ख्वाबमां आवे तो मीठॉ आवकारो आपवानो Gujarati Gazal By Naresh K. Dodia

ख्वाबमां आवे तो मीठॉ आवकारो आपवानो Gujarati Gazal By Naresh K. Dodia
ख्वाबमां आवे तो मीठॉ आवकारो आपवानो Gujarati Gazal By Naresh K. Dodia
ख्वाबमां आवे तो मीठॉ आवकारो आपवानो
दूरतामां साथ तारो आ ज रीते माणवानो    

रोज मीठी मावजत तुं फोनमां देती रहे छे      
एक गमतो मानवी वातोमां प्यारो लागवानो

एक मारी लागणीओने नशो तारो चडे छे
एक मोको ना दे तारी लागणीने चाखवानो

रोज भीतरमा भळे छे एक ओछायो बनी तुंं
ने सवारे आंख खुलतां चो-तरफ ए शोधवानो

कोइना दिलने खूशीथी रोज छलकावी शकुं छुं
आखरी वेळाए मुख पर स्मित आपीने जवानो

एक मोहक वेल जेवी जोइने मोही पड्यो छुं
थड बनी नमणाश तारामां सतत हुं घूंटवानो

आंखनी लीलाशनुं कारण तने हुं ना बतांवुं
ने बतांवुं तो हुं तारी आंखमां जळचर थवानो

हुं नदी दरियानां जळ जेवी तरस तारी धरावुं
आग तारा दिलनी वरसाद थइने ठारवानो

बस”महोतरमां” ममत तारी मूकी शकतो नथी हुं
ना कहे तो शब्द देहे हाथ तारो जालवानो
-नरेश के.डॉडीया

ખ્વાબમાં આવે તો મીઠૉ આવકારો આપવાનો
દૂરતામાં સાથ તારો આ જ રીતે માણવાનો    

રોજ મીઠી માવજત તું ફોનમાં દેતી રહે છે      
એક ગમતો માનવી વાતોમાં પ્યારો લાગવાનો

એક મારી લાગણીઓને નશો તારો ચડે છે
એક મોકો ના દે તારી લાગણીને ચાખવાનો

રોજ ભીતરમા ભળે છે એક ઓછાયો બની તુંં
ને સવારે આંખ ખુલતાં ચો-તરફ એ શોધવાનો

કોઇના દિલને ખૂશીથી રોજ છલકાવી શકું છું
આખરી વેળાએ મુખ પર સ્મિત આપીને જવાનો

એક મોહક વેલ જેવી જોઇને મોહી પડ્યો છું
થડ બની નમણાશ તારામાં સતત હું ઘૂંટવાનો

આંખની લીલાશનું કારણ તને હું ના બતાંવું
ને બતાંવું તો હું તારી આંખમાં જળચર થવાનો

હું નદી દરિયાનાં જળ જેવી તરસ તારી ધરાવું
આગ તારા દિલની વરસાદ થઇને ઠારવાનો

બસ”મહોતરમાં” મમત તારી મૂકી શકતો નથી હું
ના કહે તો શબ્દ દેહે હાથ તારો જાલવાનો
-નરેશ કે.ડૉડીયા
Advertisement