हुं स्मरणनी एकलोती वाडमां जीवी रह्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia

हुं स्मरणनी एकलोती वाडमां जीवी रह्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia
हुं स्मरणनी एकलोती वाडमां जीवी रह्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia
हुं स्मरणनी एकलोती वाडमां जीवी रह्यो छुं
भीडनी वच्चे सतत एकांतमां जीवी रह्यो छुं

मात्र दुखनुं कोइ कारण शुं बतावुं सौने दोस्तो
सुखने दुखनां रोजनां गुंणांकमां जीवी रह्यो छुं

ताणवाथी जे कदी पण ना तूट्यो संबंधनो तार
कोइ कारणसर हजी पण गांठमां जीवी रह्यो छुं

प्रेम एनो ए ज छे कोने खबर छे? ते छतां हुं
एक आशावादनी भरमारमां जीवी रह्यो छुं

झांझवाने बाथ भरवानी हिंमत करता करी तो!
छांयडानी वचमां रणनां तापमां जीवी रह्यो छुं

ए नजीवी एक बाबत पर जई अटकी गया छे
लाख कारणने भूली हुं आजमां जीवी रह्यो छुं

में अछोवाना हवे करवानुं पण छोडी दीधुं छे
एम समजो रोज खुदनां मानमां जीवी रह्यो छुं

जेमना माटे गझल मारी लखी सौने गमी गइ
दाद एनी मळवानी हुं आशमां जीवी रह्यो छुं

ए “महोतरमाना” दिलमां कायमी वसतो हतो हुं
कोइ कारणसर हुं एनी आंखमां जीवी रह्यो छुं
-नरेश के.डॉडीया


હું સ્મરણની એકલોતી વાડમાં જીવી રહ્યો છું
ભીડની વચ્ચે સતત એકાંતમાં જીવી રહ્યો છું

માત્ર દુખનું કોઇ કારણ શું બતાવું સૌને દોસ્તો
સુખને દુખનાં રોજનાં ગુંણાંકમાં જીવી રહ્યો છું

તાણવાથી જે કદી પણ ના તૂટ્યો સંબંધનો તાર
કોઇ કારણસર હજી પણ ગાંઠમાં જીવી રહ્યો છું

પ્રેમ એનો એ જ છે કોને ખબર છે? તે છતાં હું
એક આશાવાદની ભરમારમાં જીવી રહ્યો છું

ઝાંઝવાને બાથ ભરવાની હિંમત કરતા કરી તો!
છાંયડાની વચમાં રણનાં તાપમાં જીવી રહ્યો છું

એ નજીવી એક બાબત પર જઈ અટકી ગયા છે
લાખ કારણને ભૂલી હું આજમાં જીવી રહ્યો છું

મેં અછોવાના હવે કરવાનું પણ છોડી દીધું છે
એમ સમજો રોજ ખુદનાં માનમાં જીવી રહ્યો છું

જેમના માટે ગઝલ મારી લખી સૌને ગમી ગઇ
દાદ એની મળવાની હું આશમાં જીવી રહ્યો છું

એ “મહોતરમાના” દિલમાં કાયમી વસતો હતો હું
કોઇ કારણસર હું એની આંખમાં જીવી રહ્યો છું
-નરેશ કે.ડૉડીયા
Advertisement