आपी वचन जे कोइ पण भोगे निभावे छे Gujarati Gazal By Naresh K. Dodia

आपी वचन जे कोइ पण भोगे निभावे छे Gujarati Gazal By Naresh K. Dodia
आपी वचन जे कोइ पण भोगे निभावे छे Gujarati Gazal By Naresh K. Dodia
आपी वचन जे कोइ पण भोगे निभावे छे
जीवनमां आवा मानवी भाग्ये ज आवे छे

कायम फिकर सामेना माणसनी जे करता रहे
एवा निराळा मानवी चाहतमा फावे छे

एनी जे तासिर छे बदलवानी ना कोशिश कर
नारी सहज नखरा करी चाहत जतावे छे

तुं प्रेममां नमवामां नानप ना समज शायर
आकाशने पण क्षितिजे धरती नमावे छे

ए पातळी दोरी कदी तूटे नही जोजे
संबंधने विश्वासनां धागा टकावे छे

क्षण होय छे एवी धणी माणी नथी शकतां
एवो समय धीरजनी धरती डगमगावे छे

कायम उछीना श्वास लइने क्या सुधी चाले
जीवन मरणनी नाव ज्यां इश्वर चलावे छे

सुंदरतांनुं तुं आवरण जोइ नां मोही पड
ओळख तो साची भावनां एनी जगावे छे

लोको पूछे छे कोण तमने प्रेरणां आपे?
छे ए “महोतरमानी” चाहत जे लखावे छे
-नरेश के.डॉडीया

આપી વચન જે કોઇ પણ ભોગે નિભાવે છે
જીવનમાં આવા માનવી ભાગ્યે જ આવે છે

કાયમ ફિકર સામેના માણસની જે કરતા રહે
એવા નિરાળા માનવી ચાહતમા ફાવે છે

એની જે તાસિર છે બદલવાની ના કોશિશ કર
નારી સહજ નખરા કરી ચાહત જતાવે છે

તું પ્રેમમાં નમવામાં નાનપ ના સમજ શાયર
આકાશને પણ ક્ષિતિજે ધરતી નમાવે છે

એ પાતળી દોરી કદી તૂટે નહી જોજે
સંબંધને વિશ્વાસનાં ધાગા ટકાવે છે

ક્ષણ હોય છે એવી ધણી માણી નથી શકતાં
એવો સમય ધીરજની ધરતી ડગમગાવે છે

કાયમ ઉછીના શ્વાસ લઇને ક્યા સુધી ચાલે
જીવન મરણની નાવ જ્યાં ઇશ્વર ચલાવે છે

સુંદરતાંનું તું આવરણ જોઇ નાં મોહી પડ
ઓળખ તો સાચી ભાવનાં એની જગાવે છે

લોકો પૂછે છે કોણ તમને પ્રેરણાં આપે?
છે એ “મહોતરમાની” ચાહત જે લખાવે છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment