जात मारी रोज हुं छेतरतो हतो Gujarati Gazal By Naresh K. Dodia

जात मारी रोज हुं छेतरतो हतो Gujarati Gazal By Naresh K. Dodia
जात मारी रोज हुं छेतरतो हतो Gujarati Gazal By Naresh K. Dodia
जात मारी रोज हुं छेतरतो हतो
एटले तो आयनाथी डरतो हतो

कायमी एनी कमी खळभळती रहे
शब्द देहे रोज एने अडतो हतो

तोर करती होय त्यारे गमती मने
एटले हुं तंग एने करतो हतो

कायमी मळवानु एने गमतुं हतुं
चाहनाथी रोज आगळ वधतो हतो

साव खुल्ला दिलथी ज्यारे वातो करे
प्यार साथे केफ एनो भळतो हतो

जात एनी साव भोळी लागे मने
हुं य सामे साव भोळॉ बनतो हतो

मौन ए सामे धरे तो रडमस थतो
थाळ मीठा शब्दना हुं धरतो हतो

साव बाळक जेम नखरा ज्यारे करे
साथ एमां दिलथी मारो मळतो हतो

प्रेमनो आगाझ केवो सुंदर हतो!
रोज अवसर प्रेम भावे सजतो हतो

एक समजण प्रेमनी माणसमा भळे
ए समजथी प्रेम भावे भजतो हतो

मुग्धता ज्या खास एनी ओळख हती
एक शायर ए ज भावे लखतो हतो

ए’महोतरमा’प्रथम वखते ज्यां मळी
ए ज स्थळे याद लइने फरतो हतो
-नरेश के.डॉडीया

જાત મારી રોજ હું છેતરતો હતો
એટલે તો આયનાથી ડરતો હતો

કાયમી એની કમી ખળભળતી રહે
શબ્દ દેહે રોજ એને અડતો હતો

તોર કરતી હોય ત્યારે ગમતી મને
એટલે હું તંગ એને કરતો હતો

કાયમી મળવાનુ એને ગમતું હતું
ચાહનાથી રોજ આગળ વધતો હતો

સાવ ખુલ્લા દિલથી જ્યારે વાતો કરે
પ્યાર સાથે કેફ એનો ભળતો હતો

જાત એની સાવ ભોળી લાગે મને
હું ય સામે સાવ ભોળૉ બનતો હતો

મૌન એ સામે ધરે તો રડમસ થતો
થાળ મીઠા શબ્દના હું ધરતો હતો

સાવ બાળક જેમ નખરા જ્યારે કરે
સાથ એમાં દિલથી મારો મળતો હતો

પ્રેમનો આગાઝ કેવો સુંદર હતો!
રોજ અવસર પ્રેમ ભાવે સજતો હતો

એક સમજણ પ્રેમની માણસમા ભળે
એ સમજથી પ્રેમ ભાવે ભજતો હતો

મુગ્ધતા જ્યા ખાસ એની ઓળખ હતી
એક શાયર એ જ ભાવે લખતો હતો

એ’મહોતરમા’પ્રથમ વખતે જ્યાં મળી
એ જ સ્થળે યાદ લઇને ફરતો હતો
-નરેશ કે.ડૉડીયા
Advertisement