आंखथी आधे छता दिलमां वसे एवु जण मळे Gujarati Gazal By Naresh K. Dodia

आंखथी आधे छता दिलमां वसे एवु जण मळे Gujarati Gazal By Naresh K. Dodia
आंखथी आधे छता दिलमां वसे एवु जण मळे Gujarati Gazal By Naresh K. Dodia
आंखथी आधे छता दिलमां वसे एवु जण मळे
कोइ पण सगपणथी आगळ वधवानुं कारण मळे

मुग्धता आठे प्रहर एनी छलोछल छलकी उठे          
एक मध्याना ह्रदयमां छोकरीनुं तारण मळे                         

एक दरियाने सतत खाराश माफक आवे नही
एमनीं अदर जुवो,मीठी नदीनुं तर्पण मळे

आंख जाणी जाय छे संदेश दिलनो ज्यारे मळे
एक जण जोता ह्रदयने आंखनुं सगपण मळे

व्हालथी बोलाववानी टेव कायम माटे पडी
ए ज मीठा बोलमां मीठाश ज्यां मणमण मळे

साद पाडी हुं ना बोलावी शकुं ए दूरी मळी
आंख सामे ए ज माणस होय कायम ए क्षण मळे

एक माणसना विचारो खळभळावे भीतर लगी
ए ज माणसनी कमी लइने उदासीनुं धण मळे

सांज पडतां ए मनोहर मुख नजर सामे होय छे
ए “महोतरमानुं” मारा शब्दमां आकर्षण मळे
-नरेश के.डॉडीया

આંખથી આધે છતા દિલમાં વસે એવુ જણ મળે
કોઇ પણ સગપણથી આગળ વધવાનું કારણ મળે

મુગ્ધતા આઠે પ્રહર એની છલોછલ છલકી ઉઠે          
એક મધ્યાના હ્રદયમાં છોકરીનું તારણ મળે                         

એક દરિયાને સતત ખારાશ માફક આવે નહી
એમનીં અદર જુવો,મીઠી નદીનું તર્પણ મળે

આંખ જાણી જાય છે સંદેશ દિલનો જ્યારે મળે
એક જણ જોતા હ્રદયને આંખનું સગપણ મળે

વ્હાલથી બોલાવવાની ટેવ કાયમ માટે પડી
એ જ મીઠા બોલમાં મીઠાશ જ્યાં મણમણ મળે

સાદ પાડી હું ના બોલાવી શકું એ દૂરી મળી
આંખ સામે એ જ માણસ હોય કાયમ એ ક્ષણ મળે

એક માણસના વિચારો ખળભળાવે ભીતર લગી
એ જ માણસની કમી લઇને ઉદાસીનું ધણ મળે

સાંજ પડતાં એ મનોહર મુખ નજર સામે હોય છે
એ “મહોતરમાનું” મારા શબ્દમાં આકર્ષણ મળે
-નરેશ કે.ડૉડીયા
Advertisement