ए ज माणस आयनो ज्यारे धरी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia

ए ज माणस आयनो ज्यारे धरी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
ए ज माणस आयनो ज्यारे धरी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
ए ज माणस आयनो ज्यारे धरी जाय छे
जे नजर सामे रहीने छेतरी जाय छे     

एक समजण मानवीमा आववी जोइए
मौननुं हथियार सामे वापरी जाय छे

बहु ज मीठुं बोलता लोकोथी चेती जजो 
मीठडुं बोली ह्रदयमां धर करी जाय छे

प्रेममां पडता पहेला मापजे मानवी
प्रेमनी कातर मजेथी वेतरी जाय छे

मानवी मापी शकीए एमनी वातथी
एक अणसारो थता वातो फरी जाय छे

कोइ माणस जिंदगीमां ए ज मोके मळे    
जिंदगीनां दर्दने जेओ हरी जाय छे      

एक ठोकर मानवीने  लागवी जोइए
ए ज समजणनो महासागर तरी जाय छे            

एक माणसनी कमीनी शुं असर होय छे     
आंख एनी याद आवे झरमरी जाय छे     

बस "महोतरमां" तमे आवो नजरमां हवे          
यादनी मौसम अहीया करगरी जाय छे      
-नरेश के.डॉडीया
એ જ માણસ આયનો જ્યારે ધરી જાય છે
જે નજર સામે રહીને છેતરી જાય છે     

એક સમજણ માનવીમા આવવી જોઇએ
મૌનનું હથિયાર સામે વાપરી જાય છે

બહુ જ મીઠું બોલતા લોકોથી ચેતી જજો 
મીઠડું બોલી હ્રદયમાં ધર કરી જાય છે

પ્રેમમાં પડતા પહેલા માપજે માનવી
પ્રેમની કાતર મજેથી વેતરી જાય છે

માનવી માપી શકીએ એમની વાતથી
એક અણસારો થતા વાતો ફરી જાય છે

કોઇ માણસ જિંદગીમાં એ જ મોકે મળે    
જિંદગીનાં દર્દને જેઓ હરી જાય છે      

એક ઠોકર માનવીને  લાગવી જોઇએ
એ જ સમજણનો મહાસાગર તરી જાય છે            

એક માણસની કમીની શું અસર હોય છે     
આંખ એની યાદ આવે ઝરમરી જાય છે     

બસ "મહોતરમાં" તમે આવો નજરમાં હવે          
યાદની મૌસમ અહીયા કરગરી જાય છે      
-નરેશ કે.ડૉડીયા
Advertisement