सात कोठा लागणीना पार करवाथी ए मळे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
सात कोठा लागणीना पार करवाथी ए मळे Gujarati Gazal By Naresh K. Dodia
सात कोठा लागणीना पार करवाथी ए मळे
|
शब्दना उंडा महासागरमा डुबवाथी ए मळे
पास आवे छे मुसीबत यादना नामे आंखमां
रातना सपनाओना रण रोज वटवाथी ए मळे
प्यार साथे जो अपेक्षा होय तो एनी छे मजा
मांगणीमां लागणीनां रग चडवाथी ए मळे
एकलोता प्यारनी वारस बनी छे ए ज्यारथी
आंखमां एकांतनो अग्नि प्रगटवाथी ए मळे
कोइ सुंदरने सुंगंधी श्वासमा जे हिलचाल छे
एक टहुको रोज टेलीफोन करवाथी ए मळे
बीजनां आकारमां लेटी हशे पाथरणामा ए
कोइ यक्ष कन्याना कल्पनमा भमवाथी ए मळे
आयखानुं आ तरसनुं रण सतत वधतुं जाय छे
याद नामे रोज गंगोत्रीमा डुबवाथी ए मळे
आ महोतरमाए एवो जादु मारा पर शुं कर्यो
जे पळे मुजने मळी ए पळ समरवाथी ए मळे
-नरेश के.डॉडीया
સાત કોઠા લાગણીના પાર કરવાથી એ મળે
શબ્દના ઉંડા મહાસાગરમા ડુબવાથી એ મળે
પાસ આવે છે મુસીબત યાદના નામે આંખમાં
રાતના સપનાઓના રણ રોજ વટવાથી એ મળે
પ્યાર સાથે જો અપેક્ષા હોય તો એની છે મજા
માંગણીમાં લાગણીનાં રગ ચડવાથી એ મળે
એકલોતા પ્યારની વારસ બની છે એ જ્યારથી
આંખમાં એકાંતનો અગ્નિ પ્રગટવાથી એ મળે
કોઇ સુંદરને સુંગંધી શ્વાસમા જે હિલચાલ છે
એક ટહુકો રોજ ટેલીફોન કરવાથી એ મળે
બીજનાં આકારમાં લેટી હશે પાથરણામા એ
કોઇ યક્ષ કન્યાના કલ્પનમા ભમવાથી એ મળે
આયખાનું આ તરસનું રણ સતત વધતું જાય છે
યાદ નામે રોજ ગંગોત્રીમા ડુબવાથી એ મળે
આ મહોતરમાએ એવો જાદુ મારા પર શું કર્યો
જે પળે મુજને મળી એ પળ સમરવાથી એ મળે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment