ए उगमणी के ए आथमणी होय छे Gujarati Gazal By Naresh K. Dodia

ए उगमणी के ए आथमणी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
ए उगमणी के ए आथमणी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
ए उगमणी के ए आथमणी होय छे
याद एनी चो-दिशा उगती होय छे

ए ज उपस्थितीमां तु नमणी होय छे
रातना सपनामां तु वळगी होय छे

भेद दिलनां रोज उकले छे शब्दमां
आ गझल छे आभ तुं धरती होय छे

कामनानो राफडो फाट्यो दिलमां आज
रोज इच्छा त्यां नवी धरबी होय छे

मोरनी जेवी तुं हुं थनगनतो छुं मोर
प्रेमनी जेना सिरे कलगी होय छे

ए नदी दरियाने ईजन दे छे सतत
एक दरियानेय वैतरणी होय छे

प्रेमना नामे जे लोको भटकी गयां
ए ज खीस्सामां जुओ परची होय छे

हुं अहीयां काव्य लखतो होंउ छुं
ए रसोई धरमां गणगणती होय

नागरी भाषानो वैभव नोखो पडे
कोइ प्रश्नोरा के वडनगरी होय छे

ए महोतरमांने हुं ज्यां मळतां हतां
वडने वळगी वेल त्यां चडती होय छे
– नरेश के. डॉडीया


એ ઉગમણી કે એ આથમણી હોય છે
યાદ એની ચો-દિશા ઉગતી હોય છે

એ જ ઉપસ્થિતીમાં તુ નમણી હોય છે
રાતના સપનામાં તુ વળગી હોય છે

ભેદ દિલનાં રોજ ઉકલે છે શબ્દમાં
આ ગઝલ છે આભ તું ધરતી હોય છે

કામનાનો રાફડો ફાટ્યો દિલમાં આજ
રોજ ઇચ્છા ત્યાં નવી ધરબી હોય છે

મોરની જેવી તું હું થનગનતો છું મોર
પ્રેમની જેના સિરે કલગી હોય છે

એ નદી દરિયાને ઈજન દે છે સતત
એક દરિયાનેય વૈતરણી હોય છે

પ્રેમના નામે જે લોકો ભટકી ગયાં
એ જ ખીસ્સામાં જુઓ પરચી હોય છે

હું અહીયાં કાવ્ય લખતો હોંઉ છું
એ રસોઈ ધરમાં ગણગણતી હોય

નાગરી ભાષાનો વૈભવ નોખો પડે
કોઇ પ્રશ્નોરા કે વડનગરી હોય છે

એ મહોતરમાંને હું જ્યાં મળતાં હતાં
વડને વળગી વેલ ત્યાં ચડતી હોય છે
– નરેશ કે. ડૉડીયા
Advertisement