प्रेम साथे जीववानी तुं मजा जोइ ले Gujarati Gazal By Naresh K. Dodia

प्रेम साथे जीववानी तुं मजा जोइ ले Gujarati Gazal By Naresh K. Dodia      
प्रेम साथे जीववानी तुं मजा जोइ ले       
ए पछी जीवननी तुं साची अदा जोइ ले    

होय अलगारीने जात्रा जिंदगीनी हर पळ      
दिलमां गोकुळ आंखमां तुं करबला जोइ ले     

साव तूटी जाय अंदरथी,मळे साबुत ब्हार
प्रेम करनारानी तुं जीजीविषा जोइ ले

कोइने खातर जीवे छे ए ज माणस जाणे
एक साथे बे जीवननी वेदना जोइ ले     

तुं हकीकतने हवे स्वीकारता शीखी ले
प्रेमथी आळग जवानी धारणां जोइ ले

आ इमारत एटला माटे अडीखम लागे
प्हाडनां पथ्थर बन्यानी कथा जोई ले.

छे सनातन प्रेम दुनियामां हजी पण एवो
प्हाडने ओगाळता व्हेता झरा जोई ले.

ए नदी बलखाइने व्हे छे पूछॉ शा माटे?
ए नदीनां दिलमां दरियानी जगा जोइ ले

आ पुरुषनो प्रेम छे आकाशनी छाती सम
ओ “महोतरमां” तुं उडवानी कला जोइ ले
-नरेश के.डॉडीया

પ્રેમ સાથે જીવવાની તું મજા જોઇ લે       
એ પછી જીવનની તું સાચી અદા જોઇ લે    

હોય અલગારીને જાત્રા જિંદગીની હર પળ      
દિલમાં ગોકુળ આંખમાં તું કરબલા જોઇ લે     

સાવ તૂટી જાય અંદરથી,મળે સાબુત બ્હાર
પ્રેમ કરનારાની તું જીજીવિષા જોઇ લે

કોઇને ખાતર જીવે છે એ જ માણસ જાણે
એક સાથે બે જીવનની વેદના જોઇ લે     

તું હકીકતને હવે સ્વીકારતા શીખી લે
પ્રેમથી આળગ જવાની ધારણાં જોઇ લે

આ ઇમારત એટલા માટે અડીખમ લાગે
પ્હાડનાં પથ્થર બન્યાની કથા જોઈ લે.

છે સનાતન પ્રેમ દુનિયામાં હજી પણ એવો
પ્હાડને ઓગાળતા વ્હેતા ઝરા જોઈ લે.

એ નદી બલખાઇને વ્હે છે પૂછૉ શા માટે?
એ નદીનાં દિલમાં દરિયાની જગા જોઇ લે

આ પુરુષનો પ્રેમ છે આકાશની છાતી સમ
ઓ “મહોતરમાં” તું ઉડવાની કલા જોઇ લે
-નરેશ કે.ડૉડીયા
Advertisement