प्रेम आपी त्या कशुं मांगो नही Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
प्रेम आपी त्या कशुं मांगो नही Gujarati Gazal By Naresh K. Dodia |
अध-वचाळे जइ अटकवानु सदा
राहमां तारी भटकवानुं सदा
रोज नुस्खां हुं नवा अजमावु छुं
स्मित आपीने तडपवानु सदा
रोज वासण जेम खखडे छे कशुं
लागणीओने रणकवांनु सदा
डाळनी साथे भरोसो जोइए
फूलने डाळे लटकवानु सदां
प्रेम आपी त्या कशुं मांगो नही
जोइने एने मलकवांनुं सदा
ए नदी भावे तने मळशे कदी
एक दरियो थइ छलकवानुं सदा
जिंदगीमा एक जण गमतुं मळे
ए ज कारणसर मचलवानुं सदा
छे करामत ए ‘महोतरमा’ थकी
एक देवी जेम नमवानु सदा
-नरेश के.डॉडीया
અધ-વચાળે જઇ અટકવાનુ સદા
રાહમાં તારી ભટકવાનું સદા
રોજ નુસ્ખાં હું નવા અજમાવુ છું
સ્મિત આપીને તડપવાનુ સદા
રોજ વાસણ જેમ ખખડે છે કશું
લાગણીઓને રણકવાંનુ સદા
ડાળની સાથે ભરોસો જોઇએ
ફૂલને ડાળે લટકવાનુ સદાં
પ્રેમ આપી ત્યા કશું માંગો નહી
જોઇને એને મલકવાંનું સદા
એ નદી ભાવે તને મળશે કદી
એક દરિયો થઇ છલકવાનું સદા
જિંદગીમા એક જણ ગમતું મળે
એ જ કારણસર મચલવાનું સદા
છે કરામત એ ‘મહોતરમા’ થકી
એક દેવી જેમ નમવાનુ સદા
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment