नथी पाणी छता जाते बरफ थइने सतत ठरता रहेवानुं Gujarati Gazal By Naresh K. Dodia

नथी पाणी छता जाते बरफ थइने सतत ठरता रहेवानुं Gujarati Gazal By Naresh K. Dodia
नथी पाणी छता जाते बरफ थइने सतत ठरता रहेवानुं Gujarati Gazal By Naresh K. Dodia
नथी पाणी छता जाते बरफ थइने सतत ठरता रहेवानुं
छीए माणस छता झरणा बनीने रोज खळखळता रहेवानुं

मळ्यो छे देह माटीनो,छता माणसने टीपांतुं रहेवानुं
अहीं पाका थवाने रोज नीभांडे सतत तपता रहेवानुं

दिशा रणनी बतावे बागनुं सरनामुं पूछे कोइ माणसने
पछी लीलोतरीनी शोधमां रणमां सतत फरता रहेवानुं

अटकवानुं नथी शरतो बधी जीवननी सौने मानवी पडशे
छता गमता ए सरनामे बे-पळ रोकायने मळतां रहेवानुं

बतावो कोइ माणस,जे वदन पर दूखने लइने फरे जगमां
रूदननी जेमनी तासीर छे ए माणसने पण हसता रहेवानुं

मलक आखुं धुमीने थाक लागे तो विसामां जेम मळवानो
पछी बे हाथने प्होळा करीने मुजमां बस भळता रहेवानुं

सदा तकदीरनी वातो करी दूखी थतो रहे मानवी जगमां
घणा माणस छे त्यां तकदीरथी आगळ घणुं लणतां रहेवानुं

मळी छे जिंदगीने एक संगतनी नजर मीठी मजानी ज्यां
सदा मीठाशथी लथबथ ‘महोतरमां’ सतत लखता रहेवानुं
- नरेश के.डॉडीया

નથી પાણી છતા જાતે બરફ થઇને સતત ઠરતા રહેવાનું
છીએ માણસ છતા ઝરણા બનીને રોજ ખળખળતા રહેવાનું

મળ્યો છે દેહ માટીનો,છતા માણસને ટીપાંતું રહેવાનું
અહીં પાકા થવાને રોજ નીભાંડે સતત તપતા રહેવાનું

દિશા રણની બતાવે બાગનું સરનામું પૂછે કોઇ માણસને
પછી લીલોતરીની શોધમાં રણમાં સતત ફરતા રહેવાનું

અટકવાનું નથી શરતો બધી જીવનની સૌને માનવી પડશે
છતા ગમતા એ સરનામે બે-પળ રોકાયને મળતાં રહેવાનું

બતાવો કોઇ માણસ,જે વદન પર દૂખને લઇને ફરે જગમાં
રૂદનની જેમની તાસીર છે એ માણસને પણ હસતા રહેવાનું

મલક આખું ધુમીને થાક લાગે તો વિસામાં જેમ મળવાનો
પછી બે હાથને પ્હોળા કરીને મુજમાં બસ ભળતા રહેવાનું

સદા તકદીરની વાતો કરી દૂખી થતો રહે માનવી જગમાં
ઘણા માણસ છે ત્યાં તકદીરથી આગળ ઘણું લણતાં રહેવાનું

મળી છે જિંદગીને એક સંગતની નજર મીઠી મજાની જ્યાં
સદા મીઠાશથી લથબથ ‘મહોતરમાં’ સતત લખતા રહેવાનું
- નરેશ કે.ડૉડીયા
Advertisement