रोज सांजे एक इच्छा आंखमा पेसी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia

रोज सांजे एक इच्छा आंखमा पेसी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
रोज सांजे एक इच्छा आंखमा पेसी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
रोज सांजे एक इच्छा आंखमा पेसी जाय छे
ए ज इच्छा,आ गझलनी कांध मळता उचकाय छे

यातना हुं भोगवुं छुं प्रेमनां ए अंजामनी
ए अधूरपथी असरकारक गझल कै सर्जाय छे

एक इंतेजारनुं वळगण थयुं मारा ख्वाबने
आववाना के नही!ए ख्वाबने क्यां समजाय छे?

प्रेम मबलख जेमने मळतो रहे..एने शुं खबर?
खालिपानी घात शुं छे? एमने क्यां परखाय छे?

मौन धरबी राखता फावे नही मारी जातने
आ गझलनी जात पोपट जेम पटपट टहुकाय छे

अपशुकन शुं के शुकन शुं?प्रेममा कैं नडतर नथी
प्रेम कै पचांग पोथी जोइने थोडॉ थाय छे?

रोज लखलख केटलुं करतो रहुं बोलोने "सखी"?
भेद अनहद आपनो छे जे गझलमा धरबाय छे

आ "महोतरमा" विशे लोको पूछे छे जाहेरमां
हुं उतर आपुं..अने लोको मनोमन मलकाय छे
-नरेश के.डॉडीया

રોજ સાંજે એક ઇચ્છા આંખમા પેસી જાય છે
એ જ ઇચ્છા,આ ગઝલની કાંધ મળતા ઉચકાય છે

યાતના હું ભોગવું છું પ્રેમનાં એ અંજામની
એ અધૂરપથી અસરકારક ગઝલ કૈ સર્જાય છે

એક ઇંતેજારનું વળગણ થયું મારા ખ્વાબને
આવવાના કે નહી!એ ખ્વાબને ક્યાં સમજાય છે?

પ્રેમ મબલખ જેમને મળતો રહે..એને શું ખબર?
ખાલિપાની ઘાત શું છે? એમને ક્યાં પરખાય છે?

મૌન ધરબી રાખતા ફાવે નહી મારી જાતને
આ ગઝલની જાત પોપટ જેમ પટપટ ટહુકાય છે

અપશુકન શું કે શુકન શું?પ્રેમમા કૈં નડતર નથી
પ્રેમ કૈ પચાંગ પોથી જોઇને થોડૉ થાય છે?

રોજ લખલખ કેટલું કરતો રહું બોલોને "સખી"?
ભેદ અનહદ આપનો છે જે ગઝલમા ધરબાય છે

આ "મહોતરમા" વિશે લોકો પૂછે છે જાહેરમાં
હું ઉતર આપું..અને લોકો મનોમન મલકાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement