ए ज कारणसर तमारी भीत खखडावी अमे Gujarati Gazal By Naresh K. Dodia

ए ज कारणसर तमारी भीत खखडावी अमे Gujarati Gazal By Naresh K. Dodia
ए ज कारणसर तमारी भीत खखडावी अमे Gujarati Gazal By Naresh K. Dodia
ए ज कारणसर तमारी भीत खखडावी अमे
बारणाने खटखटावानी रसम टाळी अमे

हाथ लंबावुं छता त्या भीत सम लाग्यु मने
शक्यतानी हदने साचा अर्थमां मापी अमे

आवकारो ज्यां ह्रदयपूर्वक नथी मळतो हवे
भीत उभी थइ छे एवी मान्यता मानी अमे

रूबरू मळवानी ना पाडी दीधी छे ज्यारथी
शब्दनी गोफण पछी एनी भीते ताकी अमे

मौज मस्ती बाळपणनी ज्यारथी भूली गयां
झंखनानी भीत पर बाराखडी मांडी अमे

जीव जेनांमा नथी पण ज्न्मदात्री भीत थइ
पीपळानी गर्भ गाथा त्यारथी जाणी अमे

भीत मानीने हथोडानो धा मारी तो दीधो
एक बारीने विना कारण रडावीती अमे

पोपडा उखडी गया पण ना छूटी माया कदी
याद एनी भीत जेवी रोज शणगारी अमे
– नरेश के. डॉडीया
એ જ કારણસર તમારી ભીત ખખડાવી અમે
બારણાને ખટખટાવાની રસમ ટાળી અમે

હાથ લંબાવું છતા ત્યા ભીત સમ લાગ્યુ મને
શક્યતાની હદને સાચા અર્થમાં માપી અમે

આવકારો જ્યાં હ્રદયપૂર્વક નથી મળતો હવે
ભીત ઉભી થઇ છે એવી માન્યતા માની અમે

રૂબરૂ મળવાની ના પાડી દીધી છે જ્યારથી
શબ્દની ગોફણ પછી એની ભીતે તાકી અમે

મૌજ મસ્તી બાળપણની જ્યારથી ભૂલી ગયાં
ઝંખનાની ભીત પર બારાખડી માંડી અમે

જીવ જેનાંમા નથી પણ જ્ન્મદાત્રી ભીત થઇ
પીપળાની ગર્ભ ગાથા ત્યારથી જાણી અમે

ભીત માનીને હથોડાનો ધા મારી તો દીધો
એક બારીને વિના કારણ રડાવીતી અમે

પોપડા ઉખડી ગયા પણ ના છૂટી માયા કદી
યાદ એની ભીત જેવી રોજ શણગારી અમે

– નરેશ કે. ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment