श्वासने सरखा करीने साचवी राखो तमे Gujarati Gazal By Naresh K. Dodia

श्वासने सरखा करीने साचवी राखो तमे Gujarati Gazal By Naresh K. Dodia
श्वासने सरखा करीने साचवी राखो तमे Gujarati Gazal By Naresh K. Dodia
श्वासने सरखा करीने साचवी राखो तमे
जिंदगीना उपकरण साबुत नथी मानो तमे

लागणीनो भार उचकीने सतत चालु छुं हुं
क्यांक हुं लथडी पडुं तो हाथने जालो तमे

कोइ पण सरहदनी मर्यादा नथी राखी कदी 
हुं विसामो लइ शकुं ए प्यार आपो तमे

कोइनी पडतर नथी होती ह्रदयनी लागणी 
स्पर्श साथे फूल जेवा भावथी मांगों तमे

हुं रसम पाळी शकु एवुं कदी बनशे नही
आ नियमनी पाळथी आगळ हवे आवो तमे

जिंदगीमांथी हक्कीत क्यांक कोराणे मूकी
रूबरूमां नहिं तो सपनांनो खूणॉ पाडॉ तमे

आपणे हररोज मळवुं शक्य बनवानुं नथी
दूरतानां कायमी ककळाटने टाळॉ तमे

शब्दथी आगळ जवानी शक्यताओ छे घणी
आंगणे आवी अचानक मुजने ललचावो तमे

आ गझल ने काव्य तो ब्हाना बन्या छे बेंउनां
ओ "महोतरमा" गझलनो प्यार लागो छो तमे 
-नरेश के.डॉडीया

શ્વાસને સરખા કરીને સાચવી રાખો તમે
જિંદગીના ઉપકરણ સાબુત નથી માનો તમે

લાગણીનો ભાર ઉચકીને સતત ચાલુ છું હું
ક્યાંક હું લથડી પડું તો હાથને જાલો તમે

કોઇ પણ સરહદની મર્યાદા નથી રાખી કદી 
હું વિસામો લઇ શકું એ પ્યાર આપો તમે

કોઇની પડતર નથી હોતી હ્રદયની લાગણી 
સ્પર્શ સાથે ફૂલ જેવા ભાવથી માંગોં તમે

હું રસમ પાળી શકુ એવું કદી બનશે નહી
આ નિયમની પાળથી આગળ હવે આવો તમે

જિંદગીમાંથી હક્કીત ક્યાંક કોરાણે મૂકી
રૂબરૂમાં નહિં તો સપનાંનો ખૂણૉ પાડૉ તમે

આપણે હરરોજ મળવું શક્ય બનવાનું નથી
દૂરતાનાં કાયમી કકળાટને ટાળૉ તમે

શબ્દથી આગળ જવાની શક્યતાઓ છે ઘણી
આંગણે આવી અચાનક મુજને લલચાવો તમે

આ ગઝલ ને કાવ્ય તો બ્હાના બન્યા છે બેંઉનાં
ઓ "મહોતરમા" ગઝલનો પ્યાર લાગો છો તમે 
-નરેશ કે.ડૉડીયા
Advertisement