जिंदगीनी सफरमा केटलाय चहेराओ आंख सामेथी पसार थइ जाय छे. Gujarati Kavita By Naresh K. Dodia

जिंदगीनी सफरमा केटलाय चहेराओ  आंख सामेथी पसार थइ जाय छे. Gujarati Kavita By Naresh K. Dodia
जिंदगीनी सफरमा केटलाय चहेराओ  आंख सामेथी पसार थइ जाय छे. Gujarati Kavita By Naresh K. Dodia
जिंदगीनी सफरमा केटलाय चहेराओ 
आंख सामेथी पसार थइ जाय छे.
पण एक चहेरो आंखमां रही जाय छे
कायमने माटे,

जिंदगीना आखरी श्वास सुधी ए चहेरो
आंखोमां अने ह्रदयमा जींवत रहे छे

हु कोइ पण भोगे मारा खूबसूरत
हमसफरथी छुटो पडवा मांगतो नथी..
आजीवन ए अंनंत सफर आपणी चालती रहे.
जे चिरतंन अने चिरकालिन वस्तुंओ अमर छे
एनी जेम मर्या पछी आपणा नामनी सफर अटके नही

जेम के
राधा अने कान
लैला अने मजनु
शीरी अने फरहाद
दरियो अने नदी
मरीझ अने दर्द
प्रेम अने विरह
नौका अने नाविक
पंखी अने पांख
वादळ अने वरसाद
जिभ अने स्वाद
श्वास अने जीवन
कवि अने कविता
सुरज अने ताप
चांद अने रात
सुर अने ताल

पण 
मोत अने इश्वरनी एक एवी करामत छे
ज्यां साप मरे नही अने लाकडी पण भांगे नही 
बस…
इश्वर निमित बनवा मांगतो नथी..
एटले

मोतना बहाने बे मळेला जीवोने नोखा पाडे छे.
अने अंते तो हेमनु हेम रहेवानु छे
आ बधा अमरतत्वो साथे
आपणा शब्दोनी सहीयारी अभिव्यकितनी 
जेम   
भविष्यमा आपणा बे नाम जोडाय जशे
“हु अने महोतरमां" 
-नरेश के.डॉडीया

જિંદગીની સફરમા કેટલાય ચહેરાઓ 
આંખ સામેથી પસાર થઇ જાય છે.
પણ એક ચહેરો આંખમાં રહી જાય છે
કાયમને માટે,

જિંદગીના આખરી શ્વાસ સુધી એ ચહેરો
આંખોમાં અને હ્રદયમા જીંવત રહે છે

હુ કોઇ પણ ભોગે મારા ખૂબસૂરત
હમસફરથી છુટો પડવા માંગતો નથી..
આજીવન એ અંનંત સફર આપણી ચાલતી રહે.
જે ચિરતંન અને ચિરકાલિન વસ્તુંઓ અમર છે
એની જેમ મર્યા પછી આપણા નામની સફર અટકે નહી

જેમ કે
રાધા અને કાન
લૈલા અને મજનુ
શીરી અને ફરહાદ
દરિયો અને નદી
મરીઝ અને દર્દ
પ્રેમ અને વિરહ
નૌકા અને નાવિક
પંખી અને પાંખ
વાદળ અને વરસાદ
જિભ અને સ્વાદ
શ્વાસ અને જીવન
કવિ અને કવિતા
સુરજ અને તાપ
ચાંદ અને રાત
સુર અને તાલ

પણ 
મોત અને ઇશ્વરની એક એવી કરામત છે
જ્યાં સાપ મરે નહી અને લાકડી પણ ભાંગે નહી 
બસ…
ઇશ્વર નિમિત બનવા માંગતો નથી..
એટલે

મોતના બહાને બે મળેલા જીવોને નોખા પાડે છે.
અને અંતે તો હેમનુ હેમ રહેવાનુ છે
આ બધા અમરતત્વો સાથે
આપણા શબ્દોની સહીયારી અભિવ્યકિતની 
જેમ   
ભવિષ્યમા આપણા બે નામ જોડાય જશે
“હુ અને મહોતરમાં" 
-નરેશ કે.ડૉડીયા
Advertisement