हवानो रूख जोइने जे माणस राह बदले छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
हवानो रूख जोइने जे माणस राह बदले छे Gujarati Gazal By Naresh K. Dodia |
हवानो रूख जोइने जे माणस राह बदले छे
जरूरत होय त्या खुदनी अचानक जात बदले छे
तमारी साव पासे आवीने आधा सरी जाशे
जे रीते पानखर आवेने पंखी डाळ बदले छे
बधाने पोत-पोतानां अलग चोकामा फावे छे
जे चाहीताने लागे सारू माटे दाद बदले छे
हरखनी कोइ हेली एना मुख पर ना मळे जोवां
ना तो ए मानवीनी काल,ना तो आज बदले छे
ए प्हेली वार बे माणस मळ्या शब्दोना साथी थइ
वखत जाता एनो कोम्युंनिकेशन पाथ बदले छे
हवे हुं जीरवी शकतो नथी ए मौननुं भारण
हुं कंइ एने पूछुं तो होठना आकार बदले छे
घणाने गमता तो क्यारेक अणगमतां बनावे छे
ए खासमखासनो मरजी मूजब संगाथ बदले छे
सिनाजोरी सहन करवी नथी गमती “महोतरमां”
अछोवाना करूं छुं तोय क्या तुं भाव बदले छे?
– नरेश के. डॉडीया
હવાનો રૂખ જોઇને જે માણસ રાહ બદલે છે
જરૂરત હોય ત્યા ખુદની અચાનક જાત બદલે છે
તમારી સાવ પાસે આવીને આધા સરી જાશે
જે રીતે પાનખર આવેને પંખી ડાળ બદલે છે
બધાને પોત-પોતાનાં અલગ ચોકામા ફાવે છે
જે ચાહીતાને લાગે સારૂ માટે દાદ બદલે છે
હરખની કોઇ હેલી એના મુખ પર ના મળે જોવાં
ના તો એ માનવીની કાલ,ના તો આજ બદલે છે
એ પ્હેલી વાર બે માણસ મળ્યા શબ્દોના સાથી થઇ
વખત જાતા એનો કોમ્યુંનિકેશન પાથ બદલે છે
હવે હું જીરવી શકતો નથી એ મૌનનું ભારણ
હું કંઇ એને પૂછું તો હોઠના આકાર બદલે છે
ઘણાને ગમતા તો ક્યારેક અણગમતાં બનાવે છે
એ ખાસમખાસનો મરજી મૂજબ સંગાથ બદલે છે
નથી કરવી સહન મારા ઉપર તારી સિનાજોરી
અછોવાના કરૂં છું તોય ક્યા તું ભાવ બદલે છે?
– નરેશ કે. ડૉડીયા
જરૂરત હોય ત્યા ખુદની અચાનક જાત બદલે છે
તમારી સાવ પાસે આવીને આધા સરી જાશે
જે રીતે પાનખર આવેને પંખી ડાળ બદલે છે
બધાને પોત-પોતાનાં અલગ ચોકામા ફાવે છે
જે ચાહીતાને લાગે સારૂ માટે દાદ બદલે છે
હરખની કોઇ હેલી એના મુખ પર ના મળે જોવાં
ના તો એ માનવીની કાલ,ના તો આજ બદલે છે
એ પ્હેલી વાર બે માણસ મળ્યા શબ્દોના સાથી થઇ
વખત જાતા એનો કોમ્યુંનિકેશન પાથ બદલે છે
હવે હું જીરવી શકતો નથી એ મૌનનું ભારણ
હું કંઇ એને પૂછું તો હોઠના આકાર બદલે છે
ઘણાને ગમતા તો ક્યારેક અણગમતાં બનાવે છે
એ ખાસમખાસનો મરજી મૂજબ સંગાથ બદલે છે
નથી કરવી સહન મારા ઉપર તારી સિનાજોરી
અછોવાના કરૂં છું તોય ક્યા તું ભાવ બદલે છે?
– નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment