जात सामे रोज लडवानुं मने फावी गयुं Gujarati Gazal By Naresh K. Dodia

जात सामे रोज लडवानुं मने फावी गयुं Gujarati Gazal By Naresh K. Dodia
जात सामे रोज लडवानुं मने फावी गयुं Gujarati Gazal By Naresh K. Dodia
जात सामे रोज लडवानुं मने फावी गयुं 
ज्ञान एवुं जात घडवानुं मने फावी गयुं 

साव आघे लागता संबंधमां हळवाश छे
दूरतामां साथ भळवानुं मने फावी गयुं 

इश्कना नामे लखे छे शायरी लाखो अहीं
एक जण माटे ज लखवानुं मने फावी गयुं 

डाळ इच्छानी बटकणी होय छे, लोको कहे 
ए ज डाळोने पकडवानुं मने फावी गयुं

त्राजवानी जात लइने आ जगतमां हुं फरुं 
दोस्त जेवुं जोइ नमवानुं मने फावी गयु 

सादगीनो भाव एनो आंखने अडकी गयो 
तोय एनुं रोज सजवानुं मने फावी गयुं 

कोइ आबांनी कलम जेवुं जतन करवुं पडे 
लागणीनो पाक लणवानुं मने फावी गयु 

हुं ‘महोतरमा’नी गमती शायरी लखतो रहुं
शायरीमां प्रेम करवानुं मने फावी गयुं 
-नरेश के.डॉडीया 
જાત સામે રોજ લડવાનું મને ફાવી ગયું 
જ્ઞાન એવું જાત ઘડવાનું મને ફાવી ગયું 

સાવ આઘે લાગતા સંબંધમાં હળવાશ છે
દૂરતામાં સાથ ભળવાનું મને ફાવી ગયું 

ઇશ્કના નામે લખે છે શાયરી લાખો અહીં
એક જણ માટે જ લખવાનું મને ફાવી ગયું 

ડાળ ઇચ્છાની બટકણી હોય છે, લોકો કહે 
એ જ ડાળોને પકડવાનું મને ફાવી ગયું

ત્રાજવાની જાત લઇને આ જગતમાં હું ફરું       
દોસ્ત જેવું જોઇ નમવાનું મને ફાવી ગયું

સાદગીનો ભાવ એનો આંખને અડકી ગયો        
તોય એનું રોજ સજવાનું મને ફાવી ગયું

કોઇ આંબાની કલમ જેવું જતન કરવું પડે
લાગણીનો પાક લણવાનું મને ફાવી ગયું
                
હું ‘મહોતરમા’ની ગમતી શાયરી લખતો રહું
શાયરીમાં પ્રેમ કરવાનું મને ફાવી ગયું 

- નરેશ કે.ડૉડીયા
Advertisement