जिंदगीमां लागणीनो आधार होवो जोइए Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
जिंदगीमां लागणीनो आधार होवो जोइए Gujarati Kavita By Naresh K. Dodia |
जिंदगीमां लागणीनो आधार होवो जोइए
एक माणस नामथी जीवन सार होवो जोइए
प्रेम छे आ एकधारो वरसे नही तो शुं थयुं?
प्रेम वरसे तोय ए धीमी धार होवो जोइए
एक आखी जिंदगीनो मतलब कशो होतो नथी
प्रेम जेने ना कर्यो ए बेकार होवो जोइए
आंसुने संताडतो फरतो रहुं कैं मतलब नथी
दुःख माटे जात नो पण आभार होवो जोइए
प्यार साथे यार दोस्तोनी पण जमावट जोइए
रडताने पण जे हसावे ए यार होवो जोइए
हाथ जेने सोपता डर लागे नही तकलीफमां
जीव एनो आपवामां दातार होवो जोइए
कोइ बाळक जेम नखरा करवा गमे छे ज्या मने
ए गझलनी गोदमां मारो भार होवो जोइए
आंखमा बेबाक मस्ती साथे छलोछल जाम लइ
पीवडावे ए "महोतरमानो" प्यार होवो जोइए
- नरेश के. डॉडीया
જિંદગીમાં લાગણીનો આધાર હોવો જોઇએ
એક માણસ નામથી જીવન સાર હોવો જોઇએ
પ્રેમ છે આ એકધારો વરસે નહી તો શું થયું?
પ્રેમ વરસે તોય એ ધીમી ધાર હોવો જોઇએ
એક આખી જિંદગીનો મતલબ કશો હોતો નથી
પ્રેમ જેને ના કર્યો એ બેકાર હોવો જોઇએ
આંસુને સંતાડતો ફરતો રહું કૈં મતલબ નથી
દુઃખ માટે જાત નો પણ આભાર હોવો જોઇએ
પ્યાર સાથે યાર દોસ્તોની પણ જમાવટ જોઇએ
રડતાને પણ જે હસાવે એ યાર હોવો જોઇએ
હાથ જેને સોપતા ડર લાગે નહી તકલીફમાં
જીવ એનો આપવામાં દાતાર હોવો જોઇએ
કોઇ બાળક જેમ નખરા કરવા ગમે છે જ્યા મને
એ ગઝલની ગોદમાં મારો ભાર હોવો જોઇએ
આંખમા બેબાક મસ્તી સાથે છલોછલ જામ લઇ
પીવડાવે એ "મહોતરમાનો" પ્યાર હોવો જોઇએ
- નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment