आ चटानो जाणे के घेरी कथ्थइ रंगनी लांबी चादर Gujarati Kavita By Naresh K. Dodia

आ चटानो जाणे के  घेरी कथ्थइ रंगनी लांबी चादर Gujarati Kavita By Naresh K. Dodia
आ चटानो जाणे के  घेरी कथ्थइ रंगनी लांबी चादर Gujarati Kavita By Naresh K. Dodia
आ चटानो जाणे के 
घेरी कथ्थइ रंगनी लांबी चादर
ओढीने नीकळेली आ पृथ्वी जाणे के
कोइ रणनी युवान साम्राज्ञी 
होवानी प्रतिति करावे छे..

आ चटानो जाणे के 
सदा सूर्यना तापने झेलती
पृथ्वीनी ढाल 

आ चटानो जाणे के कोइ
गर्वीली मानूनुना ओगळेला अहमनुं
समसमीने जामी जवुं

आ चटानो जाणे के
कोइ बळुका योध्धानो फाटाफाट थतो 
पहोळॉ सीनो

आ चटानो जाणे के
लोहीझाण करतां कोइ माणसना    
बरछटपणानो सखत आभास 

आ चटानो जाणे के
करोडॉ वर्षोथी प्रेमीओने आंसुओनुं
मिश्रण माटी साथे जामी जवुं

आ चटानो जाणे के
लाखो वर्षोनो योध्धाओना युध्धमां
वही गयेला लोहीनो माटी साथे
जामी गयेलो इतिहास 

आ चटानो जाणे के
सदीओथी मुंगी संवेदनाओने 
झीली ना शकाय एनी एवी
चामडीनी सख्तायनी प्रतिति

आ चटानो जाणे के
सतत कृपणॉने पोतानी नबळाइ जतावीने
पोतानी जातने सामे चालीने
तोडावानुं बरछट आहवान 

आ चटानो जाणे के
अभिमन्युंनां सात कोठा जेम
सात धरातलने पोतानी 
नीचे छुपावी बेठेलु नाळियेर जेवुं
उपरथी सखत अने अंदरथी मुलायम आवरण 

आ चटानो जाणे के
कविओ जेने पथ्थर दिल कहे छे
एनी अंदर एक जीवन धबके छे
एनी सतत प्रतिति करावतुं मुक अभियान 

आ चटानो एटले मारा होवापणाने
सतत ओगाळी नाखवानुं नक्कर आहवान          
- नरेश के. डॉडीया

આ ચટાનો જાણે કે 
ઘેરી કથ્થઇ રંગની લાંબી ચાદર
ઓઢીને નીકળેલી આ પૃથ્વી જાણે કે
કોઇ રણની યુવાન સામ્રાજ્ઞી 
હોવાની પ્રતિતિ કરાવે છે..

આ ચટાનો જાણે કે 
સદા સૂર્યના તાપને ઝેલતી
પૃથ્વીની ઢાલ 

આ ચટાનો જાણે કે કોઇ
ગર્વીલી માનૂનુના ઓગળેલા અહમનું
સમસમીને જામી જવું

આ ચટાનો જાણે કે
કોઇ બળુકા યોધ્ધાનો ફાટાફાટ થતો 
પહોળૉ સીનો

આ ચટાનો જાણે કે
લોહીઝાણ કરતાં કોઇ માણસના    
બરછટપણાનો સખત આભાસ 

આ ચટાનો જાણે કે
કરોડૉ વર્ષોથી પ્રેમીઓને આંસુઓનું
મિશ્રણ માટી સાથે જામી જવું

આ ચટાનો જાણે કે
લાખો વર્ષોનો યોધ્ધાઓના યુધ્ધમાં
વહી ગયેલા લોહીનો માટી સાથે
જામી ગયેલો ઇતિહાસ 

આ ચટાનો જાણે કે
સદીઓથી મુંગી સંવેદનાઓને 
ઝીલી ના શકાય એની એવી
ચામડીની સખ્તાયની પ્રતિતિ

આ ચટાનો જાણે કે
સતત કૃપણૉને પોતાની નબળાઇ જતાવીને
પોતાની જાતને સામે ચાલીને
તોડાવાનું બરછટ આહવાન 

આ ચટાનો જાણે કે
અભિમન્યુંનાં સાત કોઠા જેમ
સાત ધરાતલને પોતાની 
નીચે છુપાવી બેઠેલુ નાળિયેર જેવું
ઉપરથી સખત અને અંદરથી મુલાયમ આવરણ 

આ ચટાનો જાણે કે
કવિઓ જેને પથ્થર દિલ કહે છે
એની અંદર એક જીવન ધબકે છે
એની સતત પ્રતિતિ કરાવતું મુક અભિયાન 

આ ચટાનો એટલે મારા હોવાપણાને
સતત ઓગાળી નાખવાનું નક્કર આહવાન          
- નરેશ કે. ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment