तमे वारमवार मने फरियाद करो छो Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
तमे वारमवार मने फरियाद करो छो Gujarati Kavita By Naresh K. Dodia |
तमे वारमवार मने फरियाद करो छो के हवे
तमारी अने मारी मुलाकात थती नथी.
पण हुं तमने केवी रीते समजावुं के
अनेक रीते तमोने छानोमानो मळी लउ छु
तमारी जाण बहार अने बंध आंखोमा
पछी वहेली सवारे पंखीओनां कंठमां
कलरव बनीने तमने प्रेमथी जगाडुं छुं
नरमाश भर्या सूर्यनां किरणो ओढीने
तमारा मुख पर शब्दोनी आभा फेलावु छु
ने तमारी आंख खुले ने हु खोवाय जांउ छु
आळस मरडता मुग्धतानो धोध छुटे छे त्यारे
तमारा बे हाथोना टचाकामा मलकतो होउ छु
तमे टुथब्रस लइ दांतने चमकावो छे,त्यारे
ए चमक पाछळ ताजगीमां छुपाइ जांउ छु
बधामांथी परवारी चाइनी चुस्की भरो छो
त्यारे भापसभर कडक मीठी खूश्बू बनी जांउ छु
ने पछी स्नानगृह तरफ प्रस्थान करो छो त्यारे
बाथरूमनी फर्शमा मारू अस्तित्व खोवाय जाय छे
ने भीना वाळमा सुंगंध थइ गुंथाय जाउ छु
रात्रे वियोगथी तमे झूरो छो त्यारे तमारी
आंखोमा विश्वनी अजायबी थइ सामे आंवु छु
ने तमे बंध आंखे अवनवा अचरज साथे
मने स्पर्शीनी एक बाळक जेम क्रीडा करो छो
एक टेडीबेरनी जेम जकडीने निंद्राधीन थाओ छो
कदी हवा बनीने तमारा फरफरता वस्त्रो साथे
थोडी गम्मत करी ने वाळमां अठखेलीया खेलु छु
सागर किनारे तमे पग भींजवता रहो छो त्यारे
मौजा बनीने तमने स्पर्शथी रोमांचित करू छु
अने भीना पगमा रेती बनी चोटी जाउ छु
तमारा हृदयना दरेक ताल साथे सुर बनु छु
ने श्वासोनी सितारनी धुने मौन गीत गांउ छु
तमारा अने मारा विचारोनी अजब साम्यतामां
तु जे विचारे छे ए हु शब्दोमा फरमावु छु
अने तु जे लखे छे ए शब्दोमा समाउ छु
साचु कहु”महोतरमा”सूर्यथी तेज छूटुं ना पडी शके
चंद्रमा साथे चांदनीनी शीतळता विखूटी ना पडी शके
तमारा ख्यालोने मारा सिवाय कोइ अडी ना शके
“महोतरमां”तमारी रूहमा मारा सिवाय कोइ भळी ना शके
ने ते छता कहो छो तमारू मिलन थातु नथी
-नरेश के.डॉडीया
તમે વારમવાર મને ફરિયાદ કરો છો કે હવે
તમારી અને મારી મુલાકાત થતી નથી.
પણ હું તમને કેવી રીતે સમજાવું કે
અનેક રીતે તમોને છાનોમાનો મળી લઉ છુ
તમારી જાણ બહાર અને બંધ આંખોમા
પછી વહેલી સવારે પંખીઓનાં કંઠમાં
કલરવ બનીને તમને પ્રેમથી જગાડું છું
નરમાશ ભર્યા સૂર્યનાં કિરણો ઓઢીને
તમારા મુખ પર શબ્દોની આભા ફેલાવુ છુ
ને તમારી આંખ ખુલે ને હુ ખોવાય જાંઉ છુ
આળસ મરડતા મુગ્ધતાનો ધોધ છુટે છે ત્યારે
તમારા બે હાથોના ટચાકામા મલકતો હોઉ છુ
તમે ટુથબ્રસ લઇ દાંતને ચમકાવો છે,ત્યારે
એ ચમક પાછળ તાજગીમાં છુપાઇ જાંઉ છુ
બધામાંથી પરવારી ચાઇની ચુસ્કી ભરો છો
ત્યારે ભાપસભર કડક મીઠી ખૂશ્બૂ બની જાંઉ છુ
ને પછી સ્નાનગૃહ તરફ પ્રસ્થાન કરો છો ત્યારે
બાથરૂમની ફર્શમા મારૂ અસ્તિત્વ ખોવાય જાય છે
ને ભીના વાળમા સુંગંધ થઇ ગુંથાય જાઉ છુ
રાત્રે વિયોગથી તમે ઝૂરો છો ત્યારે તમારી
આંખોમા વિશ્વની અજાયબી થઇ સામે આંવુ છુ
ને તમે બંધ આંખે અવનવા અચરજ સાથે
મને સ્પર્શીની એક બાળક જેમ ક્રીડા કરો છો
એક ટેડીબેરની જેમ જકડીને નિંદ્રાધીન થાઓ છો
કદી હવા બનીને તમારા ફરફરતા વસ્ત્રો સાથે
થોડી ગમ્મત કરી ને વાળમાં અઠખેલીયા ખેલુ છુ
સાગર કિનારે તમે પગ ભીંજવતા રહો છો ત્યારે
મૌજા બનીને તમને સ્પર્શથી રોમાંચિત કરૂ છુ
અને ભીના પગમા રેતી બની ચોટી જાઉ છુ
તમારા હૃદયના દરેક તાલ સાથે સુર બનુ છુ
ને શ્વાસોની સિતારની ધુને મૌન ગીત ગાંઉ છુ
તમારા અને મારા વિચારોની અજબ સામ્યતામાં
તુ જે વિચારે છે એ હુ શબ્દોમા ફરમાવુ છુ
અને તુ જે લખે છે એ શબ્દોમા સમાઉ છુ
સાચુ કહુ”મહોતરમા”સૂર્યથી તેજ છૂટું ના પડી શકે
ચંદ્રમા સાથે ચાંદનીની શીતળતા વિખૂટી ના પડી શકે
તમારા ખ્યાલોને મારા સિવાય કોઇ અડી ના શકે
“મહોતરમાં”તમારી રૂહમા મારા સિવાય કોઇ ભળી ના શકે
ને તે છતા કહો છો તમારૂ મિલન થાતુ નથી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment