मोघम भले तारा इशारा होय ए समजाय जाशे पछी Gujarati Gazal By Naresh K. Dodia

मोघम भले तारा इशारा होय ए समजाय जाशे पछी Gujarati Gazal By Naresh K. Dodia
मोघम भले तारा इशारा होय ए समजाय जाशे पछी Gujarati Gazal By Naresh K. Dodia
मोघम भले तारा इशारा होय ए समजाय जाशे पछी 
तारा ह्रदयमा प्रेम जेवुं होय तो छलकाय जाशे पछी

वातोमां आंखोमां ह्रदयमां खानगी भावे जे कबजो करे      
ए नांम आखर शब्दमां जाहेर थइ चर्चाय जाशे पछी 

मीठी मजानी रोज संगतमां अचानक विध्न आवे कदी 
ए पळमां तारा प्रेमनां काव्योमां दुख धरबाय जाशे पछी 

कोइ प्रकारे साम्यतां पण आपणा वच्चे नथी जोइ ले
बे दिलने जोडे छे ए चाहतथी ए जोडाय जाशे पछी           

मारी सरळतानो छे अंदाजो बधाथी साव नोखो मळे 
तारा बधा नखरानी साथे रोफ पण सचवाय जाशे पछी 

तारा तरीका,तोर साथे मनसुफी छोने चलावे सतत   
मारी सहन शकितने जोइनें तुं पण गभराय जाशे पछी 

नारी सहज तारी नजाकत कायमी अडकी रही छे मने       
तेथी ज मारा शब्दमां संवेदनां मलकाय जाशे पछी 

दूरी हमेशा मानवीओने ज नडती होय छे प्रेममां   
तस्वीर तारी जोइ जोइने जीवन जीवाय जाशे पछी 

मारी “महोतरमांनी” सुंदरतानी चर्चा छोने चाले अहीं
मारी गझल वांची तुं खुद गणगणवांने ललचाय जाशे पछी         
-नरेश के.डॉडीया 

મોઘમ ભલે તારા ઇશારા હોય એ સમજાય જાશે પછી 
તારા હ્રદયમા પ્રેમ જેવું હોય તો છલકાય જાશે પછી

વાતોમાં આંખોમાં હ્રદયમાં ખાનગી ભાવે જે કબજો કરે      
એ નાંમ આખર શબ્દમાં જાહેર થઇ ચર્ચાય જાશે પછી 

મીઠી મજાની રોજ સંગતમાં અચાનક વિધ્ન આવે કદી 
એ પળમાં તારા પ્રેમનાં કાવ્યોમાં દુખ ધરબાય જાશે પછી 

કોઇ પ્રકારે સામ્યતાં પણ આપણા વચ્ચે નથી જોઇ લે
બે દિલને જોડે છે એ ચાહતથી એ જોડાય જાશે પછી           

મારી સરળતાનો છે અંદાજો બધાથી સાવ નોખો મળે 
તારા બધા નખરાની સાથે રોફ પણ સચવાય જાશે પછી 

તારા તરીકા,તોર સાથે મનસુફી છોને ચલાવે સતત   
મારી સહન શકિતને જોઇનેં તું પણ ગભરાય જાશે પછી 

નારી સહજ તારી નજાકત કાયમી અડકી રહી છે મને       
તેથી જ મારા શબ્દમાં સંવેદનાં મલકાય જાશે પછી 

દૂરી હમેશા માનવીઓને જ નડતી હોય છે પ્રેમમાં   
તસ્વીર તારી જોઇ જોઇને જીવન જીવાય જાશે પછી 

મારી “મહોતરમાંની” સુંદરતાની ચર્ચા છોને ચાલે અહીં
મારી ગઝલ વાંચી તું ખુદ ગણગણવાંને લલચાય જાશે પછી         
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment