क्रिष्ना रूपे राधाने ज्यारे साद करतो होउं छु Gujarati Gazal By Naresh K. Dodia

क्रिष्ना रूपे राधाने ज्यारे साद करतो होउं छु Gujarati Gazal By Naresh K. Dodia
क्रिष्ना रूपे राधाने ज्यारे साद करतो होउं छु Gujarati Gazal By Naresh K. Dodia
क्रिष्ना रूपे राधाने ज्यारे साद करतो होउं छु
साचुं कहुं त्यारे हुं तारू नाम रटतो होंउ छुं

आ दूरतानुं एक कारण कायमी नडतुं रह्युं
बाकी तो पासे होय एवा ख्वाब गुथतो होंउ छुं

तारी वफादारीनी पाछळ हुं सतत चाल्यां करूं
शब्दोनां फूलोथी छबी तारी हुं पुजतो होंउ छुं

थाकी जशे ज्यारे समय त्यारे तुं धरजे हाथने
क्यारेक टाइमझोनथी आगळ हुं मळतो होंउ छुं

दीवाल छोने लोक चणता होय दुनियामां भले
संशय बधा छोडी हुं तने दिलमां चणतो होंउ छुं

सहराना रणनी छे तरस,ए तृप्त थाशे नही
भीनाश नामे रणमां तारूं नाम लखतो होंउ छुं

भरतो रहुं छुं एक तारा प्यार नामे कर्जने
सगपणना नामे व्याजना वळतरने रळतो होंउ छुं

हर सांज तारा कारणे तो एक वणजारी बनी
आ कारवा यादोनां लइ क्यांक्यां हुं घुमतो होंउ छुं

में ज्यारथी तारी लटो होठोने अडती जोइ छे
ए रीतथी मारी गझलना शब्द अडतो होंउ छुं

मारी “महोतरमां” तुं मारी कामनानुं छे जगत
मारी गझल तुं रूबरू हो एम पढतो होउ छुं
-नरेश के.डॉडीया

ક્રિષ્ના રૂપે રાધાને જ્યારે સાદ કરતો હોઉં છુ
સાચું કહું ત્યારે હું તારૂ નામ રટતો હોંઉ છું

આ દૂરતાનું એક કારણ કાયમી નડતું રહ્યું
બાકી તો પાસે હોય એવા ખ્વાબ ગુથતો હોંઉ છું

તારી વફાદારીની પાછળ હું સતત ચાલ્યાં કરૂં
શબ્દોનાં ફૂલોથી છબી તારી હું પુજતો હોંઉ છું

થાકી જશે જ્યારે સમય ત્યારે તું ધરજે હાથને
ક્યારેક ટાઇમઝોનથી આગળ હું મળતો હોંઉ છું

દીવાલ છોને લોક ચણતા હોય દુનિયામાં ભલે
સંશય બધા છોડી હું તને દિલમાં ચણતો હોંઉ છું

સહરાના રણની છે તરસ,એ તૃપ્ત થાશે નહી
ભીનાશ નામે રણમાં તારૂં નામ લખતો હોંઉ છું

ભરતો રહું છું એક તારા પ્યાર નામે કર્જને
સગપણના નામે વ્યાજના વળતરને રળતો હોંઉ છું

હર સાંજ તારા કારણે તો એક વણજારી બની
આ કારવા યાદોનાં લઇ ક્યાંક્યાં હું ઘુમતો હોંઉ છું

મેં જ્યારથી તારી લટો હોઠોને અડતી જોઇ છે
એ રીતથી મારી ગઝલના શબ્દ અડતો હોંઉ છું

મારી “મહોતરમાં” તું મારી કામનાનું છે જગત
મારી ગઝલ તું રૂબરૂ હો એમ પઢતો હોઉ છું
-નરેશ કે.ડૉડીયા
Advertisement