शात एवी एक क्षणमां आव तुं Gujarati Gazal By Naresh K. Dodia

शात एवी एक क्षणमां आव तुं Gujarati Gazal By Naresh K. Dodia
शात एवी एक क्षणमां आव तुं Gujarati Gazal By Naresh K. Dodia
शात एवी एक क्षणमां आव तुं
मननां आ एकांत कणमां आव तुं

भावता भोजननी मायां कयां रही
एक उपवासीना रणमां आव तुं

होय जीगर प्रेममा पोलादनुं
रूपने बदलीने घणमां आव तुं

कोइ कारण चाहवानुं ना मळे 
वेदना आपी चलणमां आव तुं

साचवीने क्या सुधी राखी शके
प्रेमना नामे वलणमां आव तुं

कोइ गमतुं मानवी मळतुं नथी 
एक गमतुं हो ए जणमां आव तुं

हा-नां हा-नांनी फिकरने छोड तुं 
शब्दसाथी थइ भ्रमणमां आव तुं

रोज उडवानुं तने फावे नां तो 
दिलना दरवाजे शरणमां आव तुं

ओ "महोतरमां" मने मळवुं पडे 
छेवटे मारा मरणमां आव तुं 
-नरेश के.डॉडीया


શાત એવી એક ક્ષણમાં આવ તું
મનનાં આ એકાંત કણમાં આવ તું

ભાવતા ભોજનની માયાં કયાં રહી
એક ઉપવાસીના રણમાં આવ તું

હોય જીગર પ્રેમમા પોલાદનું
રૂપને બદલીને ઘણમાં આવ તું

કોઇ કારણ ચાહવાનું ના મળે 
વેદના આપી ચલણમાં આવ તું

સાચવીને ક્યા સુધી રાખી શકે
પ્રેમના નામે વલણમાં આવ તું

કોઇ ગમતું માનવી મળતું નથી 
એક ગમતું હો એ જણમાં આવ તું

હા-નાં હા-નાંની ફિકરને છોડ તું 
શબ્દસાથી થઇ ભ્રમણમાં આવ તું

રોજ ઉડવાનું તને ફાવે નાં તો 
દિલના દરવાજે શરણમાં આવ તું

ઓ "મહોતરમાં" મને મળવું પડે 
છેવટે મારા મરણમાં આવ તું 
-નરેશ કે.ડૉડીયા
Advertisement