सितारा आभमाथी आज नीचे ऊतर्या छे Gujarati Gazal By Naresh K. Dodia

सितारा आभमाथी आज नीचे ऊतर्या छे Gujarati Gazal By Naresh K. Dodia
सितारा आभमाथी आज नीचे ऊतर्या छे Gujarati Gazal By Naresh K. Dodia
सितारा आभमाथी आज नीचे ऊतर्या छे
आ कोना स्पर्शथी फूलोनां रंगो नीखर्या छे

तमारी आंखनुं काजळ छे के कामणनी माया?
धनु आकारना नेणे कतल अमने कर्यां छे

मलकवानुं,तरसवानुं बधाने प्रेम नामे
मुलाकातो नथी थाती तो मर्दो पण रड्या छे

युवानी एक मायानां पटारा जेम लागी
हथेळी ज्यां अडी तो स्पर्शना मोती मळ्याछे

कळीमाथी फूलो खीले,पछी अत्तर बने छे
खबर माळीने क्या छे केटला फूलो मर्यां छे

ए कायम कहे छे धीरज राखता शीखो कविजी
ए कारणथी मगजने दिलना झघडाओ वध्यांछे

छुपावीने हुं क्या राखुं तमारा प्रेमनां भेद
आ काव्यो ने गझल,लोको ए अखबारो गण्या छे

जमावट केम आवी काव्य गझलोमां पूछे लोक
“महोतरमांनी” कृपाथी बधा काव्यो रच्या छे
-नरेश के.डॉडीया

સિતારા આભમાથી આજ નીચે ઊતર્યા છે
આ કોના સ્પર્શથી ફૂલોનાં રંગો નીખર્યા છે

તમારી આંખનું કાજળ છે કે કામણની માયા?
ધનુ આકારના નેણે કતલ અમને કર્યાં છે

મલકવાનું,તરસવાનું બધાને પ્રેમ નામે
મુલાકાતો નથી થાતી તો મર્દો પણ રડ્યા છે

યુવાની એક માયાનાં પટારા જેમ લાગી
હથેળી જ્યાં અડી તો સ્પર્શના મોતી મળ્યાછે

કળીમાથી ફૂલો ખીલે,પછી અત્તર બને છે
ખબર માળીને ક્યા છે કેટલા ફૂલો મર્યાં છે

એ કાયમ કહે છે ધીરજ રાખતા શીખો કવિજી
એ કારણથી મગજને દિલના ઝઘડાઓ વધ્યાંછે

છુપાવીને હું ક્યા રાખું તમારા પ્રેમનાં ભેદ
આ કાવ્યો ને ગઝલ,લોકો એ અખબારો ગણ્યા છે

જમાવટ કેમ આવી કાવ્ય ગઝલોમાં પૂછે લોક
“મહોતરમાંની” કૃપાથી બધા કાવ્યો રચ્યા છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment