.અને અલ્લાહ આપણી મદદ માટે પુરતા છે.અને આ ફરમાન એવા લોકો માટે જ છે,જેઓને પોતાના ઘરમાંથી હાંકી કાંઢવામાં આવ્યા છે.કારણકે આ લોકો એવું માને છે કે અલ્લ્લાહ એક જ છે....(હજ્જ,૩૯-૪૦)

જ્યારે ગીતાના (૧-૩૬) અને મનુસ્મૃતિમાં નરાધમ માટે "આતતાયી" જેવો શબ્દપ્રયોગ થયો છે,એટલે કે એવા લોકો જેઓ ઝેર ખવડાવે છે,લૂટ કરે છે,આગ લગાડે છે,અને એના જેવા અધમ કૃત્યો કરે છે.ટુકમા અત્યારે જે કૃત્યો આંતકવાદીઑ કરે છે.

મનુસ્મૃતિમાં આગળ લખે છે,"જો સામેથી આતતાયી આવતો હોય તો બીજો કશોય વિચાર કર્યા વિના આતતાયીને મારી નાંખવો જોઇએ."


ખાસ સંજોગામાં કુરાને ર્ધમરક્ષાર્થે હથિયાર ઉઠાવાની પરવાનગી આપી છે કે લડાઇની પરવાનગી આપી છે,એમાં એક પણ જગ્યાએ 'જેહાદ'શબ્દનો પ્રયોગ નથી...ત્યાં 'કેતાલ'શબ્દ આવે છે..
(૨-૧૯૦થી૧૯૫;૨૧૬....૪-૭૪-૭૫-૮૪-૯૦-૯૪...૬૧-૪)

*જેહાદ વિષયક કોઇને વાંચવું હોય તો મૌલવી ચિરાગઅલી અને મૌલાના અબુલ કલામનું
"અલ જિહાદ ફિલ ઇસ્લામ"....વાંચી જવા જોઇએ...

અરબસ્તાનનાં અતિ જાણીતા અને વિધ્વાન મૌલવી જેને અંગ્રેજીમાં કુરાનને અનુવાદ કરી છે..એ પણ કબૂલ કરે છે...'જિહાદ'એટલે તલવારથી લડાઇ લડવી એ અરબી ભાષાનું અજ્ઞાન છે...

ઇન્સાઅલાહ....ખુદા બધાની ખૈરિયત રાખે અને આપણા મુલ્ક હિંદુસ્તાન શાનોસૌકત બનાવી રાખે....

નરેશ કે.ડૉડીયા


Advertisement

No comments:

Post a Comment