सामे रहे छे ते छता तारो अभाव छे Gujarati Gazal By Naresh K. Dodia

सामे रहे छे ते छता तारो अभाव छे Gujarati Gazal By Naresh K. Dodia
सामे रहे छे ते छता तारो अभाव छे Gujarati Gazal By Naresh K. Dodia
सामे रहे छे ते छता तारो अभाव छे
दूरतामां तारो ज आ नमणॉ प्रभाव छे

शब्दोथी आगळ शोधतां मळशे घणुं नवुं
मळतुं रहे छे जे ए तारो प्रेम भाव छे

कायम तुं मनमानी करे ने हुं सहन करूं
व्हाली,समजदारी ए प्रेमीनो स्वभाव छे

झुल्फोनी शीतळ छावथी आगळ धणुं हशे?
मांग्या विनां जे आप,मारो शीरपाव छे

अटकी जती पळमां सतत वधतो रहे छे जे
ए मौन गुंजारवनो खळभळतो तणाव छे

खळभळती मारी वेदनांनी गुंज सांभळॉ
मारी गझल शब्दोथी रूझायेल धाव छे

ताणी शके छे लागणीनो तार मन भरी
ने ताणवाथी नां तूटे एवो लगाव छे

बोलो “महोतरमां” हु काव्यो केटला लखुं?
मारी गझलमा डोलती रहेती तुं नाव छे
-नरेश के.डॉडीया

સામે રહે છે તે છતા તારો અભાવ છે
દૂરતામાં તારો જ આ નમણૉ પ્રભાવ છે

શબ્દોથી આગળ શોધતાં મળશે ઘણું નવું
મળતું રહે છે જે એ તારો પ્રેમ ભાવ છે

કાયમ તું મનમાની કરે ને હું સહન કરૂં
વ્હાલી,સમજદારી એ પ્રેમીનો સ્વભાવ છે

ઝુલ્ફોની શીતળ છાવથી આગળ ધણું હશે?
માંગ્યા વિનાં જે આપ,મારો શીરપાવ છે

અટકી જતી પળમાં સતત વધતો રહે છે જે
એ મૌન ગુંજારવનો ખળભળતો તણાવ છે

ખળભળતી મારી વેદનાંની ગુંજ સાંભળૉ
મારી ગઝલ શબ્દોથી રૂઝાયેલ ધાવ છે

તાણી શકે છે લાગણીનો તાર મન ભરી
ને તાણવાથી નાં તૂટે એવો લગાવ છે

બોલો “મહોતરમાં” હુ કાવ્યો કેટલા લખું?
મારી ગઝલમા ડોલતી રહેતી તું નાવ છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment