रात आखी एक शमणुं आंखमां फरतुं रहे छे Gujarati Gazal By Naresh K. Dodia

रात आखी एक शमणुं आंखमां फरतुं रहे छे Gujarati Gazal By Naresh K. Dodia
रात आखी एक शमणुं आंखमां फरतुं रहे छे Gujarati Gazal By Naresh K. Dodia
रात आखी एक शमणुं आंखमां फरतुं रहे छे
कोई आवीने हृदय-दरबारमां सजतुं रहे छे

एक सपनुं रूबरू आव्युं नहीं तो शुं थयुं
देह शब्दोनो धरीने कायमी मळतुं रहे छे

एमने कारण विना रूठी जवानु गमतुं भले
ए बहाने सर अमारू कायमी नमतुं रहे छे

ए ज माणसनी कमी नडती रही छे उम्रभर
एक माणस ए ज नामे शायरी लखतुं रहे छे

साव कोरी जिंदगीमा रंग शब्दोना चड्या छो
रोज मादक स्मित एनुं मावजत करतुं रहे छे

सत्यनी पासे जवाथी कोक हसतु जण मळे छे
एक शमणा पारनी दुनियामा जण वसतुं रहे छे

जे मळी मुग्धा समी,ए ज पाकट थइ मळे छे
ए वितेली पळना माळामा कै सळवळतुं रहे छे

हे ‘महोतरमा’ तमे सामे नथी तोये जुओ ने
वात मारी कोण दईने ध्यान सांभळतुं रहे छे
-नरेश के.डॉडीया

રાત આખી એક શમણું આંખમાં ફરતું રહે છે
કોઈ આવીને હૃદય-દરબારમાં સજતું રહે છે

એક સપનું રૂબરૂ આવ્યું નહીં તો શું થયું
દેહ શબ્દોનો ધરીને કાયમી મળતું રહે છે

એમને કારણ વિના રૂઠી જવાનુ ગમતું ભલે
એ બહાને સર અમારૂ કાયમી નમતું રહે છે

એ જ માણસની કમી નડતી રહી છે ઉમ્રભર
એક માણસ એ જ નામે શાયરી લખતું રહે છે

સાવ કોરી જિંદગીમા રંગ શબ્દોના ચડ્યા છો
રોજ માદક સ્મિત એનું માવજત કરતું રહે છે

સત્યની પાસે જવાથી કોક હસતુ જણ મળે છે
એક શમણા પારની દુનિયામા જણ વસતું રહે છે

જે મળી મુગ્ધા સમી,એ જ પાકટ થઇ મળે છે
એ વિતેલી પળના માળામા કૈ સળવળતું રહે છે

હે ‘મહોતરમા’ તમે સામે નથી તોયે જુઓ ને
વાત મારી કોણ દઈને ધ્યાન સાંભળતું રહે છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement