जेना थकी उजळॉ बनी फरतो रह्यो Gujarati Gazal By Naresh K. Dodia

जेना थकी उजळॉ बनी फरतो रह्यो Gujarati Gazal By Naresh K. Dodia
जेना थकी उजळॉ बनी फरतो रह्यो Gujarati Gazal By Naresh K. Dodia
जेना थकी उजळॉ बनी फरतो रह्यो
ए सूर्य जेवा दोस्त मनगमतो रह्यो

ज्यां आपवानी शर्त प्हेला होय त्यां
मांग्यां विनां सघळु हुं मेळवतो रह्यो

एनां तरफथी ना कदी आवी नही
हां शब्द एना मुखमां झळहळतो रह्यो

मारी फिकर माराथी ए करतो वधुं
मारा दुखो सामे सतत लडतो रह्यो

मारा अहम ए पोषतो हसतां मुखे
मारा अनेरा दोष अवगणतो रह्यो

बळती बपोरे छायडा जेवो ए दोस्त
घेघुर धटा थइ तापने वढतो रह्यो

सरनामु मारू कोइ पूछे तो हुं कहुं
कबजो करी दिलमां एनां वसतो रह्यो

ए दोस्त कायम क्हे ना पडजे प्रेममां
नां कहे ए सधळा काम हुं करतो रह्यो

तारी महोतरमाने बहु फटवी छे तें
दोस्तो आवुं बोले तो हुं हसतो रह्यो
-नरेश के.डॉडीया

જેના થકી ઉજળૉ બની ફરતો રહ્યો
એ સૂર્ય જેવા દોસ્ત મનગમતો રહ્યો

જ્યાં આપવાની શર્ત પ્હેલા હોય ત્યાં
માંગ્યાં વિનાં સઘળુ હું મેળવતો રહ્યો

એનાં તરફથી ના કદી આવી નહી
હાં શબ્દ એના મુખમાં ઝળહળતો રહ્યો

મારી ફિકર મારાથી એ કરતો વધું
મારા દુખો સામે સતત લડતો રહ્યો

મારા અહમ એ પોષતો હસતાં મુખે
મારા અનેરા દોષ અવગણતો રહ્યો

બળતી બપોરે છાયડા જેવો એ દોસ્ત
ઘેઘુર ધટા થઇ તાપને વઢતો રહ્યો

સરનામુ મારૂ કોઇ પૂછે તો હું કહું
કબજો કરી દિલમાં એનાં વસતો રહ્યો

એ દોસ્ત કાયમ ક્હે ના પડજે પ્રેમમાં
નાં કહે એ સધળા કામ હું કરતો રહ્યો

તારી મહોતરમાને બહુ ફટવી છે તેં
દોસ્તો આવું બોલે તો હું હસતો રહ્યો
-નરેશ કે.ડૉડીયા
Advertisement