साव छाने खूणे उदासी होय छे Gujarati Gazal By Naresh K. Dodia

साव छाने खूणे उदासी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
साव छाने खूणे उदासी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
साव छाने खूणे उदासी होय छे
वाव उंडें क्यारेक प्यासी होय छे

कार्य एक ज करवाथी हुं थाकी गयो
एक इच्छाने रोज फांसी होय छे

तळमाथी एने कोइए उचकी नही
कोइ अबलां क्यारेक झांसी होय छे

एमनी भाषामां धणुं वैविध्य छे
मातृ भाषां कोइनी दासी होय छे

जे उपर वाळाने कदी ना दोष दे
भाग्य रेखा जे जणनी त्रासी होय छे

फायदानी आशा बधे राखे छे ए
जे सगानी मात्राओ खास्सी होय छे

कोइने लायक बनवुं अधरुं कार्य छे
राह खरबचडीने कपासी होय छे

ए महोतरमानुं ह्रदय फावे मने
दिल अमारुं त्यांनुं प्रवासी होय छे
– नरेश के. डॉडीया


સાવ છાને ખૂણે ઉદાસી હોય છે
વાવ ઉંડેં ક્યારેક પ્યાસી હોય છે

કાર્ય એક જ કરવાથી હું થાકી ગયો
એક ઇચ્છાને રોજ ફાંસી હોય છે

તળમાથી એને કોઇએ ઉચકી નહી
કોઇ અબલાં ક્યારેક ઝાંસી હોય છે

એમની ભાષામાં ધણું વૈવિધ્ય છે
માતૃ ભાષાં કોઇની દાસી હોય છે

જે ઉપર વાળાને કદી ના દોષ દે
ભાગ્ય રેખા જે જણની ત્રાસી હોય છે

ફાયદાની આશા બધે રાખે છે એ
જે સગાની માત્રાઓ ખાસ્સી હોય છે

કોઇને લાયક બનવું અધરું કાર્ય છે
રાહ ખરબચડીને કપાસી હોય છે

એ મહોતરમાનું હ્રદય ફાવે મને
દિલ અમારું ત્યાંનું પ્રવાસી હોય છે
– નરેશ કે. ડૉડીયા

Advertisement