बहुत याद आते हो,बक्षी बाबु"...(हप्तो - ६) Gujarati Article By Naresh K. Dodia

बहुत याद आते हो,बक्षी बाबु"...(हप्तो - ६) Gujarati Article By Naresh K. Dodia
बहुत याद आते हो,बक्षी बाबु"...(हप्तो - ६) Gujarati Article By Naresh K. Dodia
બહુત યાદ આતે હો,બક્ષી બાબુ"...(હપ્તો - ૬)
   
लेखकनी भाषा ज एनी सेक्स अपील छे,अने भाषा ए ज लेखकनो अवाज छे,अने लेखकना अवाजनी लिपि बहुं कातिल होय छे,अने आ बधामां सौथी जीवलेण ए लेखकनी छे-ए लेखक जेनी छातीमां वाळ उगे छे..(चंद्रकांत बक्षी)

લગભગ બાર વરસની ઉમરથી હું વાંચતો આવ્યો છુ.જે ઉમરમાં બાળકોને રમવાનું હોય ત્યારે એ ઉમરમાં રમત રમવાની સાથે મારા પપ્પાએ મારા હાથમાં પુસ્તકો થમાવી દેતાં હતા.કદાચ આ જ ધટનાએ મારી અંદરથી લખવાની પ્રેરણાં જાગી હશે...

મારા એક જ્ન્મદિવસનાં દિવસે બક્ષીબાબુની "યુવતા" શ્રેણીનાં પુસ્તકો મને ભેટમાં મળ્યા.ત્યારે ભેટ સૌગાદોની પ્રથાઓ ના હતી...મારી એકલોતી આ જ્ન્મદિવસની ભેટને એક જ અઠવાડીયાંમાં વાંચી નાખી..જો કે એ પહેલાં પણ બક્ષીબાબું અને ચિત્રલેખામાં આવતી ધારાવાહિક વાંચવાનો નિયમ તો હતો.
બક્ષીબાબુ એક ખાસિયત હતી...ચાર પાચ કે આઠ દસ લીટીમાં જેનાં વિશે લખ્યુ હોય એનો પનો માપી લે છે...વાંચનાર જો ચાલાક હોય તો એ જાણી શકે છે બક્ષીની કલમે એ માણસનો પનો કેટલો વેતર્યો છે...બક્ષીને વાંચો ત્યારે એક વાત ખાસ યાદ રાખજો બક્ષીનું લખાણ માત્ર વાંચવા માટે નથી હોતું મોટા ભાગનું તમારી બુધ્ધિ પ્રમાણ સમજવાનું હોય છે.

બક્ષીબાબુ લખે છે,"ઓકતાવીયો પાઝ અને પાબ્લો નેરૂદા બંને દક્ષિણ અમેરિકન કવિ છે,બંનેએ વિપુલ સર્જન કર્યું છે.,બંને નોબેલ પુરસ્કાર વિજેતાં છે.બંનેએ પોતાનાં સિંધ્ધાંતો માટે ઉંચાં હોદાઓ,ધન,ઐશ્વર્ય છોડીને દેશનિકાલો સ્વીકાર્યાં છે.ગુજરાતી ભાષા પાસે પણ બબ્બે સશક્ત કવિ એક જ કાલખંંડમાં ઉભરતાં રહેવાની એક જવલંત પરંપરાં રહી છે.ગઇ સદીમાં નર્મદ અને દલપત આજનાં અનિલ જોષી અને રમેશ પારેખ સુધી,કવિઓ એક જોડીમાં આવ્યા.નરસિંહરાવ દિવેટીયા અને બળવંતરાય ઠોકોર આવ્યા,રાજેન્દ શાહ અને નિરંજન ભગતનાં નામો એક શ્વાસમાં લઇ લેવાનો રીવાજ છે.વચ્ચે ક્યારેક અત્યંત પ્રતિભાવાન કવિઓ આવી ગયા.કલાપી,નાનાલાલ,ઝવેરચંદ મેધાણી.જે એકલા હતા.જોડીમાં ન હતાં એટલે બેજોડ કહી શકાઇ.બક્ષીની આ ચતુરાઇ હતી.આ બધાં વાંચકોનાં મગજમાં નથી ઉતરી શકતી..  
                                                                                                                                                   
બક્ષી આગળ લખે છે.કવિ પોણાબસો વર્ષ કાચબો કે કાકાકૌઆ નથી.કવિ જવાનીમાં જલી જનારું પ્રવાસપક્ષી છે.(બર્ડ ઓફ પેસેજ)છે.ખુશકિસ્મતી છે આપણા કવિઓ લાંબું જીવે છે. અને બદકિસ્મતી છે કે આપણી કે એમાનાં અડધાં લાંબુ જીવીને બહું ઓછું લખે છે.આ ગુજરાતી સાહિત્ય અન્ય સાહિત્યો જેવુ નથી.અહીં તમે લખો જ નહી અને તમે યુગ કવિ ગણાઓ છો.અમદાવાદમાં કવિતાનાં કલિઅરીંગ એજન્ટૉ છે.જે નિતંબ પર સ્ટેમ્પ મારી આપે છે "યુગકવિ"!બસ પછી શું કરવાનુ...જય જય ગરવી ગુજરાત..

બક્ષીબાબુ લખે છે,"લોકપ્રિય થવા માટે લોકોની ભાષામાં, લોકોના હર્ષ અને ગ્લાનિની ભાષામાં લખવું પડે છે. લોકો સમજે એ ભાષામાં લખવું પડે છે. કલા જ નહીં, વિજ્ઞાનમાં પણ આ જ સિદ્ધાંત ચાલે છે. મહાન ગેલિલિયોએ લૅટિનમાં નહીં પણ ઈટાલીઅન જનભાષામાં લખ્યું માટે ધર્મગુરુઓ ક્રોધિત થઈ ગયા હતા. સામાન્ય શિક્ષિત નાગરિકોની ભાષામાં વૈજ્ઞાનિક ટોમસ હક્સલી અને નૃવંશશાસ્ત્રી પીટર મેડાવરે લખ્યું. એમનો તર્ક હતો: મહાન વૈજ્ઞાનિકો લોકો સમજે એ ભાષામાં લખે છે! ગણિતના દરેક પુસ્તકમાં વિશ્વભરમાં 'સિમ્પ્લિફિકેશન' વિષે પ્રકરણો હોય છે. 'કોમ્પ્લિકેશન' વિષે પ્રકરણ નથી...! નવલકથા હોય અને ન સમજાય,ન વંચાય, લોકોને પ્રિય ન હોય એવી પણ હોઈ શકે?                                                            
                                                            
કોઇ પણ નવાંગતુકે આ વાત ચોક્ક્સ યાદ રાખવી જોઇએ...લોકોને ગમતું લખો તો લોકોમાં લોકપ્રિય થશો...કદાચ "મોહતાજી" શબ્દ બક્ષીની ડીક્શનેરીમાં નહી હોય એ જ કારણથી એની કલમમાં પારીતોષીકને રીજવવાની હરકતો આવી નહી...

બક્ષી સાહેબ લખે છે," એ જમાનામાં ગુજરાતી કવિતામાં ચોરી ચપાટી પકડી પાડનારા મહાસમર્થ દિગ્ગજો હતા.નરસિંહરાવ દિવેટીયા અને આનંદશંકર ધ્રુવ જેવા.કવિ કાન્તનાં સાગર અને શશી કાવ્ય વિશે નરસિંહરાવની પોતાની ડાયરીમાં સવિસ્તર ઉલ્લેખ છે.૧૯૩૦માં સપ્ટેમ્બરની ૧૬મી તારીખે લખે છે;કવિ કાંન્તનુ 'સાગર અને શશી' તે મેથ્યુ આનોર્લ્ડના "ડૉવરબીચ" કાવ્યમાથી કાંઇક પ્રેરાયેલું છે,એમ આણંદશંકરે મને એકવાર કહેલુ,તે આજ મને સાંભર્યુ.કહે ત્હમે તે જોયુ જણાંતુ નથી-મ્હારી કનેથી એમ.તે મેથ્યુ આર્નોલ્ડનાં પોએમ્સ કાઢીને એ કાવ્ય જોયુ.

આગળ લખે છે,ઉમાશંકર જોષીની "ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા" કવિતાં ૧૯૪૮માં મેટ્રીકમાં ભણ્યો છુ.અને ગુજરાતી ભાષાની અત્યંત સુંદર કવિતાઓમાં એ આસાનીથી મૂકી શકાઇ.એમાં એક પંકિત હતીઃ"એકલા આકાશ તળે ઉભીને એકલો/પડધાં ઉરબોલનાં ઝીલવાં ગયો/વેરાયાં બોલ મારા ફેલાયા આભમાં/એકલો અટુલો ઝાંખો પડ્યો!એ પછી હેનરી વુડવર્થની લોંગફેલોની "ધ એરો એન્ડ સોંગ" વાંચી એમાં લીંટીઓ હતી;આઇ સેંગ એ સોંગ ઇનટુ ધ એર/ઇટ ફેલ ટુ અર્થ,આઇ ન્યુ નોટ વ્હેર/ફોર હું હેઝ સાઇટ સો કીન એન્ડ સ્ટ્રોંગ/ધેટ કેન ફોલો ધ ફલાઇટ ઓફ અ સોંગ."

ઉમાશંકર જોષીની બીજી અત્યંત પ્રખ્યાત લીટીઓ છે,"રામજી કા રોટલા મોધાં?લોહી માંસ આટલાં સોંધા?સામે અંગ્રેજ કવિ ટોમસ હોડની બે લીટી છે..ઓ ગોડ ધેન બ્રેડ શુડ બી સો ડિયર/એન્ડ ફલેશ એન્ડ બ્લડ સો ચીપ!...અહીં સાઇકલોની ટક્કર બહું જોરદાર થઇ ગઇ છે....

આ બધું બક્ષીબાબું એ જ્યારે ગુગલનો જમાનો નહોતો ત્યારે થોથો ખોળી ખોળીને આંખોને બાળીને લખ્યુ છે...ક્યાં ગુજરાતી લેખકે આટલી મહેનત કરી છે.અમસ્તાં બક્ષીનાં ગયા પછી લોકો બક્ષીનાં નામ પાછળ દિવાના છે...આનું કોઇ કારણ કહેવાની જરૂર ખરી.

બક્ષીબાબુ લખે છે," ગુજરાતી નવલકથાજગત રમૂજી છે. તમે નૃત્ય કરો, ભંગિમાઓ કરો, હતાશામાં નિર્વસ્ત્ર થઈને નાચ્યા કરો પણ કોઈ તમને જુએ નહીં માટે ગુજરાતી કથાવિવેચકોના મતે તમે સર્વશ્રેષ્ઠ છો. ગુજરાતી નવલકથાના વિવેચકો જગતના સૌથી બેરોજગાર અને બુદ્ધિરેખા નીચે જીવતાં પ્રાણીઓ છે. માટે દયાપાત્ર, ક્ષમાપાત્ર, સહાનુભૂતિપાત્ર છે. પણ તમે જો લોકપ્રિય નવલકથાકાર હો તો તમે કનિષ્ઠ છો એ સમીકરણ ગુજરાતી સાહિત્યમાં એક પેઢી પહેલાં કોઈએ ગોઠવી દીધું હતું અને હજી એનું આશ્ચર્ય છે. લોકપ્રિય એટલે સસ્તું, ચીપ, ગુદગુદી કરાવનારું ગુલશન નન્દા-બ્રાન્ડ, ચાલુ... આવા બધા અર્થો વખત-બેવખત સ્વ-સ્થાપિત હિતો કરતા રહ્યા છે. પ્રશ્ન એમની બુદ્ધિનો નથી, કારણ કે જે નથી એની ચર્ચા હોઈ શકે નહીં, પણ પ્રશ્ન આ વિધાનો પાછળના દુરાશયનો છે. કવિઓ, વિવેચકો, અર્ધપુરુષો, દોઢવિદ્વાનો બધા જ લોકપ્રિય નવલકથા લખવા માટે મેદાનમાં ઊતર્યા છે. હાથપગ છોલાઈ ગયા પછી ખૂણાઓમાં ઊભા રહીને એ ઘાવોને ચાટતા નજર આવી રહ્યા છે."

બક્ષીબાબુ મુંબઇ આવીને વસ્યા ત્યારે લખ્યુ કે,"મુંબઇનાં બજારોમાં અસ્મિતાનાં સોલ સેલિંગ એજન્ટૉ ઘુમી રહ્યાં છે.ત્રણ લીટીઓ સીધી ગુજરાતીમાં લખતાં આવડતી  નથી એવા લોકો ગુજરાતી પત્રકારત્વમાંથી હજારો રૂપિયા નીચોવી રહ્યાં છે.કામચોર ધટીયાઓ એકબીજાનું બહુમાન કરીને,અથવાં શોકસભાઓ અને સ્સ્મૃતિસભાઓ ભરીને,છાપાઓમાં ફોટોઆ છપાવીને છુ....થઇ જાય છે.

બક્ષીબાબુ પન્નાલાલ પટેલ વિશે લખે છે,"પન્નાલાલ પટેલને ઘણી વાર મળવાનું થતું હતું.પણ આત્મિય થવાનું કોઇ કારણ ના હતું.એમને સાંભળવાની તકલીફ હતી.એટલે એ કાનમાં એક ભુંગળી રાખતાં હતાં.મારી આંખોમાં એ આજીવ ગ્રામીણ અને પારદર્શક રહ્યાં.તમે એમને આદરથી જોઇ શકો.પણ વાતોનો વ્યાપ સિમિત રહેતો.પન્નાલાલ જુની સ્કુલનાં  એક સશક્ત નવલકથાકાર હતાં.મારી આંખોમાં એમનું ચિત્ર એક સજ્જનનું હતું એમનાં મૃત્યુ પછીનો સ્લોટ ગુજરાતી સાહિત્યમાં હજી ખાલી  છે...

બક્ષીબાબું ગુજરાતી વિવેચકો માટે લખે છે,"ગુજરાતી સાહિત્યમાં હજી એવો સમ્માનિત વિવેચક પેદા થયો નથી જેના એક કપાતા વિવેચનથી પુસ્તકના વેચાણને ધક્કો લાગે અથવા જેની પ્રસંશાથી વેચાણ વધી જાય અથવા નવા લેખકને સાહિત્યમાં સ્થાન મળે. છેલ્લાં પચીસ વર્ષોમાં આ સાહિત્યમાં વિવેચકો સૌથી નિષ્ફળ રહ્યા છે, કારણ કે વિવેચન સંબંધોની સોગઠાંબાજી બની ગયું છે. ભારતના સૌથી અશિક્ષિત અને અર્ધશિક્ષિત આલોચકો ગુજરાતી ભાષામાં જીવે છે. ગુજરાતીમાં વિવેચક મનીષી કે વિદ્વાન હોવો આવશ્યક નથી. ગામડાની ગમે તે કોલેજના ગુજરાતીના પાર્ટ ટાઈમ જુનિયર લેકચરરને ગાળો બોલવાનો પરવાનો મળી જાય છે. હજી આધુનિક વિવેચને ગુજરાતીમાં એક કલાવિધા બનવાનું બાકી છે."                                                                                                         

ગુજરાતી કથાસાહિત્યને અન્યાય કરવામાં ગુજરાતી વિવેચને બહુ સારો ભાગ ભજવ્યો છે. નકામી કૃતિઓને ધ્યાનમાં લીધી છે. સશક્ત કૃતિઓની ઉપેક્ષા કરી છે. વસુકી ચૂકેલા લેખકો પાસેથી એ હજી આશા રાખીને બેસી રહ્યું છે. કૃતિ વિવેચકને શોધતી નહિ આવે, વિવેચકે કૃતિને શોધવી સમજવી પડશે. કૃતિને પ્રકાશમાં લાવવી, મૂલવવી, સમજવી, નવીનતા તરફ આંગળી ચીંધવી અને જૂનાઓ માટે પણ એક જ ચાબુક રાખવો એ વિવેચકનો ધર્મ છે. અને વિવેચકે વાંચવું પડશે. અભણ રહ્યે નહિ ચાલે. વાર્તા-નવલ-કવિતા બધાં આગળ જઈ રહ્યાં છે ત્યારે વિવેચન-પ્રકાર હજી ટોપીવાળા બૂઢા લેખકો કાણી રમૂજની જેમ એક જ પરિઘમાં ફરી રહ્યો છે દયાજનક છે. પણ એ સ્થિતિ તરત જ બદલાવાની છે."

સમર્થ લેખક કોઈ વિવેચકનો મોહતાજ હોતો નથી અને કમથી કમ, ગુજરાતી ભાષામાં એવા લેખકો જરૂર છે, બહુ ઓછા છે, પણ જરૂર છે જેમણે વિવેચનની પરવા કરી નથી. સંસ્કૃતમાં એક પ્રસિદ્ધ શ્લોક છે જેનો ભાવાર્થ આવો છે: ગાયને લાકડી મારો પણ એ દૂધ આપે છે, સાપને દૂધ આપો અને એ દંશ મારે છે. લેખકનો ધર્મ છે દૂધ આપવાનો અને વિવેચકની દાનત છે દંશ મારવાની. 18મે વર્ષે પણ મને વિવેચનોની ચિંતા હતી નહીં અને 81મે વર્ષે પણ હશે નહીં. દરમિયાન ગુજરાતી વિવેચકોની ચાર પેઢીઓ મારું લેખન વાંચીને ડ્રાંઉં.. ડ્રાંઉં... કરતા શીખી છે એ ખુશીની વાત છે. ગુજરાતી વિવેચનસાહિત્યમાં એ મારું વિનમ્ર યોગદાન છે.

નવલકથાઓના લખનારા મહાનુભવોની એક કમી આજે ગુજરાતી સાહિત્યને ડગલેને પગલે વર્તાય છે.ભાષા વૈભવ વિજ્ઞાન છે અને લેખક એક વૈજ્ઞાનિક છે એને સતત નવા નવા શબ્દોની શોધ કરતી રહેવી પડે છે..ગુણવંતશાહથી લઇને અન્ય નાંમી લેખકો ગુજરાતી ભાષા બચાવોનું અભિયાન ચલાવે છે તેની પાછળનું સત્ય પણ આ જ છે..

લખનાર માણસની જવાબદારી બને છે એને સતત ગુજરાતીભાષાને નવા નવા શબ્દો અંગેજીભાષાની જેમ આપતા રહેવા પડશે અને એ લેખક સમાજનો પ્રતિનિધિ છે એ સાબિત કરવું પડશે.

લેખક,કલાકાર જેવા જિંદગીભર પોતાની આંખોને નીચોવી લે તેટલી કામમાં લે છે..છેલ્લે શું બચે છે એક ખખડેલ,અર્ધ અંધ તુટેલો આત્માં જેના ખોળીયામાં એક કલાકાર મરી ગયો હોય છે પણ જિજિવિષા જીવતી રહી ગઇ હોય છે…જવાનીમાં થયેલા ઝખ્મોનો સરવાળૉ અને ઠોકરોના ગુણાકાર..અને મોટાભાગના કલાકારોની પાછલી જિંદગી તકલીફ વાળી હોય છે.

વધું આવતાં અંકે ઔર મજેદાર બક્ષીબાબુની વાતો     

=કોર્નર=
દુનિયામાં જેટલી સ્ત્રીઓ છે એટલી લવની થિયરીઓ છે અને જેટ્લા પુરુષો છે એટલી સેકસની થિયરી છે..(ચન્દ્રકાન્ત બક્ષી)
- નરેશ કે. ડૉડીયા  

Advertisement