पडतर भले रहे तोय ए तो लागणीनी जात छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
पडतर भले रहे तोय ए तो लागणीनी जात छे Gujarati Gazal By Naresh K. Dodia |
पडतर भले रहे तोय ए तो लागणीनी जात छे
अडता अडी लो तो करडती सापणीनी जात छे
साची अदा ए स्पर्शनी कइ रीतथी जाणी शको
एने जो छंछेडॉ जरा,तो टांकणीनी जात छे
दळतुं ज रहे जे कांइ एमां ओरवामां आवतुं
दीमाग छे ए कोइ थोडी ढाकणीनी जात छे?
मापी शको तो मापलइ लो आ हदय खोली तमे
संवेदना मुंगी भले हो ए टणीनी जात छे
बळता रहीए भर-बपोरी जेम एनी यादमां
तापी शको इच्छा तमे ए तापणीनी जात छे
पडती रही छे भात मारा दिलमां एना प्यारनी
नकशी थयेलुं आ ह्रदय तो बांधणीनी जात छे
टहुका समुं बोले छे टेलीफोनमां तो दिल कहे
मारी "महोतरमानी" वाणी चासणीनी जात छे
-नरेश के.डॉडीया
પડતર ભલે રહે તોય એ તો લાગણીની જાત છે
અડતા અડી લો તો કરડતી સાપણીની જાત છે
સાચી અદા એ સ્પર્શની કઇ રીતથી જાણી શકો
એને જો છંછેડૉ જરા,તો ટાંકણીની જાત છે
દળતું જ રહે જે કાંઇ એમાં ઓરવામાં આવતું
દીમાગ છે એ કોઇ થોડી ઢાકણીની જાત છે?
માપી શકો તો માપલઇ લો આ હદય ખોલી તમે
સંવેદના મુંગી ભલે હો એ ટણીની જાત છે
બળતા રહીએ ભર-બપોરી જેમ એની યાદમાં
તાપી શકો ઇચ્છા તમે એ તાપણીની જાત છે
પડતી રહી છે ભાત મારા દિલમાં એના પ્યારની
નકશી થયેલું આ હ્રદય તો બાંધણીની જાત છે
ટહુકા સમું બોલે છે ટેલીફોનમાં તો દિલ કહે
મારી "મહોતરમાની" વાણી ચાસણીની જાત છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment