बळती बपोरे एक शीतळ छायडा जेवी तुं Gujarati Gazal By Naresh K. Dodia

बळती बपोरे एक शीतळ छायडा जेवी तुं Gujarati Gazal By Naresh K. Dodia
बळती बपोरे एक शीतळ छायडा जेवी तुं Gujarati Gazal By Naresh K. Dodia
बळती बपोरे एक शीतळ छायडा जेवी तुं
जेनी गणतरी थाय ना ए फायदा जेवी तुं

लाखो छटक बारी समां सुंदर वदन जोतो हुं
अधिकार भावे जइ शकुं ए बारणा जेवी तुं

वातो कदी जेनी खूटे ना एकधारी चाले
लखतां कदी पूरी न थइ एवी कथा जेवी तुं

दोस्तीनां दावे प्रेम में मांग्यो हतो परवश थइ
मांग्या विनां सघळुं जे दइ दे ए खुदा जेवी तुं

आंखोथी जे ओझल कदी ना थइ शके शमणामां
माणी शकुं जे बंध आंखे ए नशां जेवी तुं

तारा विना मारी अधूरी जिंदगी ज्यां लागे
मारी नजर सामे रहे ए झंखनां जेवी तुं

तारा थकी उजळॉ बनी गातो रह्यो छुं काव्यो
इश्वरनी ज्यां सारे गरज एवी दुआ जेवीं तुं

मारी “महोतरमाने” हुं चाही गर्वमा राचुं छुं
मारी गझलना शब्दनी पावक पूजा जेवी तुं
-नरेश के.डॉडीया

બળતી બપોરે એક શીતળ છાયડા જેવી તું
જેની ગણતરી થાય ના એ ફાયદા જેવી તું

લાખો છટક બારી સમાં સુંદર વદન જોતો હું
અધિકાર ભાવે જઇ શકું એ બારણા જેવી તું

વાતો કદી જેની ખૂટે ના એકધારી ચાલે
લખતાં કદી પૂરી ન થઇ એવી કથા જેવી તું

દોસ્તીનાં દાવે પ્રેમ મેં માંગ્યો હતો પરવશ થઇ
માંગ્યા વિનાં સઘળું જે દઇ દે એ ખુદા જેવી તું

આંખોથી જે ઓઝલ કદી ના થઇ શકે શમણામાં
માણી શકું જે બંધ આંખે એ નશાં જેવી તું

તારા વિના મારી અધૂરી જિંદગી જ્યાં લાગે
મારી નજર સામે રહે એ ઝંખનાં જેવી તું

તારા થકી ઉજળૉ બની ગાતો રહ્યો છું કાવ્યો
ઇશ્વરની જ્યાં સારે ગરજ એવી દુઆ જેવીં તું

મારી “મહોતરમાને” હું ચાહી ગર્વમા રાચું છું
મારી ગઝલના શબ્દની પાવક પૂજા જેવી તું
-નરેશ કે.ડૉડીયા
Advertisement