रोज लीली लागणी जे लणतो हतो Gujarati Gazal By Naresh K. Dodia

रोज लीली लागणी जे लणतो हतो Gujarati Gazal By Naresh K. Dodia
रोज लीली लागणी जे लणतो हतो Gujarati Gazal By Naresh K. Dodia
रोज लीली लागणी जे लणतो हतो
ए ज माणस रणमां तरफडतो हतो 

ए ज आ वरसाद छे श्रावण मासनो 
ए ज भादरवामां मों फेरवतो हतो 

आंखमां मारी ए जोइ सजती हती 
एक वखते आयनो हुं बनतो हतो

एमनां हर बोल पर हुं नमतो हतो 
चांद खातर सूर्य जाणे ढळतो हतो 

थइ शकी ना ए मजा जेवी क्षण कदी 
हुं विरहनां काव्य ज्यारे लखतो हतो 

डाळ साथे एक नातो पंखीनो होय
प्यार एनो सांज पडतां अडतो हतो

एमने आप्यो हतो पाछो ना मळ्यो 
प्यार माटे एक जण करगरतो हतो 

दिल रूपाळुं जोइ दोस्तो,ना के वदन 
रूपथी आगळ एक च्हेरो गमतो हतो 

म्हेरबानी ए "महोतरमानी" फळी
कंटको वच्चे फूलो सम हसतो हतो 
-नरेश के.डॉडीया

રોજ લીલી લાગણી જે લણતો હતો
એ જ માણસ રણમાં તરફડતો હતો 

એ જ આ વરસાદ છે શ્રાવણ માસનો 
એ જ ભાદરવામાં મોં ફેરવતો હતો 

આંખમાં મારી એ જોઇ સજતી હતી 
એક વખતે આયનો હું બનતો હતો

એમનાં હર બોલ પર હું નમતો હતો 
ચાંદ ખાતર સૂર્ય જાણે ઢળતો હતો 

થઇ શકી ના એ મજા જેવી ક્ષણ કદી 
હું વિરહનાં કાવ્ય જ્યારે લખતો હતો 

ડાળ સાથે એક નાતો પંખીનો હોય
પ્યાર એનો સાંજ પડતાં અડતો હતો

એમને આપ્યો હતો પાછો ના મળ્યો 
પ્યાર માટે એક જણ કરગરતો હતો 

દિલ રૂપાળું જોઇ દોસ્તો,ના કે વદન 
રૂપથી આગળ એક ચ્હેરો ગમતો હતો 

મ્હેરબાની એ "મહોતરમાની" ફળી
કંટકો વચ્ચે ફૂલો સમ હસતો હતો 
-નરેશ કે.ડૉડીયા
Advertisement