जात सामे रोज लडवानुं मने फावी गयुं छे Gujarati Gazal By Naresh K. Dodia

जात सामे रोज लडवानुं मने फावी गयुं छे Gujarati Gazal By Naresh K. Dodia
जात सामे रोज लडवानुं मने फावी गयुं छे Gujarati Gazal By Naresh K. Dodia
जात सामे रोज लडवानुं मने फावी गयुं छे
ज्ञान एवुं जात घडवानुं मने फावी गयुं छे

साव आघे लागतां संबंधमा हळवाश लागे
दूरतामां साथ भळवानुं मने फावी गयु छे

जे अचानक जिंदगीमां एक कारण थइने आवे
ने अकारण रोज मळवानुं मने फावी गयु छे

कोइ आबांनी कलम जेवुं जतन करवुं पडे छे
लागणीनो पाक लणवानुं मने फावी गयु छे

इश्कना नामे लखे छे शायरी लाखो अहींयां
एक जण माटे आ लखवानुं मने फावी गयु छे

रोज गंजीपानी राणी जोइने थाकी जवायुं
कोइनी तकदीर अडवानुं मने फावी गयु छे

त्राजवानी जात लइने आ जगतमां हुं फरुं छुं
प्रेम जेवुं जोइ नमवानुं मने फावी गयु छे

सादगीनो भाव एनो आंखने अडकी गयो छे
तोय एनुं रोज सजवानुं मने फावी गयुं छे

डाळ इच्छानी बटकणी होय छे,लोको कहे छे
ए ज डाळॉने पकडवानुं मने फावी गयु छे

आ”महोतरमा”नी गमती शायरी लखतो रहु छुं
शायरीमां प्रेम करवानुं मने फावी गयुं छे
-नरेश के.डॉडीया

જાત સામે રોજ લડવાનું મને ફાવી ગયું છે
જ્ઞાન એવું જાત ઘડવાનું મને ફાવી ગયું છે

સાવ આઘે લાગતાં સંબંધમા હળવાશ લાગે
દૂરતામાં સાથ ભળવાનું મને ફાવી ગયુ છે

જે અચાનક જિંદગીમાં એક કારણ થઇને આવે
ને અકારણ રોજ મળવાનું મને ફાવી ગયુ છે

કોઇ આબાંની કલમ જેવું જતન કરવું પડે છે
લાગણીનો પાક લણવાનું મને ફાવી ગયુ છે

ઇશ્કના નામે લખે છે શાયરી લાખો અહીંયાં
એક જણ માટે આ લખવાનું મને ફાવી ગયુ છે

રોજ ગંજીપાની રાણી જોઇને થાકી જવાયું
કોઇની તકદીર અડવાનું મને ફાવી ગયુ છે

ત્રાજવાની જાત લઇને આ જગતમાં હું ફરું છું
પ્રેમ જેવું જોઇ નમવાનું મને ફાવી ગયુ છે

સાદગીનો ભાવ એનો આંખને અડકી ગયો છે
તોય એનું રોજ સજવાનું મને ફાવી ગયું છે

ડાળ ઇચ્છાની બટકણી હોય છે,લોકો કહે છે
એ જ ડાળૉને પકડવાનું મને ફાવી ગયુ છે

આ”મહોતરમા”ની ગમતી શાયરી લખતો રહુ છું
શાયરીમાં પ્રેમ કરવાનું મને ફાવી ગયું છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement