एक ठोकर लागवानी वात छे Gujarati Gazal By Naresh K. Dodia

एक ठोकर लागवानी वात छे Gujarati Gazal By Naresh K. Dodia
एक ठोकर लागवानी वात छे Gujarati Gazal By Naresh K. Dodia
एक ठोकर लागवानी वात छे
त्या जीवनने जाणवानी वात छे

मात्र शब्दोना भरोसे ना लखो
भाव साचो आववानी वात छे

चाल नोखी चालवानी टेव छे
एक वखते हारवानी वात छे

रोज राधा काननी वातो करी
रोज नवतर लागवानी वात छे

टेव-वश मळवुं जरूरी पण खरूं
साथ गमतो माणवानी वात छे

चाहनानी डाळ पर फूलो उगे
भाव दिलनां खीलवानी वात छे

साव भीनेवान छे भीतर लगी
लागणीने चाखवानी वात छे

तोर तारो साव नोखो होय छे
टेव तारी पाडवानी वात छे

टेरवा पर रोज तुं कबजो करे
भेद दिलनो खोलवानी वात छे

सांज पडता याद घण जेवी वळे
रोज खीले बांधवानी वात छे

जे भरोसे वात मानी छे बधी
लाज मारी राखवानी वात छे

मौन तारू छापरे चडशे पछी
शब्द मारे ताकवानी वात छे

छे’महोतरमां’गझलना भावमां
रात आखी जागवानी वात छे
-नरेश के.डॉडीया

એક ઠોકર લાગવાની વાત છે
ત્યા જીવનને જાણવાની વાત છે

માત્ર શબ્દોના ભરોસે ના લખો
ભાવ સાચો આવવાની વાત છે

ચાલ નોખી ચાલવાની ટેવ છે
એક વખતે હારવાની વાત છે

રોજ રાધા કાનની વાતો કરી
રોજ નવતર લાગવાની વાત છે

ટેવ-વશ મળવું જરૂરી પણ ખરૂં
સાથ ગમતો માણવાની વાત છે

ચાહનાની ડાળ પર ફૂલો ઉગે
ભાવ દિલનાં ખીલવાની વાત છે

સાવ ભીનેવાન છે ભીતર લગી
લાગણીને ચાખવાની વાત છે

તોર તારો સાવ નોખો હોય છે
ટેવ તારી પાડવાની વાત છે

ટેરવા પર રોજ તું કબજો કરે
ભેદ દિલનો ખોલવાની વાત છે

સાંજ પડતા યાદ ઘણ જેવી વળે
રોજ ખીલે બાંધવાની વાત છે

જે ભરોસે વાત માની છે બધી
લાજ મારી રાખવાની વાત છે

મૌન તારૂ છાપરે ચડશે પછી
શબ્દ મારે તાકવાની વાત છે

છે’મહોતરમાં’ગઝલના ભાવમાં
રાત આખી જાગવાની વાત છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment