शांत इच्छा होय पण अंदर कशुं खळभळतुं रहे Gujarati Gazal By Naresh K. Dodia

शांत इच्छा होय पण अंदर कशुं खळभळतुं रहे Gujarati Gazal By Naresh K. Dodia
शांत इच्छा होय पण अंदर कशुं खळभळतुं रहे Gujarati Gazal By Naresh K. Dodia
शांत इच्छा होय पण अंदर कशुं खळभळतुं रहे 
दूरतामां एक जण माटे आमन तरफडतुं रहे                

कामनाओनुं जगत आंखुं मजानी नींदरमां होय  
ए ज वखते कोइ माणस आंख सामे हसतुं रहे छे

ए हमेशां कहे मने हदथी वधारे नां प्रेम कर 
एक माणस जोइने दिल लात मनने धरतुं रहे 

कैंक होवुं जोइए गमतां ए माणसनां रूपमां          
रोज मनमानी करे माणस छतां पण गमतुं रहे 

सत्यथी आगळ जवानां कोइ रस्तां होता नथी 
सत्य कोराणे मूकी जण कोइ आगळ वधतुं रहे 

लागणीओ रोज लावारस बनी ऊफाणे चडे 
प्रेमनां पेटाळमां ए शुं छे जे धगधगतुं रहे

एक दरियाने सुरातन साव नाहक चडतुं नथी
जोजनोनी दूरतांमां सत नदीनुं चडतुं रहे 

मौनने शब्दोमां लखवानुं गझलने फावी गयुं 
प्रेमनां बोल्या विनां काव्यो गझल दिल लखतुं रहे 

आ महोतरमां छे तो रंगीन लागे शब्दोनु जग   
प्रेमनां रंगोनुं सत काव्यो गझलने चडतुं रहे               
-नरेश के.डॉडीया

શાંત ઇચ્છા હોય પણ અંદર કશું ખળભળતું રહે 
દૂરતામાં એક જણ માટે આમન તરફડતું રહે                

કામનાઓનું જગત આંખું મજાની નીંદરમાં હોય  
એ જ વખતે કોઇ માણસ આંખ સામે હસતું રહે છે

એ હમેશાં કહે મને હદથી વધારે નાં પ્રેમ કર 
એક માણસ જોઇને દિલ લાત મનને ધરતું રહે 

કૈંક હોવું જોઇએ ગમતાં એ માણસનાં રૂપમાં          
રોજ મનમાની કરે માણસ છતાં પણ ગમતું રહે 

સત્યથી આગળ જવાનાં કોઇ રસ્તાં હોતા નથી 
સત્ય કોરાણે મૂકી જણ કોઇ આગળ વધતું રહે 

લાગણીઓ રોજ લાવારસ બની ઊફાણે ચડે 
પ્રેમનાં પેટાળમાં એ શું છે જે ધગધગતું રહે

એક દરિયાને સુરાતન સાવ નાહક ચડતું નથી
જોજનોની દૂરતાંમાં સત નદીનું ચડતું રહે 

મૌનને શબ્દોમાં લખવાનું ગઝલને ફાવી ગયું 
પ્રેમનાં બોલ્યા વિનાં કાવ્યો ગઝલ દિલ લખતું રહે 

આ મહોતરમાં છે તો રંગીન લાગે શબ્દોનુ જગ   
પ્રેમનાં રંગોનું સત કાવ્યો ગઝલને ચડતું રહે               
-નરેશ કે.ડૉડીયા
Advertisement