जेने कला जीवन बनावी जीववानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia

जेने कला जीवन बनावी जीववानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
जेने कला जीवन बनावी जीववानुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
जेने कला जीवन बनावी जीववानुं होय छे
दुखने छुपावी,सुख बधाने बाटवानुं होय छे    

जेने समज आवी नही के दर्द क्यां-क्यां होय छे      
माथुं दुखे तो पेट एने चोळवानुं होय छे         

मंझील के एने विसामो क्याय मळवानो नथी     
थाक्या विना तोये मुसलसल दोडवानुं होय छे

पंखी बनी इच्छा बधी दिलमां पूराई जाय छे     
पांखो ए फफडावे छतां क्यां ऊडवानुं होय छे    

अर्पण करूं शब्दो सुगंधी फूल जेवा आपने
अत्तर छे काचुं आपने बस सुंधवानु होय छे

उछळे छलोछल आ अधूरपनी नदी दिलमा सदा
दरियो मळे जो झांझवानो..डूबवानुं होय छे

अंदाज कलाकारो धरावे छे बधाथी कैं अलग
बस’वाह बोलो तो, एने खीलवानुं होय छे

किमती जणस जेवुं "महोतरमानुं" पासे मळे 
चाहतनां फळने दूरथी बस ताकवानुं होय छे          
-नरेश के.डॉडीया
            
જેને કલા જીવન બનાવી જીવવાનું હોય છે
દુખને છુપાવી,સુખ બધાને બાટવાનું હોય છે    

જેને સમજ આવી નહી કે દર્દ ક્યાં-ક્યાં હોય છે      
માથું દુખે તો પેટ એને ચોળવાનું હોય છે         

મંઝીલ કે એને વિસામો ક્યાય મળવાનો નથી     
થાક્યા વિના તોયે મુસલસલ દોડવાનું હોય છે

પંખી બની ઇચ્છા બધી દિલમાં પૂરાઈ જાય છે     
પાંખો એ ફફડાવે છતાં ક્યાં ઊડવાનું હોય છે    

અર્પણ કરૂં શબ્દો સુગંધી ફૂલ જેવા આપને
અત્તર છે કાચું આપને બસ સુંધવાનુ હોય છે

ઉછળે છલોછલ આ અધૂરપની નદી દિલમા સદા
દરિયો મળે જો ઝાંઝવાનો..ડૂબવાનું હોય છે

અંદાજ કલાકારો ધરાવે છે બધાથી કૈં અલગ
બસ’વાહ બોલો તો, એને ખીલવાનું હોય છે

કિમતી જણસ જેવું "મહોતરમાનું" પાસે મળે 
ચાહતનાં ફળને દૂરથી બસ તાકવાનું હોય છે          
-નરેશ કે.ડૉડીયા
Advertisement