आम आधे रही अमारी यादने ललचावो नही Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
आम आधे रही अमारी यादने ललचावो नही Gujarati Gazal By Naresh K. Dodia |
आम आधे रही अमारी यादने ललचावो नही
पीठ मारा शब्दनी आ रीतथी पसवारो नही
आज पण श्रीफळ समो कोमळ धरांवुं छुं भाव हुं
शब्दनां मारी टकोरा एमने ठपकारो नही
लागणीनां तार एम ज छे तो एम ज रहेवा दो आज
बे सुरो सुर वागशे नां तार पाछॉ ताणॉ नही
आ उदासी क्याय नीतारी नथी शकतो सांजनी
रोज हाजर थइ जतां ए लतथी आधा भागो नही
जिंदगीनी राह पर सुंदर वदन जोइ शुं करुं?
एक च्हेरो आंखमां जाम्यो छे एने ढाको नही
पीत ना बदले कदी एनी रसम,बदले छे समय
खुदने बदलो पण पूराणां प्यारने बदलावो नही
स्पर्शनी केवी जणस आपी गया छो जे पळथी आप
ए फरी मळवानां गाळाने हवे लंबावो नही
केटली नारी कतारोमां उभी आजे पण अही
सौने हुं कहुं छुं "महोतरमां" छे एवां लागो नही
-नरेश के.डॉडीया
આમ આધે રહી અમારી યાદને લલચાવો નહી
પીઠ મારા શબ્દની આ રીતથી પસવારો નહી
આજ પણ શ્રીફળ સમો કોમળ ધરાંવું છું ભાવ હું
શબ્દનાં મારી ટકોરા એમને ઠપકારો નહી
લાગણીનાં તાર એમ જ છે તો એમ જ રહેવા દો આજ
બે સુરો સુર વાગશે નાં તાર પાછૉ તાણૉ નહી
આ ઉદાસી ક્યાય નીતારી નથી શકતો સાંજની
રોજ હાજર થઇ જતાં એ લતથી આધા ભાગો નહી
જિંદગીની રાહ પર સુંદર વદન જોઇ શું કરું?
એક ચ્હેરો આંખમાં જામ્યો છે એને ઢાકો નહી
પીત ના બદલે કદી એની રસમ,બદલે છે સમય
ખુદને બદલો પણ પૂરાણાં પ્યારને બદલાવો નહી
સ્પર્શની કેવી જણસ આપી ગયા છો જે પળથી આપ
એ ફરી મળવાનાં ગાળાને હવે લંબાવો નહી
કેટલી નારી કતારોમાં ઉભી આજે પણ અહી
સૌને હું કહું છું "મહોતરમાં" છે એવાં લાગો નહી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment